________________
૧૮૯
શ્રીસ્થંભનપાર્થબ્રહલ્પ
तडबूज कलिंगं च, भोज्यं शीतं च वातुलम् ।
कपित्थं बदरीजंबू-फलानि घ्नंति धीपणाम् ॥ અર્થ–તડબૂચ, કાલિંગડું, ઠડું તથા વાયુ કરનાર ભેજન, કેડ, બોર અને જાંબૂ એ સાત વસ્તુઓ બુદ્ધિને હણે છે.
શ્રી અભયદેવે ગુરુના વચન પ્રમાણે જ આહાર કરવા માંડ્યો. કેટલાક સમય વીત્યા બાદ ગુરુ શ્રી જિનેશ્વરસૂરિજીએ અભયદેવને યોગ્ય જાણીને સ. ૧૦૮૮ માં આચાર્ય પદવી આપી. ત્યારથી તેઓ આચાર્ય અભયદેવસૂરિના નામથી ઓળખાવા લાગ્યા. આ શ્રી અભયદેવસૂરિએ ઘણું ભવ્ય જીને સન્માર્ગની દેશના દઈ સાત્વિક માર્ગના ઉપાસક બનાવ્યા. અનુક્રમે વિહાર કરતાં તે સૂરિ પત્યપદ્રપુર તરફ ગયા.
એક વખત દુકાળ પડવાથી દેશની દુર્દશા થઈ સિધ્ધાંત તથા વૃત્તિઓને પ્રાયે ઉચ્છેદ થવા લાગ્યો. જે કાંઈ સૂત્રાદિ રહ્યાં, તેઓને વૃત્તિ આદિ સાધન નષ્ટ થયેલાં હોવાથી યથાર્થ શબ્દાર્થ મહાપ્રજ્ઞાશાલી મુનિઓને પણ જાણ મુશ્કેલ થયે. આ પ્રસંગે એક વખત અર્ધરાત્રે ધર્મધ્યાનમાં સાવધ રહેલા શ્રીઅભયદેવસૂરિને વંદના કરી શાસનની અધિષ્ઠાયિકા દેવીએ કહ્યું કે પૂર્વે મહાશાસનના થંભ સમાન પરમ પૂજ્ય શ્રી શીલાંગ કેટિ (શીલાંગાચાર્ય–કેટયાચાર્ય) નામના આચાર્ય અગીયારે અંગની વૃત્તિઓ રચી હતી; તે હાલ કાલને લઈને બે અંગ (આચારાંગ, સૂયગડાંગ)ની જ વૃત્તિ હયાત છે, બાકીના અંગેની વૃત્તિઓ વિચ્છેદ પામી ગઈ તેથી સંઘના હિતને માટે હવે શ્રી સ્થાનાંગાદિ નવે અંગેની ટીકાઓ બનાવવાને ઉદ્યમ કરે! દેવીનું આ વચન સાંભળીને સૂરિજીએ કહ્યું કે–હે માતાજી! સુગૃહીતનામધેય શ્રી સુધર્માસ્વામી ગણધરે રચેલાં સૂત્રનું યથાર્થ રહસ્ય જાણવાને પણ મારા જે અલ્પબુધ્ધિ અસમર્થ છે, તે પછી ટીકાઓ તે કેમ બનાવી શકું? કારણ કે કદાચ કેઈ સ્થલે સૂત્રવિરૂધ્ધ કહેવાઈ જાય તે મહાપાપ લાગે. જેથી સંસારમાં અનંતી વાર ભટકવું પડે. ત્યારે દેવીએ કહ્યું કે—હે સુજ્ઞશિરોમણિ! આ કાર્ય કરવામાં તમે જ લાયક છે, એમ હું માનું છું. વૃત્તિઓ બનાવતાં કદાચ સંદેહ પડે તે મને પૂછવું. હું મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામિને પૂછીને તે બાબતને ખૂલાશે કહીશ, માટે આ કાર્ય તમે શરૂ કરે. હું તમારી આગળ પ્રતિજ્ઞા કરું છું કે—તમે યાદ કરશે કે તરત જ હાજર થઈશ.
દેવીના વચનથી ઉત્સાહવત થયેલા શ્રી આચાર્ય મહારાજે વૃત્તિઓ બનાવવાની શરૂઆત કરી. ૧ટીકાએ પૂરી થાય ત્યાં સુધી આયંબિલ તપ કરવાની પ્રતિજ્ઞા લીધી
૧. આ બાબતમાં બીજાઓ એમ કહે છે કે-જોકે અભયદેવસૂરિના સમયમાં નવ અંગોની ટીકાઓ હયાત ન હોવાથી તેમણે નવી ટીકાઓ બનાવી, એમ પ્રભાવક ચરિત્રમાં કહેલ છે, પણ જેમ તે જ સૂરિએ શ્રી ભગવતીની સ્વત ટીકામાં પંચમાંગની બે ટીકા છે એમ લખ્યું છે. તેમ બીજા સૂત્રોની પણ ટીકાઓ હતી એમ કહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org