________________
-
-
==
==
=
=
દેશના ચિંતામણિ ].
૧૪૩ તે મેળવી શકાય છે, પરંતુ મોક્ષનું સુખ તે ચિન્તામણિ રત્ન આપી શકતું નથી, કારણકે તેનામાં તે આપવાની શક્તિ નથી. પરંતુ આ મનુષ્ય ભવ પામીને જે ધર્મસાધના યથાર્થ પણે કરવામાં આવે છે તે મનુષ્ય ભવ થડા વખતમાં મેક્ષ સુખને આપી શકે છે. આ બાબતમાં શ્રી મરૂદેવા માતા વગેરેના દૃષ્ટાંતે સુપ્રસિદ્ધ છે. આવા ઉત્તમ મનુષ્ય ભવને પામ્યા છતાં જેઓ ધર્મની સાધના કરતા નથી તે જીવો કઈ મૂર્ખ મનુષ્ય કાગડાને ઉડાડવાને માટે ચિન્તામણિ રત્નને ફેકે તેના જેવા જાણવા. પરંતુ જેઓ વિબુધ એટલે સમજુ છે તેને મળેલા મનુષ્ય ભવને સદુપયોગ કરી મેક્ષ માર્ગ ની પરમ ઉલ્લાસથી સાત્વિક સાધના કરે છે અને છેવટે મેક્ષ રૂપી મહેલમાં જઈને અનંતકાલ સુધી મુક્તિના સુખને અનુભવ કરે છે. ૧૯૮
દેવતાઓ પણ મનુષ્ય ભવની ચાહના કરે છે તે કહે છે-- અનુત્તરામર જેહ ચાહે તેહ નરભવને લહી,
ધર્મને આરાધજે તજી પાપ શુભ ભાવે રહી; મેહિજને સુખ દેવના અજ્ઞાનથી જ વખાણતા,
પણ તે સુરના વિવિધ દુખે ન કદિ તેઓ જાણતા. ૧૯
સ્પષ્ટાર્થ –દેવતાઓમાં પણ જેમને સૌથી અધિક દેવતાઈ સુખ છે, એવા અનુ. તરવાસી દેવો પણ “હું મનુષ્ય ભવ કયારે પામીશ ?તેવી ચાહના નિરંતર કરે છે, કારણકે તેઓ સમકિતી હોવાથી જાણે છે કે આ દેવતાનાં સુખે તે પણ સાચાં સુખે નથી. તે સુખે પણ નાશવંત છે, માટે ખરૂં સાચું સુખ તે મેક્ષનું સુખ છે અને તે મેક્ષનું સુખ મનુષ્ય ભવને પામ્યા સિવાય મેળવી શકાય તેમ નથી. એટલે મનુષ્ય ભવ પામીને પણ જે ધર્મની સાધના કરીએ તે મોક્ષના સુખ મેળવી શકાય છે. હે ભવ્ય જીવો ! મનુષ્ય ભવ પામીને શુભ ભાવનામાં રહીને અને પાપ કાર્યોને ત્યાગ કરીને ધર્મ, ની આરાધના કરજે. સાંસારિક સુખમાં આસક્ત રહેનારા જીવો અજ્ઞાનને લીધે દેવોનાં સુખનાં વખાણ કરે છે, પરંતુ તેઓ સાચી વસ્તુ સ્થિતિ જાણતા નથી. કારણ કે તેઓને દેવ ભવમાં રહેલાં અનેક પ્રકારનાં દુઃખને ખ્યાલ હોતું નથી. હવે દેવતાઓમાં પણ કેવાં કેવાં દુઃખે રહેલાં છે તે આગળના લેકમાં જણાવે છે. ૧૯
હવે દેવગતિમાં પણ અનેક પ્રકારનાં દુઃખ છે તેની શરૂઆત કરતાં દેવો શેકાદિથી પીડાય છે તે જણાવે છે-- શકાદિથી હતબુદ્ધિ દે દુઃખને અનુભવી રહ્યા,
પુણ્યની ઓછાશથી જે અલ્પ ઋદ્ધિક સુર થયા; મહદ્ધિકને જોઈ તેઓ ભૂરિ શંકાકુલ બને, શક્તિશાલી દેવ કનડે અલ્પ શક્તિક દેવને.
રેoo
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org