________________
૨૦
[[વિજયપધસૂરિકૃતપ્રશ્ન-કંઈક અધિક એક વર્ષ સુધી પ્રભુને નિર્દોષ આહાર ન મળે, તેનું શું કારણ?
ઉત્તર–પાછલા ભવમાં ખલાવાઢમાં એકઠા કરેલા ધાન્યને બળદે ખાતા હતા, એટલે ખેડૂતે મારતા હતા, ત્યારે પ્રભુના જીવે ખેડૂતને કહ્યું કે-“ઢે છીંક બાંધવાથી તેઓ ધાન્ય નહિ ખાઈ શકે.” ખેડૂતેએ કહ્યું કે, અમને છીંકુ બાંધતાં નથી આવડતું, ત્યારે પ્રભુએ બળદેના મેઢે છીંકું બાંધ્યું તેથી બળદેએ ૩૬૦ નીસાસા મૂક્યા. એમ બળદેને દુઃખ દેવાથી જે લાભાંતરાય કર્મ બાંધ્યું તેને અબાધા કાલ વીત્યા બાદ દીક્ષાના દિવસે ઉદય થયે, અને સાધિક વર્ષ સુધી તે ઉદય ચાલુ રહ્યો. તે કર્મ ક્ષીણ થયા બાદ પ્રભુને આહાર મળે. - આ આહાર દાનના પ્રભાવે શ્રેયાંસકુમાર મુક્તિપદ પામ્યા. બાકીના તીર્થકરોએ પરમાન (ખીર)થી પારણું કર્યું હતું. પ્રથમ પારણું કર્યા બાદ પ્રભુ ૧૦૦૦ વર્ષ સુધી છસ્થપણામાં વિચર્યા ત્યાર બાદ અદ્મના તપમાં રહેલા પ્રભુને ફાગણ વદિ અગિયારસે પુરિમતાલ નગરે ક્ષપકશ્રેણિમાં ચઢતાં ધ્યાનાક્તરીયકાલે લોકાલેક પ્રકાશક કેવલજ્ઞાન પ્રકટ થયું. પ્રભુદેવે તીથની સ્થાપના કરી. તેમને શ્રી પુંડરીકાદિ ૮૪ ગણધરે, ૨૦૬૦૦ કિય લબ્ધિવાલા મુનિઓ, ૧૨૬૫૦ વાદિમુનિઓ, ૨૦૦૦૦ કેવલી મુનિઓ, ૧૨૭૫૦ ચઉનાણિ મુનિવરે, ૯૦૦૦ અવધિજ્ઞાની, ૪૭૫૦ ચોદપૂવીઓ, ૮૪૦૦૦ સાધુઓ, બ્રાહ્મી આદિ ૩૦૦૦૦૦ સાધ્વીએ, ૩૦૫૦૦૦ શ્રાવક, ૫૫૪૦૦૦ શ્રાવિકાઓ—એ પ્રમાણે પરિવાર હતે. પદ્માસને છ ઉપવાસ કરી મહા વદ તેરસે અષ્ટાપદ પર્વતની ઉપર પ્રભુ સિદ્ધિપદ પામ્યા. આસન્નસિદ્ધિક ભવ્ય જીવે આ બીનાને ધ્યાનમાં લઈને વર્ષીતપ કરે છે. તેને સંક્ષિપ્ત વિધિ (તપાવલીમાં કહ્યા મુજબ, આ પ્રમાણે જાણ. એકાંતરે ઉપવાસ કરવા, પારણે બેસણું, બે વખત પ્રતિકમણ તથા પૂજા વગેરે. “ગ્રી મારિનાથાદ નમ:' આ પદની વિસ નેકારવાલી ગણવી. સાથિયા, પ્રદક્ષિણ, ખમાસણા બાર બાર, ૧૨ લેગસ્સને કાઉસગ્ગ. ફાગણ વદિ આઠમથી તપની શરૂઆત કરાય છે. ત્રણ માસી છ૬ વગેરે અને વૈશાખ સુદિ ત્રીજે છ આદિ યથાશકિત તપ કરી પારણું કરે. ઠામચવિહાર કરશે. આની સવિસ્તર બીના તરત્ન મહોદધિ આદિ ગ્રંથેથી જાણી લેવી. - એ પ્રમાણે ભવ્ય છે અખાત્રીજનું રહસ્ય જાણવા ઉપરાંત વર્ષીતપની સુપાત્રદાનની, લાભન્તરાયાદિ કર્મબંધની બીના જાણ કર્મના બંધથી બચી સુપાત્રદાનને લાભ લેવા પૂર્વક શીલ, તપ, ભાવનાની નિર્મલ સાધના કરી અક્ષય સુખમય મુક્તિપદને પામે એ જ હાર્દિક ભાવના !
સમાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org