________________
૧૩૫
૧૮૨
દેશનાચિંતામણિ ]
વનસ્પતિકાય જીવોનાં દુઃખનું વર્ણન કરે છે – વનસ્પતિ છેદાય ને ભેદાય અગ્નિ નથી,
પકાવાય પીલાય ને શેષાય અન્ય પ્રયોગથી; લોલુપી લારાદિ નાંખી બાળતા ભેગી કરી,
પવનથી ભંગાય તેમ બળાય દવ અનલે કરી.
સ્પષ્ટાર્થ –હવે ઝાડ પાંદડાં વગેરે સ્વરૂપ વનસ્પતિ કાયના જીવો પણ અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે તે જણાવતાં કહે છે કે-વનસ્પતિકાયને ચપ્પા, છરી, કુહાડા, દાતરડા વગેરે શથી છેવામાં આવે છે. તેને ભેદવામાં–ચીરવામાં-ફાડવામાં–વહેરવામાં આવે છે. અગ્નિમાં બાળવામાં આવે છે. તડકા વગેરેમાં તેમજ બીજા પ્રયોગ વડે તેને સુકવવામાં આવે છે. લોલુપી જીવો તેમાં ક્ષાર વગેરે નાખીને ખાય છે, અને એકઠી કરીને બાળે છે. પવન તેને ભાંગી નાખે છે. એટલે વંટોળી વગેરે થાય ત્યારે મોટાં મેટાં ઝડેને પણ મૂળમાંથી ઉખેડી નાખે છે, તેમજ તેના ડાળાં પાંખડાં, ફળ, પાંદડાં વગેરેને તેડી ફાડી નાખે છે. તેમજ વનમાં દાવાનલ લાગે છે ત્યારે તે પણ ઝાડ, વેલા વગેરેને બાળીને નાશ કરે છે. ૧૮૨
વનસ્પતિકાય જીવોના દુઃખનું વર્ણન પૂરું કરી વિકલેન્દ્રિય જીવોનાં દુઃખે ત્રણ ગાથામાં વર્ણવે છે-- ઉખેડાય પ્રવાહથી સરિતાતણા ઇમ સર્વને.
વનસ્પતિઓ ભેજ્ય નીવડે દુઃખ બહુ વણકયને; દ્વિીન્દ્રિય પિરા પ્રમુખ પીવાય તેમ તપાય છે, પગતળે ચગદાય કમિયા પક્ષિઓથી ખવાય છે.
૧૮૩ સ્પષ્ટાર્થ –નદીઓમાં રેલ આવે છે તેના મોટા પ્રવાહો ઝાડોને મૂળમાંથી ઉખેડીને ખેંચી જાય છે. તેમજ ગાય, ભેસે, ઉટે, વાંદરા વગેરે અનેક પ્રકારના જના વરે તે ઝાડ ફલ ફૂલ વગેરે સ્વરૂપ વનસ્પતિને ખાય છે. મનુષ્ય પણ તે વનસ્પતિ એનું અનેક પ્રકારનું ભોજન બનાવે છે અને શાક વગેરે કરતાં છેદન ભેદન કરે છે. એમ વનસ્પતિકાય જીવોને પણ અનેક જાતનાં દુઃખે ભેગવવાં પડે છે.
હવે વિકસેન્દ્રિય એટલે બેઈન્દ્રિય તેઈન્દ્રિય તથા ચતુરિન્દ્રિય જીવોનાં દુઃખેનું વર્ણન કરતાં પ્રથમ બેઈન્દ્રિય જીવોનાં દુઃખ વર્ણવે છે. પિરા વગેરે બેઈન્દ્રિય જીવો જે પાણીમાં ઉપજે છે તે તે નહિ ગળેલા પાણી સાથે પીવાય છે, વળી પાણી તપે ત્યારે તે પાણીમાં રહેલા પિરા વગેરે તપીને મરણ પામે છે. અને તેઓ પગ તળે ચગદાય છે. તેમજ પક્ષીઓ કરમીયા વગેરેને ખાઈ જાય છે, તેથી તે જ મરણ પામે છે. ૧૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org