________________
દેશનાચિંતામણિ ]
૧૫૭ આત્માને હિતકારી દષ્ટિ પ્રકટે છે તેથી કરીને તે પુણ્યવાન છે પિતાની અંદર રહેલા આઠ કર્મરૂપી શત્રુઓને નાશ કરીને સિદ્ધિના સાદિ અનંત સુખરૂપ કલ્યાણને સાધી શકે છે. આ લેખમાં જણાવેલ “આત્મદષ્ટિ”નું સ્વરૂપ ટૂંકામાં આ રીતે જાણવુંઅધ્યાત્મશાસ્ત્રના વચનને અનુસારે (૧) આત્મદષ્ટિ છે (૨) બાહાદષ્ટિ છે એમ જીના બે ભેદ સંભવે છે. તેમાં જે જે મનુષ્યભવ અને અવિચ્છિન્ન પ્રભાવશાલિ–ત્રિકાલાબાધિત શ્રી જૈનેન્દ્રશાસન તથા જિનવાણું તેમજ સદ્ગુરુની વાણીનું શ્રવણ, અહિંસા, સંયમ, તપ અથવા દાનાદિ–વરૂપ મુકિતના સાધનની પરમ દુર્લભતાને લક્ષ્યમાં રાખીને આ રીતે ભાવના ભાવે છે કે-હું એક જ છું એટલે જન્મતાં એકલે જ આવ્યો છું, ને મરણ સમયે પણ હું એકલે જ પરભવમાં જવાને છું. સેનાની લગડી આદિ સાથે લઈને કોઈ પણ જીવ અહીં જન્મ લેતે નથી, ને ધનાદિમાંનું કાંઈ પણ સાથે લઈને પરભવમાં જ નથી. તે છતાં સ્ત્રી કુટુંબ દેલત વગેરેને પિતાના માનીને તે દરેકના પિષણ રક્ષણાદિ નિમિત્તે આરંભ સમારંભ કરતાં જે બદ્ધાદિ સ્વરૂપવાળાં ચીકણું કર્મો બંધાય, તેનાં ફલ મારે પિતાને જ ભોગવવા પડશે, તેમાં સ્ત્રી આદિમાંનું કેઈપણ મારાં દુઃખમાં ભાગ લેશે નહિ, સૌ સ્વાર્થનાં જ સગાં છે. તે પછી વાસ્તવિક રીતે તે મારા હોઈ શકે જ નહિ. તે મારાં છે એમ મારે ન માનવું જોઈએ. તેમ હું પણ તેમને નથી. મારી વસ્તુ (નિર્મલ જ્ઞાન દર્શન ચારિત્ર) મારી પાસે જ છે. તેની નિર્મલ આરાધના કરી મુક્તિના અવ્યાબાધ સુખ મેળવવા એમાં જ માનવજન્મની ખરી સફલતા છે. વિભાવ, પર પરિણતિ કે કલેશ એ જ સંસારનું મુખ્ય કારણ છે. સ્વભાવ સ્થિરતા, નિજગુણ રમણતા કે કલેશ રહિત શીલ શમતા સંયમની પરમ ઉલ્લાસથી સાત્વિકી આરાધના કરવી, એ મોક્ષસુખને જલદી દેનારા અસાધારણ કારણ છે. અને “નિતો મવાનું વધે તે મ” બહિરાત્મ ભાવે વર્તાનારા તમામ ચકવતી આદિ સંસારી જી ભલેને ષટ ખંડ પૃથ્વી આદિને જીતીને પોતાના આત્માને વીર તરીકે માનતા હોય, પણ ખરા વીર તે કામ, ક્રોધ, મદ, માન, રાગ દ્વેષાદિ અંતરંગ શત્રુઓને જીતનારા છ જ કહેવાય. હે જીવ! તે તે તેને (રાગાદિને) જીત્યા નથી, પણ તેનાથી (રાગાદિથી) તું છતાયે છું. એટલે તું રાગાદિને વશ થ છું; આત્મા કરતાં દેહાદિને અધિક માનીને તેને માટે વિવિધ પાપકર્મો (આરંભ સમારંભાદિ) કરીને રાજી થાય છે. પણ યાદ રાખજે કે—મરણને ભય દિનપ્રતિદિન વધે જ જાય છે. એમ ભરત ચક્રવર્તાના જેવી ભાવના ભાવવા પૂર્વક પિતાના આત્માને હિતકારી એવા નિર્મલ જ્ઞાનાદિની આરાધના રૂપ મોક્ષમાર્ગની સાત્વિક આરા ધના પરમ ઉલ્લાસથી કરનારા પુણ્યશાલી જી આત્મદષ્ટિ કહેવાય. કારણ કે તેઓ દેહાદિ પદાર્થોને ક્ષણભંગુર માનીને આત્મહિત કરવા તરફ જ લક્ષ્ય રાખીને તેવા જ આચારશદિને આરાધે છે. આવી આત્મદષ્ટિને પ્રકટ કરવાનું અપૂર્વ સાધન શ્રી તીર્થકરાદિ લોકોત્તર મહાપુરૂષોના જીવન ચરિત્રાદિના શ્રવણ-મનન-અને નિદિધ્યાસન છે. માટે જ તેમના જીવનને કૃમિક વિકાસ અહીં બસે ને ત્રીસમા કલેકમાં ગ્રંથકાર જણાવે છે. ૨૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org