________________
-
-
-
૧
શ્રીઅધ્યાનગરી ]
૨૦૩ સાકેતપુર, ઈક્વાભૂમિ, રામપુરી વગેરે નામથી ઓળખાવી છે. સુગ્રહીત નામધેય શ્રી આદિનાથ, શ્રી અજિતનાથ, શ્રી અભિનંદન સ્વામિ, શ્રી સુમતિનાથ અને શ્રી અનંતનાથ, એમ પાંચે તીર્થકરેની તથા શ્રી મહાવીરદેવના નવમા ગણધર શ્રી અચલ ભ્રાતાની પણ-જન્મભૂમિ આ જ નગરી છે. આજ નગરીમાં પૂર્વે દશરથ, રામચંદ્ર, ભરત વગેરે અનેક રાજાઓ થઈ ગયા છે. જેની સંપૂર્ણ બીના કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીએ બનાવેલા તેસઠ શલાકા પુરૂષચરિત્રના ૭ મા પર્વમાંથી મળી શકે તેમ છે.
વિમલવાહન વગેરે સાતે કુલકરે પણ આ જ નગરીમાં થઈ ગયા. અહીં જ બલ દેવ શ્રી રામચંદ્રજી આદિને સતી શિરોમણિ સીતાએ પવિત્ર શીલનો ચમત્કાર બતા હતો. સીતા અગ્નિમાં પડવાની તૈયારી કરે છે, ત્યાં શીલના જ પ્રભાવે અગ્નિ જલરૂપ થઈ જાય છે. તે મહાસતીએ શીલના જ મહિમાથી જલના ઉપદ્રવથી પીડાતી આખી નગરીને (પ્રજાને) બચાવી.૧
ભરતક્ષેત્રના મધ્યમાં રહેલી આ નગરી જ્યારે ઈંદ્રની આજ્ઞાથી કુબેરદેવે વસાવી ત્યારે લંબાઈમાં ૧૨ જન પ્રમાણ અને પહોળાઈમાં નવ જન પ્રમાણે હતી. પૂર્વે આ સ્થલે રત્નમય ભવ્ય વિશાલ મંદિર હતું, જેમાં સંઘના સકલ વિદને હઠાવનાર ચક્રથરી માતાની અને મુખ યક્ષની મહાપ્રભાવશાલી મૂર્તિઓ હતી. અહીંને ઘર્ઘર નામને વિશાલ કહ, જે સ્થલે સરયૂ નદીને મળે છે, તે સ્થલ સ્વર્ગદ્વાર એવા નામથી ઓળખાય છે. આ શ્રીઅયોધ્યાનગરીની ઉત્તર દિશામાં બાર એજન છેટે શ્રી અષ્ટાપદ નામને ભવ્ય પર્વત આવેલ છે. અહીં દેવાધિદેવ શ્રી ઋષભદેવ, મહા વદિ તેરસ (ગુજરાતી પોષ વદિ ૧૩) ને દિવસે, છ ઉપવાસ કરીને પદ્માસને ૧૦૦૦ પુરુષની સાથે સિદ્ધપદ પામ્યા છે. એથી વખંડનાયક, ૫૦૦ ધનુષની કાયાવાલા, ૮૪ લાખ પૂર્વના આયુષ્યવાળા તથા આરીસા ભુવનમાં અનિત્ય ભાવના તથા અશુચિ ભાવના ભાવીને કેવલજ્ઞાન મેળવનાર શ્રી ભરત ચક્રવર્તિએ “સિંહનિષદ્યાયતન” નામને ત્રણ ગાઉ ઉંચે ભવ્ય પ્રાસાદ બંધાવ્યું. એમાં વર્તમાન વીશીના વીશે તીર્થકરનાં, દરેકના વર્ણ, ઉંચાઈ અને સંસ્થાનને અનુસારે
વીશ બિંબ પધરાવ્યાં હતાં. તે બિંબને ક્રમ આ પ્રમાણે ગોઠવવામાં આવ્યું હતું - પૂર્વ દિશામાં, પૂર્વાનુપૂવકમ પ્રમાણે, પહેલા બે તીર્થકરોનાં બિંબ, દક્ષિણ દિશામાં શ્રી સંભવનાથ આદિ ચાર પ્રભુનાં બિબે, પશ્ચિમ દિશામાં શ્રી સુપાર્શ્વનાથ આદિ ૮ પ્રભુનાં બિંબ તથા ઉત્તર દિશામાં શ્રી ધર્મનાથ આદિ ૧૦ પ્રભુનાં બિંબ પધરાવ્યાં. તે ઉપરાંત પિતાના ભાઈ એના ૧૦૦ સ્તૂપો (દેડીએ) કરાવ્યા.
પ્રભુ શ્રી આદિદેવ વગેરેના સમયમાં આ નગરીના લેકે આ પર્વતની નીચાણવાલી ભૂમિમાં આનન્દભેર ક્રીડા કરતા હતા. અહીં હાલ પણ શ્રી ઋષભદેવનું ભવ્ય મંદિર હયાત
૨. આ બનાવ બન્યા બાદ સીતાજી-સંસારને વિચિત્ર સ્વભાવ વિચારી રામની પહેલાં જ સંયમ લે છે, છેવટે બારમા અય્યત દેવલોક સમ્યગ્દષ્ટિ કે થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org