________________
-
શ્રીવર્ધમાનતયઃ પ્રકાશ ]. ગુરૂ–-હે શિષ્ય! પરમ દયાલ શ્રીતીર્થકર દેવે તપની વ્યાખ્યા આ રીતે જણાવી છે.
|| સાવૃત્ત૬ in रसरुधिरमांसमेदोऽ-स्थिमज्जशुक्राण्यनेन तप्यन्ते ॥ कर्माणि चाशुभानी-त्यतस्तपो नाम नरुक्तम् ॥१॥
અર્થ –રસ (શરીરમાં રહેલ પ્રવાહી પદાર્થ), લેહી, માંસ, ચરબી, હાડકાં, માંસપેશી, વીર્ય આ સાતે ઘાતુઓને અને અશુભ કર્મોને જે તપાવે તે તપ કહેવાય. આત્મા એ સુવર્ણ જેવું છે. તેને કર્મ રૂપી મેલ ટેલ છે. તેને શુદ્ધ કરવાને માટે તપ રૂપ અગ્નિ ખાસ જરૂરી છે. એટલે જેમ અગ્નિના તાપથી સોનું નિર્મલ બને છે, તેમ તપ રૂપ અગ્નિના સંબંધથી આત્મા કર્મરૂપી મેલને ત્યાગ કરીને જરૂર શુદ્ધ બને છે. આ રીતે કહેવાનું ખરું રહસ્ય એ છે કે
જ્યાં સુધી આ સંસારી જીની લગાર પણ ગક્રિયા ચાલુ હોય છે, ત્યાં સુધી તેઓને સમયે સમયે ઓછા વધતા પ્રમાણમાં કર્મબંધ ચાલુ હોય છે. તેથી જ તે
ના સ્વરૂપમાં વિચિત્રતા માલુમ પડે છે. કઈ પણ કર્મને બંધ થયા પછી તેને તરત જ ઉદય થતું નથી, પણ ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત તે જવું જોઈએ અને ઉત્કછથી જે કમની જેટલા કેડાછેડી સાગરોપમની સ્થિતિ બાંધી હોય, તે કોડાછેડી દીઠ સે સે. વર્ષ વીત્યા બાદ તે બાંધેલા કર્મને ઉદય થાય છે. દષ્ટાંત તરીકે સમજી લેવું કે જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય (નાની-ઓછામાં ઓછી) સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કડાકોડી સાગરોપમની હોય છે. આને અર્થ એ છે કે આ કર્મની જઘન્ય સ્થિતિમાં પણ અંતમુહૂર્ત પ્રમાણ કાલ અબાધાકાલ તરીકે ગણવાને છે. એટલે તે કર્મ બાંધ્યા પછી અંતર્મુહૂર્ત પ્રમાણુ કાલ જાય ત્યારે ઉદયમાં આવે (તેને ઉદય થાય) અને તે ઉદય અંતમુહૂર્ત સુધી ચાલુ રહે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળું જ્ઞાનાવરણીય કર્મ એક કડાકોડી સાગરોપમ દીઠ સો સે વર્ષ લેતાં ત્રણ હજાર વર્ષ વીત્યા બાદ ઉદયમાં આવે છે. ત્યારે તે કમના બાંધનાર સંસારી જીવે તે કર્મનું ફલ ભેગવે છે. પ્રશ્ન-એક માણસ ચોરી કરતાની સાથે ફાંસીના લાકડે લટકાઈને મરી ગયે, અહીં અબાધાકાલ કઈ રીતે ઘટી શકે? ઉત્તર–ખરી રીતે અહીં પણ ઓછામાં ઓછો અંતર્મુહુર્ત વિગેરે કાલ ગયા બાદ જ તે ચારની તેવી સ્થિતિ બને છે. આ વાત કમ સ્વરૂપના જાણકાર ભવ્ય જીવો જ સ્પષ્ટ સમજી શકે છે. તે વાતનો અજાણ છને ચેરની બીના સાંભળીને આશ્ચર્ય ઉપજે એ બનવા જોગ છે. આ કર્મો પૃષ્ટ, બદ્ધ, નિત્ત, અને નિકાચિત સ્વરૂપવાળા હોય છે. તેમાં પહેલા ત્રણ સ્વરૂપવાળા કર્મો ગીતાર્થ સદ્ગુણી શ્રી ગુરુમહારાજના કહ્યા મુજબ પ્રાયશ્ચિત, પશ્ચાત્તાપ, વિગેરે શુભ આલબનના સેવનથી દૂર કરી શકાય છે. પણ નિકાચિતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org