________________
શ્રીવમાનતપ પ્રકાશ ] (૧૧) ગુરૂ ભક્તિ (૧૨) કર્મોને અપાવવાની જ ભાવના, (૧૩) રાગ દ્વેષની મંદતા, (૧૪) દયા, (૧૫) વિનય-વિવેક, (૧૬) સાંસારિક ફલની ચાહના કરવી નહિ, (૧૭) સહનશીલતા, (૧૮) આરોગ્ય, (૧૮) ક્રિયામાં ઉતાવળ કરવી નહિ વિગેરે ગુણે ધારણ કરવા જોઈએ. એ રીતે નિર્દોષ તપનું સંપૂર્ણ ભાવ (ખરું) કુલ મલી શકે છે.
તપનો પ્રભાવ. ૧. મેહથી અને બીનસમજણથી બાંધેલાં કર્મો રૂપી પર્વતને ચૂરેચૂરો કરવામાં વા જેવું તપ છે. કામ વાસના રૂપી અગ્નિને ઠારવામાં જલ જેવું તપ છે. ઇન્દ્રિયના સમૂહ રૂપી સર્ષને વશ કરવા માટે ગારૂડી મંત્રના જેવું તપ છે. વિવિધ વિષ્મ રૂપી અંધકારને ભગાડવા માટે સૂર્ય જેવું તપ છે. વિવિધ લબ્ધિ અને સંપદાના લાભ રૂપ વેલડીએના મૂળીયા જેવું તપ છે. મોક્ષના અને સ્વર્ગના સુખને આપનારું તપ છે.
૨. હે ભવ્ય છે! તમને પૂછું કે, અરણ્યને બાળવામાં દાવાગ્નિ સિવાય બીજે કઈ સમર્થ છે? દાવાગ્નિને ઓલવવામાં મેઘ સિવાય બીજો કોઈ સમર્થ છે? મેઘને વિખેરી નાંખવામાં પવન સિવાય બીજો કોઈ સમર્થ છે? આના જવાબમાં જેમ ના આવે છે તેવી રીતે ઘણું ચીંકણ એવા કર્મોને પણ નાશ કરવામાં તપ સિવાય બીજો કે સમર્થ નથી.
૩. તપને કલ્પવૃક્ષના જેવું કહ્યું છે. તેને સંતોષ રૂપી મૂળિયું, શીવ રૂપી ઝીણું પાંદડાં, અને અભયદાન રૂપી મોટા પાંદડાં છે. તેની ઉપર શ્રદ્ધા રૂપી પાણી સિંચાય છે. તેથી તેને વિશાલ કુલ બેલ ઐશ્વર્ય રૂપી વિરતાર (રા) વધે છે. તેને સ્વર્ગાદિકના સુખ રૂપ ફૂલે છે, મલ રૂપ ફળ છે.
ચરમ તીર્થંકર શ્રી મહાવીર પરમાત્માએ જ્યારે દીક્ષા લીધી ત્યાર પછી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન પર્યાવજ્ઞાન એ ચાર શાને કરીને સહિત હતા અને તેથી તે તારક પ્રભુ “હું તમામ કર્મને ક્ષય કરીને આ જ ભવમાં મેક્ષે જવાને છું” એવું જાણતા હતા, છતાં પણ તે પ્રભુએ અનુપમ ફળને આપનાર વિવિધ પ્રકારનાં ચઉવિહાર તપ કર્યા હતા. લગભગ સાડી બાર વર્ષના છદ્મસ્થ પર્યાયમાં ૩૪ દિવસ પારણું કરવા તરીકે આહાર કર્યો હતે. આ ઉપરથી જ તપને મહિમા તથા તે તપ કરવાની જરૂરીયાત. સાબીત થાય છે, જેમ અગ્નિના તાપથી અશુદ્ધ (મેલ વાળું) સોનું મેલ દૂર થાય ત્યારે ચોખ્ખું (સવચ્છ) બને છે, તેમ કર્મ રૂપી મેલથી મલિન થએલા આ સંસારી
તપ રૂપી અગ્નિના તાપથી કમ રૂપી મેલને નાશ કરીને પોતાના આત્માને નિર્મલ બનાવે છે. જે વસ્તુ બહુ ૪ર છે, અથવા જે વસ્તુ મહા દુઃખે કરી મેળવી શકાય એવી હેય, તેવી વસ્તુઓ પણ તપસ્યા કરવાથી મેળવાય (પામી શકાય) છે. કારણ કે તપ સ્થાને અપૂર્વ પ્રભાવ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org