________________
દેશનાચિંતામણિ ]
આ ગ્રંથને સમાપ્તિ કાળ જણાવે છે – નયન શશિ ગગનાક્ષિ વૈક્રમ વર્ષ અક્ષય ત્રીજ દિને,
દેશના ચિંતામણિ ગુરૂ ગ્રંથ છટ્ઠા ભાગને; પરમોપકાર નેમિસુરિના પદ્મસુરિ સંધની, | વિનંતિથી રાજનગરે હિતમતિથી સ્વપરની.
૨૩૫ સ્પષ્ટાર્થ –હવે ગ્રંથને સમાપ્તિ કાળ જણાવતાં કહે છે કે વિક્રમ સંવતના નયન (૨) શશિ (૧) ગગન (0) અક્ષિ (૨) વર્ષે એટલે ર૦૧૨ ના વર્ષમાં અક્ષય તૃતીયાના દિવસે એટલે વૈશાખ સુદ ત્રીજને દિવસે “શ્રી દેશનાચિંતામણિ” નામના મોટા ગ્રંથના આ છ ભાગની પરમ ઉપકારી ગુરૂ મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના શિષ્ય આચાર્યશ્રી વિજયપઘ્રસૂરિએ સ્વશિષ્ય મુનિશ્રી વિદ્યાપ્રવિજયજી તપસ્વિ-ગુરૂ ભકિતપરાયણ મુનિરાજશ્રી ભકિતવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રીરાજવિજયજી તથા દેવગુરૂ ધર્મારાધક શેઠ ઈશ્વરદાસ મૂલચંદ, શેરદલાલ સારાભાઈ જેસંગભાઈ, શેરદલાલ મનુભાઈ જેસંગભાઈ વગેરે શ્રી સંઘની વિનતિથી સ્વપરને હિત કરવાની ભાવનાથી રાજનગરમાં રચના કરી. ૨૩૫
ગ્રંથકાર ગ્રંથ રચનામાં ભૂલ ચૂકની ક્ષમા માગે છે-- રચતા પરમ ઉલ્લાસથી ભૂલ ચૂક માફી માગતા,
ભાવભકિત કરી પ્રભુની જીવન સફલું માનતા; દેશના વિસ્તારથી પ્રભુ શેષ જીવન ટૂંકમાં, વર્ણવ્યું શશિ રવિ પરે છે ગ્રંથે વિજયી વિશ્વમાં
૨૩૬ સ્પષ્ટાર્થ –એ પ્રમાણે પરમ હર્ષ અને ઉલ્લાસથી ગ્રંથની રચના કરી. તેમાં કાંઈ ભૂલચૂક થઈ હોય, તે હું તે સંબંધિ માફી માગું છું. હું આ ગ્રંથની રચના કરવા વડે પ્રભુની ભાવભકિત કરીને મારા જીવનને સફળ થએલું માનું છું. આ ગ્રંથમાં પ્રભુની દેશના વિસ્તાર પૂર્વક આપી છે. પ્રભુના બાકીના જીવનને સંક્ષેપમાં જણા વ્યું છે. હું ચાહું છું કે જેમ ચંદ્ર અને સૂર્ય વિશ્વમાં વિજયવંતા વતે છે તેમ આ ગ્રંથ પણ વિશ્વમાં વિજયી બને. ૨૩૬
ગ્રંથ રચનાના પુણ્ય ફલની ચાહના જણાવે છે – રચના જનિત જે પુણ્ય અર્પે તાસ ફલરૂપ ચાહના,
એજ મારી સર્વ જીવ સાધક બની જિન ધર્મના મુકિતના સુખને લહે (જે પમાડે અન્યને,
જૈનશાસન વિજય પામે વિજય પામે પ્રતિદિને.
२३७
૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org