________________
૧૪૨
[ શ્રીવિર્યપદ્ધસૂરિકૃતવાળે થાય છે અને વિવિધ પ્રકારના પાપાચરણને સેવે છે ત્યારે તે જીવને મૂર્ખ કહેવાય. જેમ હિતાહિત બુદ્ધિ એટલે પિતાને હિત કરનાર શું છે-કલ્યાણકારી શું છે તે નહિ સમજનાર મૂખ સોનાના પાત્રમાં દારૂ ભરી આ રીતે પિતાની મૂર્ખતા ખુલ્લી કરે તેના જેવો જ આ મૂર્ખ મનુષ્ય જાણ જે પાપાચરણ કરીને મનુષ્ય ભવ ફેગટ ગુમાવે છે. ૧૬
મનુષ્ય ભવ પામે કે દુલ ભ છે તે દષ્ટાંતપૂર્વક સમજાવે છે – સ્વયંભૂરમણ સમુદ્ર માંહે સરૂં પૂર્વોત્તમાં.
પશ્ચિમમાં તે ખીલી નાંખે કોઈ રહી ઉપયોગમાં ખીલી ભરાએ ધસરામાં સુરસહાયે કદિ બને, અનંતકાળે પણ ફરી ન લહેજ ગત નરભાવને.
૧૯૭ સ્પષ્ટાર્થ-આ તીર્થો લેકની અંદર અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્રા આવેલા છે. તેમાં સૌથી છેલ્લે અને સૌથી મટે સ્વયંભૂરમણ નામને સમુદ્ર આવેલે છે. અસંખ્યાતા એજનના વિસ્તારવાળા સ્વયંભૂરમણ સમુદ્રના પૂર્વ દિશાના છેડે કંઈ માણસ (છેવટના ભાગમાં) ઉપગ પૂર્વક ધૂંસરું નાખે અને તેમાં પરોવવાની ખીલી તેના પશ્ચિમ દિશાના છેડામાં નાખે. હવે તે સમુદ્રમાં અથડાતાં અથડાતાં તે ધૂસરામાં ખીલીને પ્રવેશ થાય (ખીલાં દાખલ થાય) એવું બનવું આ વિશાળ સમુદ્રમાં ઘણું કાળે પણ શક્ય નથી. પરંતુ માની લો કે કઈ દેવતાની સહાયથી કદાચ તે ધૂસરીમાં ખીલી દાખલ થાય એવું બને, પરંતુ એક વાર પામેલે દુર્લભ મનુષ્ય ભવ પ્રમાદ-કામરાગાદિ કારણે માંના કોઈ પણ કારણથી હારી જઈએ તે ફરીથી અનંતા કાળે પણ મળવો દુર્લભ છે. કહેવાને ભાવાર્થ એ છે કે મનુષ્ય ભવ ફરી ફરી મળવો ઘણે મુશ્કેલ છે. માટે મળેલ મનુષ્ય ભવ ફેગટ ચાલ્ય ન જાય તે માટે જરૂર સાવચેતી રાખીને ધર્મારાધન કરવું જોઈએ. ૧૯૭
ચિંતામણિ રત્ન કરતાં મનુષ્ય ભવની અધિકતા જણાવે છે – ચિંતામણિ ના મેક્ષ સુખને દઈ શકે નરભવજ આ,
| મુક્તિના સુખ અલ્પ કાળે દઈ શકે તિણ અધિક આ; મૂર્ખ કાક ઉડાડવા ચિંતામણિને ફેંકતા,
પણ વિબુધ શિવ માર્ગ સાધી મુક્તિ હેલે હાલતા. ૧૯૮
અષ્ટાર્થ –જે કે ચિન્તામણિ રત્ન આપણે જે જે વસ્તુ મેળવવા ચાહીએ તે તે આપે છે, આપવાની શક્તિ છે, તે પણ મનુષ્ય ભવ તે ચિંતામણિ રત્નથી પણ ચઢીયાતે છે, તે આ રીતે-ચિન્તામણિ રત્ન પાસેથી જે સાંસારિક સુખેને દેનારી વસ્તુઓ ચાહીએ તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org