Book Title: Deshna Chintamani Part 06
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 272
________________ શ્રી વર્ધમાન તપ પ્રકાશ]. ૨૩૧ –કાકંદીના ધના અણગાર–પ્રભુ મહાવીરદેવના ૧૪ હજાર સાધુઓમાં દુષ્કર તપ અને પૂર્ણ વિરાગ્યથી કરનાર મહાતપસ્વિ શિષ્ય હતા. પ્રભુશ્રી મહાવીરે આ મુનિરાજની પ્રશંસા કરી હતી. તે મુનિરાજ પૂર્વાવસ્થામાં કાકંદી નગરીના રહીશ હતા. નવયૌવના ૩૨ રમણીઓને ત્યાગ કરી પ્રભુદેવ શ્રીમહાવીર પરમાત્માની પાસે જે દિવસે દીક્ષા ગ્રહણ કરી, તેજ દિવસે પ્રભુની સમક્ષ એ આક અભિગ્રહ કર્યો કે હું આજથી આ શરીરમાં જીવ છે ત્યાં સુધી કાયમ છ ઇદુના પારણે આયંબિલ કરીશ. જેની ઉપર માખી પણ ન બેસી શકે, એ નીરસ આહાર આયંબિલમાં વાપરતા હતા. અંતે એક માસનું અનશન કરી સમાધિ મરણ પામી સર્વાર્થસિદ્ધ વિમાને એકાવતારી દેવ થયા. ૧૦ જગચંદ્રસૂરિ–આ આચાર્ય મહારાજે માવજજીવ સુધી આયંબિલ કર્યા હતા. મેવાડદેશમાં આવેલા ઉદયપુરની નજીક આઘાટપુરપત્તન (હાલ “આયડ” નામે પ્રસિદ્ધ ગામ) ની નદીમાં ભર ઉનાળામાં રેતી બહુ જ તપી હતી, તે વખતે આ સૂરિજી મહારાજ આતાપના લેતા હતા. મેવાડના રાણા જૈત્રસિંહજી હાથી ઉપર બેસીને મંત્રી સેનાદિ પરિવાર સાથે તે રસ્તે નદી ઉતરતા હતા. રાણાજીની નજર આતાપના લેતા સૂરિજી મહારાજની ઉપર પડી. તેથી આશ્ચર્ય પામી મંત્રીને પૂછયું કે “શું આપણું રાજ્યમાં આવી પિલ ચાલે છે? જુઓ ? આ મડદું પડયું છે કે જેને બાળવાની વ્યવસ્થા બીલકુલ થઈ નથી.” આમાં ખરું શું છે? આ પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ તપાસ કરી રાણાજીને જણાવ્યું કે--હજૂર! આ મડદું નથી. આ તે અમારા મોટા ગુરુ મહારાજ છે. રાણાજી--મંત્રીજી ! શું કહે છે? આ તમારા મોટા ગુરુ મહારાજ છે? મંત્રી–હા હજુર ! એ અમારા મોટા પ્રભાવશાલી શ્રી ગુરુમહારાજ છે. તેઓ ઘણું વર્ષોથી આયંબિલ તપ કરે છે, અહીં તેઓશ્રી આતાપના લઈ રહ્યા છે. રાણાજી–જે એમ છે, તે ચાલે આપણે તે મહા ગુરુ મહારાજના દર્શન કરીએ. એમ કહી રાણજી પરિવાર સહિત શ્રી ગુરૂમહારાજને વંદન કરી ઉપદેશ સાંભળવા બેઠા. સૂરિજી–હે ભવ્ય છે ! દશ દષ્ટાંત કરી દુર્લભ એવા મનુષ્ય ભવને પામીને જે પુણ્યશાલી આત્માઓ સુપાત્રદિને દાન આપે છે, નિર્મલ શીલને ધારણ કરીને રસનેન્દ્રિયને વશ રાખીને શ્રી આયંબિલ વર્ધમાનાદિ તપની આરાધના કરે છે, તેમજ અનિત્ય ભાવનાદિ ૧૬ ભાવનાઓ ભાવે છે, તેઓ જન્મ જરા મરણ શેકાદિને જરૂર નાશ કરીને મુક્તિના અવ્યાબાધ સુખને પામે છે. સંસારમાં રહેલા સ્ત્રી, કુટુંબ, દેલત, પ્રાણ, યોવન વગેરે તમામ પદાર્થોને ક્ષણિક સમજીને તથા જૈનધર્મ જ મુક્તિદાયક છે એમ સમજીને રાગાદિ પરિણતિમય કલેશને ત્યાગ કરવા પૂર્વક પરમ ઉલાસથી અહિંસા સંયમ તાપ રૂપ જિન ધમની સાત્વિકી આરાધના કરશે, તે તમારે આત્મા સકલ કર્મોને નાશ જરૂર કરશે ને સિદ્ધિપદને પણ જરૂર પામશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290