________________
દેશનાચિંતામણિ ]
૧૫૧ રખડપટ્ટીની વૃદ્ધિ કરનારા છે એ વાત બરાબર સમજીને તો તે રાગ દ્વેષને ત્યાગ કરજે, જે પુણ્યશાળી છે આ રાગ દ્વેષને ત્યાગ કરીને કોઈ પણ જીવને મન વચન કાયાથી પીડા કર્યા સિવાય અહિંસાદિ વ્રતનું શુદ્ધ ભાવ પૂર્વક પાલન કરે છે તેઓ આ સંસાર માં રખડાવનારાં સઘળાં કર્મોને ક્ષય કરી જ્યાંથી ફરીથી સંસારમાં આવવાનું નથી એવા અનંત અવ્યાબાધ મેક્ષપદના સુખને પામે છે. ૨૧૬ દેશના ઇમ ગણધરે વિસ્તારથી વૈરાગ્યની,
દીધેલ સુણનારા ભવિક કરે સાધના જિનધર્મની; એમ બીજી પૌરૂષી પૂરી થતા ગણી વિરમતા, ઇંદ્રાદિ વંદી નાથને ઉલ્લાસથી સ્વર્ગે જતા.
२१७ સ્પષ્ટાથે એ પ્રમાણે શ્રી સુવ્રત ગણધરે સંસાર ઉપર વિરાગ્ય ભાવને પ્રકટાવનારી દેશના વિસ્તારથી આપી. તે સાંભળીને ભવ્ય જીવ પરમ ઉલાસથી શ્રી જિન ધર્મની સાત્વિકી આરાધના કરવા લાગ્યા. એ પ્રમાણે દેશના આપતા બીજી પિરસી પૂરી થઈ એટલે શ્રી ગણધર મહારાજે દેશના પૂરી કરી. ત્યાર પછી ઈન્દ્ર વગેરે દેવે શ્રી પદ્મપ્રભ સ્વામીને હર્ષથી વંદન કરીને સ્વર્ગમાં પિતાપિતાના દેવકમાં ગયા. ૨૧૭
પ્રભુના પ્રથમ સાધ્વી આદિનો તથા યક્ષનાં નામ કહે છે-- પ્રથમ રતિ સાધ્વી૧૦૬ પ્રથમ ત્રતિ શ્રાદ્ધ૦૭ શ્રાદ્ધી ૧૦૮ અવિદિતા,
અજિતસેન નૃપ૧૦૯ ભકત યક્ષ કુસુમ ૧૦ શરીરે નીલતા; હરિ વાહન સફલ અભયે શેભતી દક્ષિણ ભુજા, અક્ષ સૂત્ર નકુલ વડે જસ દીપતી ડાબી ભુજા.
૨૧૮ સ્પષ્ટાર્થ –શ્રી પદ્મપ્રભ સ્વામીના પ્રથમ સાધ્વીનું નામ શ્રી રવિ સાધ્વી (૧૬) હતું. તેમના પ્રથમ શ્રાવક (૧૦૭) તથા પ્રથમ શ્રાવિકાનાં નામ (૧૦૮) અવિદિત છે એટલે શ્રી સપ્તતિશત સ્થાનકાદિમાં કહ્યાં નથી. શ્રી અજિતસેન નામના રાજા (૧૦૯) પ્રભુના ભકત રાજા હતા. તેમના શાસનના અધિષ્ઠાયક યક્ષનું નામ (૧૧૦) કુસુમ હતું. તે યક્ષના શરીરને નીલે વર્ણ હતું. તેને હરણનું વાહન હતું. તે યક્ષની જમણી ભુજા ફલા અભયે (શરુ વિશેષ કરીને શેભતી હતી અને ડાબી ભુજા અક્ષ સૂત્ર (માળા) અને નકુલ ( નાળીયા) વડે શેભતી હતી. ૨૧૮
પ્રભુની શાસનદેવીનું સ્વરૂપ કહે છે – નિત રહે પ્રભુ પાસ તે રૂચિવંત શાસનદેવતા, - પુરૂષ વાહન શ્યામ અંગી વરદ ઇષ દક્ષિણ ભુજા;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org