Book Title: Deshna Chintamani Part 06
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 248
________________ ૨૦૭ અક્ષયતૃતીયા ] રાજાપણું ભગવ્યું. પ્રભુને સુમંગલા અને સુનંદા નામની બે રાણી હતી. ભરતાદિ પુત્ર અને સૂર્યયશા આદિ પૌત્ર હતા. ચિત્ર વદિ આઠમે ૪૦૦૦ ચાર હજાર પરિવારની સાથે જીદ તપ કરી વડના ઝાડની નીચે પિતાની જન્મ નગરી (અયોધ્યા) માં સંયમપદ પામ્યા. તે વખતે પ્રભુને મન પર્યવ જ્ઞાન ઉપર્યું. ઈદ્ર સ્થાપન કરેલ દેવદૂષ્યધારક, ચઉનાણી, ભગવાન ઋષભદેવે તપસ્વી રૂપે પૃથ્વી ઉપર વિહાર કર્યો. આ અવસરે હસ્તિનાપુર (ગજપુર) માં બાહુબલિના પુત્ર સમયશા રાજાને શ્રેયાંસ નામને પુત્ર હતે. (જેનું વર્ણન આગળ જણા વિશું.) પૂર્વ ભવમાં બાંધેલા લાભાન્તરાય કર્મના ઉદયથી પ્રભુને નિર્દોષ આહાર લગભગ બાર મહિના સુધી મલી ન શકે. આ સ્થિતિમાં પ્રભુ જ્યારે હસ્તિનાપુર પધાર્યા, તે દિવસની રાત્રિએ શ્રેયાંસકુમાર અને સમયશા પિતા તથા સુબુદ્ધ નામના (નગર) શેઠને આ પ્રમાણે સ્વપ્નમાં આવ્યાં : (૧) શ્યામ બનેલા મેરૂ પર્વતને લઈને મેં ઉજજવલ બના–આ પ્રમાણે શ્રેયાંસને સ્વમ આવ્યું. (૨) સૂર્ય બિંબથી ખરી પડેલાં હજાર કિરણોને શ્રેયાંસકુમારે સૂર્ય બિંબથી જેડી દીધાં—એવું સુબુદ્ધિ શેઠને સ્વપ્ન આવ્યું. (૩) એક શૂરવીર પુરૂષને ઘણુ શત્રુઓએ ઘેરી લીધું હતું, તે શૂર પુરૂષ શ્રેયાંસકુમારની મદદથી વિજય પામે–એ પ્રમાણે સોમયશા રાજાને સ્વપ્ન આવ્યું. સવારે ત્રણે જણું રાજકચેરીમાં એકઠા થયા. સ્વપ્નની બીના જાણીને રાજા વગેરે બધાએ કહ્યું કે–“આજે શ્રેયાંસકુમારને કોઈ અપૂર્વ લાભ થે જોઈએ.” ભાગ્યદયે બન્યું પણ તેવું જ. પ્રભુદેવ ફરતા ફરતા શ્રેયાંસકુમારના મહેલ તરફ આવી રહ્યા હતા. ઝરૂખામાં બેઠેલા શ્રેયાંસકુમાર પ્રભુદેવને જોઈને ઘણાં જ ખૂશી થયા. આ વખતની પરિસ્થિતિ એવી હતી કે–લોકોએ કઈ દિવસ સાધુને જોયેલા નહિ, વળી યુગલિકપણને વિચ્છેદ થયાને પણ અ૫ વખત જ થયું હતું. તેથી તેમને “કઈ રીતે સાધુને દાન દેવાય,” એ બાબતને અનુભવ પણ કયાંથી હોય? આ જ કારણથી તેઓ પ્રભુને જોઈને મણિ, સોનું, હાથી, ઘડા વગેરે દેવાને તૈયાર થતા, પરંતુ જ્યારે પ્રભુ કંઈ પણ ન લેતાં ત્યારે “અમારી ઉપર પ્રભુ નારા જ થયા છે,” એવું અનુમાન કરી ઘણે ઘંઘાટ મચાવતા હતા. આ રીતે લગભગ એક વર્ષ વીત્યા બાદ પ્રભુ અહીં (શ્રેયાંસકુમારના મહેલ તરફ) પધાર્યા. શ્રેયાંસકુમારે પ્રભુને જોઈને વિચાર કર્યો કે “અહે! પૂર્વે મેં આવા સાધુવેષ જોયા છે, વગેરે વિશેષ વિચાર કરતાં શ્રેયાંસકુમારને જાતિસમરણ જ્ઞાન થયું, (જાતિ સ્મરણ એ મતિજ્ઞાનને પ્રકાર છે. એનાથી વધારેમાં વધારે પાછલા સંખ્યાતા ભવેની બીના જાણી શકાય, એમ આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયને પહેલા ઉદ્દેશામાં કહ્યું છે.) આ જાતિ મરણના પ્રતાપે શ્રેયાંસકુમારે પિતાની સાથે પ્રભુને નવ ભવનો ૧. અન્યત્ર આઠ ભને પરિચય જાણે એમ કહ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290