________________
૧૩૬
[ શ્રીવિજ્યપધસૂરિકૃતફોડાય શંખાદિક જલૌકા આદિ નીચોવાય છે,
ઔષધે ગપદાદિક ઉદર બહાર કઢાય છે; ચોળાય તનની સાથ કીડી જા અને માંકડ વલી, ઉષ્ણ જલ રેડાય તપતા તેમ ચગદાએ વલી.
૧૮૪ સ્પષ્ટાર્થ–મનુષ્ય બેઈન્દ્રિય એવા શંખલા છીપ કોડા વગેરેને કેડે છે. મનુષ્ય દેહનું ખરાબ લેહી પીને પુષ્ટ થયેલ જળને નીચેવે છે. પેટમાં થતા ગંડેલાને ઔષધ વડે પેટની બહાર કાઢે છે. હવે તેઈન્દ્રિય જીવોનાં દુઃખ કહે છે –કીડી, જૂ, માંકડ વગેરે શરીરની સાથે રોળાય છે, મસળાય છે, તેમના ઉપર ઉનું પાણી રેકાય છે તેથી તેઓ તપીને બળીને નાશ પામે છે. વળી પગ તળે કચરાઈને પણ તેઓ મરણ પામે છે. ૧૮૪ સંમાર્જને પીડાય કુંથુ પ્રમુખ આસન આદિથી,
નીચે દબાય બહુજ દુઃખ સહેવાય ત્રીન્દ્રિય જીવથી; ભમરા વગેરે તાડનાદિ સહ ચતુરિંદ્રિયપણે, પંખા વગેરેથી જ તાડન આદિ મચ્છર આદિને.
૧૮૫ સ્પષ્ટાથ–સાવરણી આદિ સાધનોથી કુંથુ આ વગેરે જેવી પીડા પામે છે, તથા મરણ પણ પામે છે. આસન વગેરેની નીચે દબાવાથી તેઓ ઘણાં દુઃખને પામે છે. એવી રીતે ઈદ્રિય છે પણ અનેક પ્રકારનાં દુઃખને સહન કરે છે. હવે ચતુરિંદ્રિય જીનાં દુઃખનું વર્ણન કરતાં કહે છે કે ભમરા ભમરી, મધમાખ વગેરે ચતુરિંદ્રિયપણામાં તાડન વગેરે દુઃખને સહન કરે છે, તેમના મધને લેવાને માટે ધુણી વગેરે કરીને તેમને પીડ. વામાં આવે છે. વળી મચ્છર વગેરે ચતુરિંદ્રિય જીવોને પણ પંખા વગેરેથી તાડન કરવામાં આવે છે. તેમને દૂર કરવાને માટે ધુણી વગેરે કરવામાં આવે છે તેથી તેઓ ગુંગળામણ વગેરેને સહન કરતાં મરણ પણ પામે છે. ૧૮૫
વિકલેન્દ્રિય તિર્યંચના દુઃખની પૂર્ણતા કરી પંચેન્દ્રિય તિર્યંચના દુઃખનું વર્ણન ત્રણ ગાથાઓમાં કરે છે - મક્ષિકાદિકને ગિરાળી આદિ શીધ્ર મળી જતા,
ચતુરિન્દ્રિયાને અન્ય પણ દુઃખ ભય ભરેલા દિન જતા; એક બીજાને પરસ્પર ખાય મસ્યાદિક અને,
પકડાય ધીવર આદિથી જ ગળાય ચરબી કાજ એ. ૧૮૬ સ્પષ્ટાર્થ –ગિરોળી વગેરે હિંસક જીવો માખી, કુદાં, વગેરેને પકડીને તરત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org