________________
૧૫o
( શ્રીવિજ્યપદ્યસૂરિકૃતગણધરથી એક એક ગણની સ્થાપના થએલી હેવાથી એક સો ને સાત ગણ (૧૦૪) હતા. એ પ્રમાણે પ્રથમ પૌરૂષી પૂરી થઈ ત્યાર પછી પ્રભુના પાદપીઠ ઉપર બેસીને તેમના પ્રથમ ગણધર શ્રી સુવ્રત ગણધરે (૧૦૫) ભવ્ય જીવોને પ્રતિબંધ પમાડનારી દેશના આ પ્રમાણે આપી:– હે ભવ્ય જી ! તમે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવને જાણીને હંમેશાં ચેતતા રહેજે અને ધર્મની આરાધના કરે છે. તમે રાગ દ્વેષનો સંગ કરશો નહિ એટલે તમે રાગ તથા શ્રેષને ત્યાગ કરજે, કારણ કે તે રાગદ્વેષ જીવેને સંસારમાં રખડાવે છે. ૨૧૪ અશુચિ સ્થાનક વાસ અશુભ ધ્યાન અંતે દુર્ગતિ,
જ્ઞાનાદિ સાધન વિશ્વ ચીકણાં કર્મ બાંધે દુર્મતિ, પુત્રવિરહ દુખિયા શ્રીષભજનની પુત્રની, જોઈ ઋદ્ધિ કેવલી થઈ ઋદ્ધિ પામ્યા મેક્ષની.
૨૧૫
સ્પાર્થ –રાગાદિકને લીધે અશુચિ સ્થાનક એટલે અશુદ્ધ સ્થાનકમાં વસવું પડે છે. તે રાગાદિકને લીધે થતા અશુભ ધ્યાન એટલે આર્ત ધ્યાન તથા રૌદ્ર ધ્યાનને લીધે જ નારકાદિ દુર્ગતિમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં ઘણાં દુઃખેને ભગવે છે. તથા તે રાગાદિથી દુર્ગતિ એટલે બુદ્ધિ બગડે છે. તે જ્ઞાનાદિની સાધનામાં વિન કરે છે. તે રાગાદિથી ઘણુ ચીકણાં કર્મો બંધાય છે. શ્રી ઋષભજનની એટલે પ્રથમ તીર્થકર શ્રી ઋષભ દેવની માતા શ્રી મરૂદેવા પિતાના પુત્ર દીક્ષા લેવાથી મોહને લીધે વિચારે છે કે મારા પુત્રને કેવાં કેવાં દુઃખ ભેગવવાં પડતાં હશે એવી ખેતી ક૯૫નાથી પુત્રના વિયેગને લીધે દુખમાં દિવસે ગાળતાં હતાં અને ઈ રેઈને તેમની આંખ ઉપર પડળ આવી ગયાં હતાં. ભરત ચક્રવતીએ તેમને ઘણી રીતે સમજાવ્યાં હતાં અને તેમના પુત્રને કોઈ પ્રકારનું દુઃખ નથી એવું આશ્વાસન આપ્યું હતું. તે મરૂદેવા માતા પુત્રની ઋદ્ધિ જોઈને અનિત્ય ભાવના ભાવતાં રાગાદિને ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા અને આયુષ્ય પૂરું થતું હોવાથી અંતમુહૂર્તમાં મોક્ષનાં સુખને પામ્યા. આથી ચોક્કસ સમજવું કે–રાગાદિના ત્યાગથી જ આત્મા કેવલજ્ઞાની થઈને સિદ્ધિપદને પામે છે. ૨૧૫ અંતરંગ દ્રેષાદિ શત્રુ મુક્તિ માગરાધને,
વિઘકર ભવભ્રમણ વર્ધક એમ સમજી તેહને; દૂર છડી અહિંસાદિક શુધ્ધ ભાવે સાધતા, પુણ્યશાલી જીવ અનંતા મુક્તિપદને પામતા.
૨૧૬ પાર્થ --આ રાગ દ્વેષ વગેરે (આપણામાં જ રહેલા) ૬ અંતરંગ શત્રુએ મક્ષ માર્ગની આરાધના કરવામાં વિલનના કરનારા છે અને ભવભ્રમણ એટલે સંસારમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org