________________
૧૬૮
[ શ્રીવિજયપગ્નસૂરિકૃતએ પ્રમાણે સાંભળતાં નાગાજીને આશ્ચર્ય પામી વિચાર્યું કે સૂરિજીની સિદ્ધિઓની આગલ મારી સિદ્ધિ શા હિસાબમાં છે? ચિત્રાવેલી કયાં અને કૃષ્ણમુંડી (એક જાતની વનસ્પતિ) ક્યાં? શાકંભરી (દુર્ગા)નું લવણ કયાં? અને વજકંદ કયાં? દૂર દેશમાં રહેતા અને વનસ્પતિ (ઔષધે)ને એકઠી કરતાં હંમેશાં ભિક્ષા ભેજન કરવાથી મારે દેહ પ્લાન (નિસ્તેજ ) થઈ ગયું છે. એ આચાર્ય તે બાળપણથી જ માંડીને
કેમાં પૂજાયા છે. આકાશગામિની વિદ્યાથી સાધ્ય સાધનાર તે હંમેશાં સુખમાં રહે છે. વળી તેમના શરીરના મલ મૂત્રાદિકના પ્રભાવે માટી અને પત્થર વિગેરે સો ટચના સુવર્ણ બને છે. તે પૂજ્ય સૂરિજીને પ્રભાવ વચનાતીત અને અપૂર્વ છે! એમ ધારી પિતાના રસ-ઉપકરણ મૂકીને નાગાર્જુન આચાર્ય શ્રી પાદલિપ્ત પ્રભુની પાસે આવી નિરભિમાની બની કહેવા લાગ્યો કે હે નાથ! દેહસિદ્ધ અને સ્પૃહાને જીતનાર એવા આપ પૂજ્યને જોવાથી મારે સિદ્ધિ ગર્વ સર્વથા ગળી ગયું છે. હું કાયમને માટે આપશ્રીના ચરણકમલની સેવાને લાભ લેવા ચાહું છું. વ્યાજબી જ છે કે મિષ્ટાન મળે તે તુચ્છ ભજન કોને ભાવે? એમ પિતાને અભિપ્રાય જણાવીને નાગાર્જુન શ્રી પાદલિપ્તસૂરિજીની પગ ધેવા આદિથી નિરંતર ભક્તિ કરવા લાગે.
એવામાં મુનિએ જ્યારે અન્યત્ર (બીજે સ્થલે) વિહાર કરી ગયા, ત્યારે શ્રી આચાર્ય મહારાજ-પૂર્વે કહેલ પાંચ (સિદ્ધગિરિ-ગિરિનાર, સમેતશિખર, અષ્ટાપદ, આબુ) તીર્થો પર આકાશ માર્ગે જઈ ત્યાં ભગવંતને વંદન કરી એક મુહૂર્તમાં નિયમપૂર્વક પાછા આવ્યા. કારણ કે કલિયુગમાં તે સૂરિજી વિદ્યાચારણ સમાન લબ્ધિવાળા હતા. તે તીર્થ વંદન કરીને આવ્યા ત્યારે ઔષધિઓને જાણવાની ઈચ્છાથી નિર્વિકાર નાગાર્જુને તેમના પગ ધાયા. તેમાં સુંઘતાં, વિચારતાં, જોતાં, ચાખતાં, અને અડકતાં તેણે પિતાના બુદ્ધિબળથી એકસો સાત ઔષધિઓ જાણી લીધી. પછી તે તે ઔષધિઓને મેળવીને ઘુંટીને એક રસ કરીને તેને લેપ કરી તેણે ઉડવા માંડ્યું, પરંતુ કુકડાની જેમ ઉંચે ઉછળીને તે નીચે પડવા લાગે. એમ ઉંચા ભાગથી નીચે પડતાં તેના ઢીંચણને વાગ્યું, એવામાં લેહી વહેતી તેની જઘાને જોઈને સૂરિજીએ કહ્યું કે-અહો ! શું ગુરૂ વિના પાદપ સિદ્ધ થયે? ત્યારે નાગાર્જુને કહ્યું કે ગુરૂ વિના સિદ્ધિ ન થાય, પરંતુ આ તે મેં મારી બુદ્ધિબલની પરીક્ષા કરી. આ તેનાં સરલ અને સાચાં વચન સાંભળી પ્રસન્ન થઈ સૂરિજીએ કહ્યું કે-હે ભદ્ર! સાંભળ, હું તારી રસસિદ્ધિ કે શુશ્રષા (ભક્તિ)થી રાજી થયે નથી, પરંતુ તારૂં અપૂર્વ બુધિબળ જોઈને રાજી થયો છું. કારણ કે પગ જોવા માત્રથી વસ્તુઓના નામ કેણ જાણી શકે ? માટે હું તને આકાશગામિની વિદ્યા આપીશ. પરન્તુ તું મને ગુરૂદક્ષિણામાં શું આપીશ? ત્યારે નાગાર્જુને કહ્યું કે હે ભગવન્! આપ જે ફરમાવે તે આપવાને હું તૈયાર છું. એટલે આચાર્ય બોલ્યા કે “તું વિદ્યાસિદ્ધ થાય તેથી મારા મનને સંતોષ છે. તેને સત્ય અને પથ્ય હું કહીશ માટે આ ગાથા સાંભળઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org