Book Title: Deshna Chintamani Part 06
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 271
________________ [[ શ્રીવિજયપરસૂરિકૃતપિતાના મહેલમાં રાખીને તેને શીલથી ભ્રષ્ટ કરવાને બહુ જ પ્રયત્ન કર્યા છતાં પણ તે ફાવ્યું નહિ. અડગ શીલને ધારણ કરનાર દ્રૌપદીએ અહીં ૬ મહિના સુધી ૭૬ છને પારણે પણ આયંબિલ કરવાની તપશ્ચર્યા શરૂ કરી. તેના પ્રભાવે પાંડે, કૃષ્ણ વગેરે સ્વજને અહીં આવ્યા, પત્તર રાજાને હરાવીને દ્રૌપદીને ભરતક્ષેત્રમાં રવસ્થાને લાવ્યા. આયંબિલાદિ તપના પ્રભાવે જ શીલને ટકાવ, વિપત્તિને નાશ વગેરે બને એમાં લગાર પણ અતિશક્તિ છે જ નહિ ૩ દ્વારિકાની પ્રજા–મદેન્મત્ત યાદવોએ દ્વિપાયન ઋષિની મશ્કરી કરી. તેણે ક્રોધના આવેશમાં અંત સમયે એવું નિયાણું કર્યું કે “હું દ્વારિકા નગરીને નાશ કરનાર થાઉં.” આ વાતની કૃષ્ણ વગેરેને ખબર પડતાં આ ઉપદ્રવને નાશ શાથી થાય? એમ બાલબ્રહ્મ ગારી પ્રભુશ્રી નેમિનાથને પૂછયું. પ્રભુદેવે ઉત્તરમાં જણાવ્યું કે “અહીં વિનોપદ્રને જલ્દી નાશ કરનાર આયંબિલ તપ શરૂ કરાવેજેથી દ્વિપાયન ઋષિ દ્વારિકા નગરીને બાળી શકશે નહિ.” નગરીના લેકેએ પ્રભુદેવના કહ્યા મુજબ ૧૦ વર્ષ સુધી આયંબિલ તપ ચાલુ રાખે. તે દરમ્યાન દ્વિપાયન દેવ દ્વારિકાને બાળી શકે જ નહિ. ૪ દમયંતી–આ સતીએ પૂર્વભવે લાગઃ પ૦૪ આયંબિલ કરી શ્રીતીર્થકર તપુની આરાધના કરીને તીર્થકર દેના લલાટને હીરા જડિત તિલક લગાવીને શોભાવ્યા હતા. એટલે તિલક પૂજા કરી હતી. તેના પ્રભાવે દમયંતીના ભાવમાં પણ તેના કપાળમાં જન્મથી તિલકને આકાર દેખાતે હતે. પ શિવકુમાર–એમણે ૧૨ વર્ષ સુધી છ છના પારણે આયંબિલ કરવા રૂપ તપશ્ચર્યા કરી હતી. તેથી તે દેવભવમાં અભુત દેવતાઈ રૂપ વગેરે શુભ સામગ્રી પામ્યા, જબૂસ્વામિના ભવમાં નાની વયે (૧૬ વર્ષની ઉંમરે) ચારિત્રને પામ્યા. દીર્ઘકાલ સુધી તેને આરાધી અંતે કેવલી થઈ એક્ષના સુખ પામ્યા. ૬ ધમિલકુમાર—આ શ્રી ધમ્પિલકુમારે અગડદત્તમુનિના ઉપદેશથી લાગટ ૬ મહિનાના આયંબિલ કર્યા હતા. ૭ નિષ્પગ મહર્ષિ–ત્રિશલાનંદન પ્રભુશ્રી મહાવીરદેવના શિષ્ય હતા. તેમણે અપૂર્વ ક્ષમાભાવ ધારણ કરીને ૮ વર્ષ સુધી ૭૬ છના પારણે આયંબિલ કરવા રૂપ તપશ્ચર્યા પૂર્ણ ઉલ્લાસથી કરી હતી. નિર્મલ સંયમની સારિકી આરાધના કરી અંતે એક મહિનાનું અનશન કરી સમાધિ મરણે કાલધર્મ પામી પહેલા દેવલોકમાં મહર્દિક દેવ થયાં. ૮ કુરૂદ મહર્ષિ–શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના શિષ્ય હતા. તેમણે ૬ મહિના સુધી અમ અ૬મના પારણે આયંબિલકરવા રૂપ આકરી તપશ્ચર્યા કરી હતી. તેઓ સૂર્યની સામે આતાપના લેવા પૂર્વક નિર્મલ સંયમની આરાધના કરતા હતા. અંતે ૧૫ દિવસનું અનશન કરી સમાધિપૂર્વક મરણ પામી બીજા દેવલોકમાં મહદ્ધિક દેવ થયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290