________________
દશનાચિંતામણિ ]
૧૫૯ નરકમાં ગયેલા એવા પણ તીર્થકરના છ-સમ્યગ્દષ્ટિ હોવાથી ક્ષેત્રકૃતાદિ વેદના સમતાભાવે સહન કરીને નરકાયુ પૂર્ણ કરી ઉત્તમ મનુષ્ય ભવમાં તીર્થંકર થઈ સિદ્ધિ પદને પામે છે. ૨૩૦
છેલા ભવમાં તીર્થકરોનું વર્તન કેવું હોય છે તે બે ગાથામાં જણાવે છેઅંત્ય ભવમાં જન્મથી પણ જ્ઞાન આદિ ગુણો ધરે,
પ્રૌઢ જેવા દીપતા મુશ્કેલીઓ પરની હરે; યૌવને આસકિત ટાળી શુધ્ધ સંયમ પાળતા, પરીષહ સહતા સમ બને માન અપમાન થતા.
૨૩૧
સ્પષ્ટાર્થડ–દેવ ભવમાંથી અથવા નારકના ભવમાંથી જ્યારે છેલા મનુષ્ય ભવમાં તે તીર્થકરના જીવ ઉત્પન્ન થાય છે, ત્યારે તેઓ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનને ધારણ કરે છે. અને બાલ્યાવસ્થામાં હોય ત્યારે પણ તેઓનું આચરણ પ્રોઢ પુરૂષના આચરણ જેવું એટલે અનુભવી ઘર્મા ના આચરણ જેવું હોય છે. તેઓ તે અવસ્થામાં બીજાઓની મુશ્કેલીઓને દૂર કરે છે. યુવાન અવસ્થામાં વર્તતા હોય ત્યારે પણ તેઓ આસક્તિ વિના જ ભોગ કર્મના ફલેને ભગવે છે અને ચારિત્ર ગ્રહણ કરીને તેનું શુદ્ધ પાલન કરે છે. પરીષહો અને ઉપસર્ગોને સહન કરે છે. કેઈ તેમને માન આપે અથવા કે તેમનું અપમાન કરે તે બંનેના ઉપર તેમની સમાન દષ્ટિ હોય છે. માન આપનાર ઉપર તેમને રાગ હેતું નથી અને અપમાન કરનાર ઉપર તેમને દ્વેષ હેતું નથી. ૨૩૧
છવાસ્થ ભાવે મૌન ધારી સ્વપર તારક થઈ અને,
વિચરતા પુણ્ય પ્રભાવે દેશના ઉપસર્ગોને; ટાળે સ્વભાવે શાંત સમતાદિક ગુણોને ધારતા,
શત્રને પણ બોધ આપી મુકિતમાર્ગે જોડતા.
૨૩૨
સ્પષ્ટાર્થ –જ્યારે પ્રભુ દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે તેમને ચેણું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યાર પછી પ્રભુ જ્યાં સુધી છવાસ્થ ભાવમાં વર્તતા હોય છે ત્યાં સુધી એટલે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય ત્યાં સુધી મૌન રહીને વિચારે છે એટલે તે આવસ્થામાં તેઓ કેઈને ઉપદેશ વગેરે આપતા નથી પરંતુ મૌનભાવે વિચરે છે. જ્યારે તેમને કેવલજ્ઞાન થાય છે ત્યારે તેઓ સ્વપર તારક થાય છે. અને જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં તીર્થકર નામ કર્મના પુણ્યના પ્રભાવથી દેશના આપી અનેક ભવ્ય જીને બેધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org