________________
[ શ્રીવિજ્યપદ્ધસૂરિકૃતસ્થલે નવું દહેરાસર બંધાવવા માટે એક લક્ષ રૂપિયા ભેગા થયા અને ગામના મુખ્ય લોકેએ ત્યાં દેવાલય બાંધવાની હા પાડી.
શ્રી મલવાદિ-શિષ્યના શ્રાવકોએ ત્યાંના રહીશ આશ્વર અને બુદ્ધિનિધાન મહિષ નામના કારીગરોને ચૈત્ય બાંધવાનું કામ સોંપ્યું. થોડા જ સમયમાં તે કામ પૂર્ણ થયું. તે કામના ઉપરીને દરરોજ પગાર તરીકે એક દ્રમ્પ આપવામાં આવતું હતું. તેમાંથી
ડું ભેજનાદિના ખર્ચમાં વાપરતાં બાકીના બચેલા દ્રવ્ય વડે તેણે ચૈત્યમાં પિતાના નામની એક દેવકુલિકા કરાવી, જે હાલ પણ હયાત છે. પછી શુભ મુહૂતે અભય દેવસૂરિજીએ ત્યાં બિંબની પ્રતિષ્ઠા કરી. તે જ દિવસે રાતે ધરણેન્દ્ર આવીને સૂરિજીને વિનતિ કરી કે–મારા ઉપર કૃપા કરી આપ આ સ્તવનમાંની છેલ્લી બે ગાથાઓ ગોપવી રાખે. સૂરિજીએ તેમ કરી ત્રીસ ગાથા કાયમ રાખી. ત્યારથી તે સ્થલ તીર્થ તરીકે ગણાયું. જન્મકલ્યાણકના મહોત્સવમાં પ્રથમ ધૂળકાના મુખ્ય શ્રાવકે જળ કળશ લઈને ભગવંતને અભિષેક કર્યો. ત્યાં બિબાસનના પાછળના ભાગમાં ઐતિહાસિક અક્ષર પંક્તિ પૂર્વે લખવામાં આવેલ છે, એમ લેકમાં સંભળાય છે.
શ્રી જિનેશ્વરસૂરિ તથા બુદ્ધિસાગરસૂરિ ચિરકાલ સંયમજીવન પાલી છેવટે અનશન કરીને સ્વર્ગે ગયા. શ્રી અભયદેવસૂરિ મહારાજાએ પ્રથમ ઉપાંગ શ્રી ઔપપાતિક સૂત્રની અને પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ બનાવેલ શ્રી પંચાશકશાસ્ત્રની ઉપર અપૂવ વિદ્વતા ભરેલી ટીકા બનાવી છે, જે થોડા વર્ષો પહેલાં શ્રી જૈનધર્મ પ્રસારક સભાએ છપાવી છે.
શ્રી અભયદેવસૂરિના અને શ્રી સ્તંભન પાર્શ્વનાથના સંબંધમાં શ્રી ઉપદેશ પ્રસાદને અનુસાર આ વૃત્તાંત છે–આચાર્યપદથી વિભૂષિત થયા બાદ શ્રી અભયદેવસૂરિજી મહારાજ વિહાર કરતાં સંભાણુક ગામથી છેલકા થઈને થંભનપુરમાં પધાર્યા. ત્યાં અતિ તુચ્છ આહાર કરવાથી કોહનાઝ મહાગથી તે એવા દુઃખી થયા કે હાથ પગ હલાવવાની પણ તેમનામાં શક્તિ રહી નહી. એક દિવસ સાંજે સૂરિજીએ પ્રતિક્રમણ કરીને શ્રાવકેને + કહ્યું કે-આ રોગની પીડા બહુ થતી હોવાથી હું એક પણ ક્ષણ તે સહન કરવા સમર્થ નથી, તેથી કાલે અનશન કરીશ. તે સાંભળી શ્રાવકે ઘણા દીલગીર થયા. તે પછી તેરસની અડધી રાતે શાસન દેવીએ આવીને સૂરિજીને કહ્યું કે–હે ગુરુજી ! ઊંઘે છે કે જાગે છે? ગુરુએ ધીમે સ્વરે કહ્યું કે-જાગું છું. દેવીએ કહ્યું કે-ઊઠે, આ સૂતરની નવ કોકડી ઉકેલે ! ગુરુ બોલ્યા કે–આવા શરીરે હું શી રીતે ઉકેલી શકું? દેવીએ અવધિજ્ઞાનથી જાણીને કહ્યું કે-લાંબે કાળ જીવીને હજુ નવ અંગની વૃત્તિ કરવાનું જેના હાથમાં છે
* આ રોગ સંભાણુક ગામમાં થયે, એમ તંભનકક૫શિલોછમાં કહ્યું છે.
+ આ શ્રાવકમાં ઘણાખરા નજીકના ગામોમાં રહેતા હતા, અને પાક્ષિક પ્રતિક્રમણ કરવા માટે આવતા હતા. અનશનની ઇચ્છાવાળા ગુરુએ ખમાવવા માટે પણ તેમને બોલાવ્યા હતા.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org