________________
૨૧૨
[ શ્રીવિજયપદ્મસુરિકૃતકારણ કમની લીના અને પૂર્વભવમાં આરાધેલા રહિણી તપની બીના જાણીને ઉજમણને વિધિ સાચવવા પૂર્વક તે તપને મહિમા-વધાર્યો અને સપરિવાર મુક્તિ પદ પણ મેળવ્યું આ પુનિત ઘટના પણ આ શ્રી ચંપાનગરીમાં જ બની હતી. કરકંડુ રાજાનો સંબંધ
કાદંબરી અટવીમાં કલિગિરિની પાસે કુંડ નામના સરોવરને કાંઠે શ્રી પાર્શ્વનાથ પ્રભુ જ્યાં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા હતા, ત્યાં જેણે કલિકુંડ નામના તીર્થની સ્થાપના કરી હતી, તે શ્રી કરઠંડુ રાજા પણ પૂર્વે આ નગરીમાં રાજ્ય કરતા હતા. મહાસતી સુભદ્રાનું શીલ માહાભ્ય:
જ્યારે આ નગરીના ચારે દરવાજા સજજડ બંધ થયા અને તેને ઉઘાડવાને કઈ પણ સમર્થ થયું નહિ, ત્યારે સતી સુભદ્રાએ કાચા સૂતરના તાંતણાથી ચાલણીમાં, શીલના પ્રભાવે, કૂવામાંથી જલ કાઢી તેને દરવાજા ઉપર છાંટી ત્રણ દરવાજા ઉઘાડ્યા હતા. એ દરવાજે બીજી સતી સ્ત્રીની પરીક્ષા માટે ન ઉઘાડ્યા. ઘણા વખત સુધી ચાથે દરવાજે બંધ રહ્યો. કાલાન્તરે વિક્રમ સં. ૧૩૬૦ ની સાલમાં લક્ષણાવતી નગરીને (બાદશાહ) હમ્મીર શ્રી સુરત્રાણ સમસદીન–(પત વસાવેલા) શંકરપુરને કિલ્લે બંધાવવા માટે અહીંથી પાષાણ લઈ જવાના પ્રસંગે આ દરવાજાને પણ લઈ ગયે. પ્રત્યેકબુદ્ધ કરકડુની ઘટના
રાજા દધિવાહનને પદ્માવતી નામની રાણી હતી. તે રાણીને પુત્ર-ગર્ભના પ્રભાવે એ દેહ ઉપજે કે “હું રાજની સાથે હાથી ઉપર બેસી મેટા જંગલમાં ફરું.” આ દેહલે પૂર્ણ કરવાને રાજા દધિવાહન શણ સહિત હાથી ઉપર બેસી વિશાલ અરણ્યમાં ફરવા નીકળ્યા. તે પ્રસંગે હાથીની અંબાડી ઉપરથી ખસી જવાથી રાજાએ ઝાડની ડાળીનું આલંબન લીધું. રાણી ગર્ભના કારણે અશકત હેવાથી તે વખતે નહિ ઉતરતાં હાથી ઉપર જ જંગલમાં આગળ ચાલી. ઘણે દૂર જતાં હાથી ઉભું રહ્યું ત્યારે રાણીએ ધીમે ધીમે નીચે ઉતરી પુત્ર પ્રસવ્યું. તેનું નામ કરઠંડું પાડ્યું, અને તે ભવિષ્યમાં રાજા થયો. એની માતા પદ્માવતીએ પ્રભુને પવિત્ર ઉપદેશ સાંભળીને વૈરાગ્ય ભાવે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. જયારે કરકંડુ રાજા અજાણતાં કલિંગ દેશમાં પિતાની સાથે યુદ્ધ કરવા તૈયાર થયે, ત્યારે આ સાથ્વી પદ્માવતીએ પિતા દધિવાહનની ઓળખાણ આપી તેને યુદ્ધ કરતાં અટ કા. આ રાજ કરકંડુને એક વૃદ્ધ બળદ જે ઈ સંસારની અસારતાનું ભાન થયું એટલે તેઓ સંયમ લઈ પ્રત્યેકબુદ્ધ થયા અને છેવટે મેક્ષે ગયા. આ પ્રત્યેકબુદ્ધ કરકંડ મહર્ષિને શ્રી સ્થાનાંગ સૂત્રની ટીકામાં પૂજ્યપાદ આચાર્ય પુરંદર શ્રી અભયદેવસૂરિ મહારાજે પ્રત્યેક બુદ્ધ સિદ્ધના વર્ણનમાં દૃષ્ટાંત તરીકે બતાવ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org