________________
એક અતિ પ્રાચીન કલ્યાણક-ભૂમિ.
શ્રી અયોધ્યા નગરી. લેખક–આચાર્ય મહારાજ શ્રી વિજયપત્રસૂરિજી.
અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જૈનેન્દ્ર દર્શન દુનિયાનાં તમામ દેશને માં અગ્રેસર છે, કારણ કે આત્માને નિર્મલ બનાવવા માટે સર્વાગપૂર્ણ સાધને જૈનદર્શન સિવાય બીજા દર્શનેમાં દેખાતાં જ નથી. આ દર્શનથી જ જીવ, કર્મ વગેરેના અપૂર્વ તત્વજ્ઞાનને પણ અનુભવ મળી શકે છે. કર્મોનાં ક્ષપશમ, ઉપશમ, ક્ષય આદિ જેમ દ્રવ્ય, કાલ, ભાવ અને ભવ દ્વારા થાય છે તેમ ક્ષેત્રના પ્રભાવે પણ થાય છે માટે જ પરમ પૂજ્ય શ્રી શત્રુંજયાદિ તીર્થોની માફક કલ્યાણક ભૂમિઓ પણ અજ્ઞાન દશાથી બાંધેલાં કર્મોનાં પશમાદિ કરાવી શકે છે. તેવા પવિત્ર સ્થળની સ્પર્શના મનની ઉપર સારામાં સારી અસર કરી શકે છે. નિર્યુક્તિકાર પરમ પૂજ્ય શ્રુતકેવલી શ્રી ભદ્રબાહસ્વામી મહારાજે ફરમાવ્યું છે કે, “મેક્ષ રૂપી મહેલના પાયા સમાન શ્રી સમ્યગ્દર્શનાદિને અપૂર્વ લાભ મેળવવાની ઈચ્છાવાળા ભવ્ય જીવેએ તેવા પવિત્ર ક્ષેત્રની સ્પર્શના જરૂર કરવી જોઈએ.”
શ્રી અયોધ્યા નગરી કલ્યાણક ભૂમિ તરીકે જન શાસ્ત્રોમાં ખૂબ પ્રસિદ્ધ છે. પ્રાતઃ સ્મરણીય શ્રી કલ્પસૂત્ર, શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ આદિ સૂત્રમાં અને શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર વગેરે ગ્રંથમાં અનેક પ્રસંગે અયોધ્યાને ઉલેખ આવે છે. તેથી આ નગરીને ઈતિહાસ જાણવા માટે દરેક જિજ્ઞાસુને ઉત્કંઠા રહે એ સ્વાભાવિક છે. વાચક વર્ગ તેની બીન જાણુને વંદન પૂજાનાદિથી આત્માને નિમંલ બનાવે એ આશયથી તીર્થકલ્પાદિ અનેક બંને આધારે શ્રીઅયોધ્યા નગરીને ઈતિહાસ નીચે પ્રમાણે જણાવું છું. જેમાં વચમાં જૈનપુરી રાજનગર (અમદાવાદ)ની નજીક આવેલ શ્રી સેરીસા તીર્થની પણ ટૂંક બીના આવશે.
વર્તમાન વીશીના પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર પ્રભુના રાજ્યાભિષેકના પ્રસંગે યુગલિઆઓએ કમલિનીના પાંદડાંઓના દડીઆ બનાવી તેમાં પાણી ભરી લાવી પ્રભુના ચરણકમલની ઉપર સ્થાપન કર્યું (ધાર કરી). સૌધર્મેન્દ્ર-યુગલિકની આ વિનય પ્રવૃત્તિ જોઈને કહ્યું કે-“આ સારા વિનીત (વિનયવાળા) પુરૂષે છે” ત્યારથી અધ્યાનગરી વિનીતા” આ નામથી પ્રસિદ્ધિ પામી. બીજા ગ્રંથમાં આ નગરીને કેશલા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org