________________
૧૮૯
૧૮
[ વિજ્યપદ્રસૂરિકૃતરહેલાં છે તે સંબંધી હકીકત પૂરી થઈ. હવે આગળ મનુષ્ય ગતિનાં દુઓનું વર્ણન કરે છે. ૧૮૮
હવે મનુષ્ય ગતિનાં દુઃખોનું વર્ણન શરૂ કરતાં અનાર્ય દેશના તથા આર્ય દેશના મનુષ્યનું વર્ણન કરે છે – મનુષ્ય ભવ પામ્યા છતાં પણ અનાર્યો બહુ પાપને,
આચરે જે કહી શકાય ન આર્ય પણ નીચ પાપને કરત દુઃખ સહત પુક્કલ સાધતા નહિ ધર્મને,
આર્ય દેશે જન્મતાં પણ કરે અનાર્ય પ્રવૃત્તિને.
સ્પષ્ટાર્થ –મનુષ્ય ભવ પામવો દુર્લભ છે તે છતાં કદાચ મનુષ્ય ભવ પ્રાપ્ત થાય, પરંતુ જે અનાર્ય દેશમાં જન્મ થાય છે તે મનુષ્ય ભવ પણ નિષ્ફળ જાય છે, કારણ કે સદાચાર સદ્વિચાર ઉત્તમ ભાષા રહિત દેશમાં જન્મેલા તે અનાર્યો એવાં ઘણાં પાપ કરે છે, કે જેઓનું વર્ણન પણ કરી શકાય તેવું નથી. તેમજ આર્ય દેશમાં જન્મ પામ્યા છતાં પણ કેટલાક નીચ મનુષ્યો અનેક પ્રકારના પાપ કાર્યોને કરીને અનેક જાતનાં દુઃખેને સહન કરે છે અને કેઈ જાતનાં ધર્મ કાર્યો કરતા નથી. તેઓ આર્ય દેશમાં જન્મ્યા છતાં અનાર્ય દેશના લોકેના જેવી પ્રવૃત્તિઓ કરે છે અને વિચાર પણ તેવા કરે છે, ભાષા પણ તેવી જ કઠેર બોલે છે. ૧૮૯ ફળ લહેજ કર્યા પ્રમાણે પાપ ફલ દુઃખાદિને,
અનુભવે કેઈ નર પરની અધિક સંપત્તિને નિજ હીન સ્થિતિને જોઈ ખિન્ન બની દુઃખે દિન પૂરતા, કેઈ ગાદિક થકી હેરાન ગતિને પામતા.
૧૯૦ સ્પષ્ટાર્થ –જેવું કરે તેવું પામે એ કહેવતને અનુસરે પાપ કાર્યો કરનારા તેઓ દુઃખાદિકને એટલે અનેક પ્રકારનાં દુઃખે, રોગો વગેરેને અનુભવ કરે છે. કેટલાક ઈર્ષાળુ મનુષ્ય પોતાના કરતાં અધિક સંપત્તિવાળા મનુષ્યને જોઈને અને તેઓનાથી પિતાની ઉતરતી સ્થિતિ જોઈને દુઃખમાં બળ્યા કરે છે અને દુઃખે કરીને દિવસે કાઢે છે. વળી કેટલાક મનુષ્ય રોગાદિ કારણેથી હેરાનગતિ એટલે દુઃખી અવસ્થાને પામે છે. (ભગવે છે). ૧૦
ગર્ભાવાસના દુઃખનું વર્ણન કરે છે– જરાદિકના દુઃખ થકી દુઃખ અધિક ગર્ભવાસના,
કેઈ તેને અનુભવે તિમ કઈ દેહે કેાઈના બહ તપેલી અગ્નિ વણ સૂચી રોમે રોમમાં, જોતાં જે દુઃખ તેથી આઠ ગુણું દુખ ગર્ભમાં.
૧૯૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org