________________
દેશનાચિંતામણિ ]
૧૩૯ સ્પષ્ટાર્થ–મનુષ્યગતિમાં આવનાર છવને નવ મહિના ઉપરાંત ગર્ભાવસ્થામાં રહેવું પડે છે. ત્યાં તે જીવને ઉંધે મસ્તકે રહેવું પડે છે. જીવને વૃદ્ધાવસ્થામાં જે દુઃખ ભેગવવું પડે છે તેના કરતાં અધિક દુખ ગર્ભાવસ્થામાં રહેલે તે જીવ ભગવે છે. જીવ ગર્ભાવસ્થામાં જે દુઃખ અનુભવે છે તેનું દૃષ્ટાંત દ્વારા વર્ણન કરતાં જણાવે છે કે કોઈ એક મનુષ્ય બીજા કેઈ મનુષ્યના શરીરમાં તેના રોમે રોમે અગ્નિથી લાલચોળ થએલી સોય કે તે વખતે તે મનુષ્યને જેટલી વેદના થાય તેના કરતાં આઠ ગુણી વેદના તે જીવને ગર્ભાવસ્થામાં હોય છે. ૧૯૧
મનુષ્યને જન્મતાં તથા ત્રણે અવસ્થામાં દુઃખ રહેલું છે તે બે શ્લેકમાં જણાવે છે – તેથી અનંતગણું નીકલતા વેનિથી આ જીવને,
બાલ્યક્ષણ મૂત્રાદિથી ભેગાદિથી પણ યૌવને; ઘડપણે શ્વાસાદિથી રીબાય ના શાંતિ જરી, તોય ના શરમાય ન ધરે ધર્મ કરવા મતિ ખરી.
૧૯૨ સ્પષ્ટાર્થ –પૂર્વના લેકમાં કહ્યા પ્રમાણે જીવને ગર્ભાવસ્થામાં જેટલા દુઃખને અનુભવ થાય છે તેના કરતાં જ્યારે જીવ એનિદ્વારા ગર્ભમાંથી બહાર આવે છે ત્યારે અનંતગણું દુઃખ પામે છે. જન્મ થયા પછી બાલ્યાવસ્થામાં મૂત્રાદિનું દુઃખ હોય છે એટલે તેને ઝાડા પેશાબનું ભાન હોતું નથી, તેથી તેનું શરીર વિષ્ટાદિથી લેપાય છે. ભીનામાં પડ્યું રહેવું પડે છે. બીજી યુવાવસ્થા ભેગો ભોગવવામાં પસાર થાય છે. ભેગો ભેગવવામાં રોગાને ભય રહે છે અને તેથી ઘણું જીવો ભેગમાં આસક્ત થવાથી ભયંકર રોગના ભોગ બનીને દુઃખી થાય છે. ત્રીજી વૃદ્ધાવસ્થામાં જીવ અશક્ત બનતું જાય છે, પરાધીન જીવન જીવવું પડે છે, શ્વાસ, કફ વગેરે રોગોને લીધે રબાય છે. આ પ્રમાણે આ મનુષ્ય ભવમાં પણ દેવ ગુરૂ ધર્મની આરાધના નહિ કરનાર મનુષ્યને ખરી શાંતિ જરા પણ મળતી નથી, તે છતાં તેમને જરા પણ શરમ આવતી નથી અને ધર્મ સાધના કરવાની ખરી બુદ્ધિ પણ ઉપજતી નથી એ ઘણુ ખેદની વાત છે. ૧૯૨ વિષ્ઠા તણા ડુક્કર સમી સ્થિતિ બાલ્ય વયે આ જીવની,
મદન ગર્દભ યૌવને બેહાલ ઘરડા બેલની; જેવાજ ઘડપણમાં છતાં સાચો પુરૂષ બનતો નથી, સાધને દુર્લભ મળ્યાં પણ સાધના કરતા નથી.
૧૯૩ સ્પષ્ટાથ–પ્રભુ શ્રી પદ્મપ્રભ સ્વામી પૂર્વે જણાવેલ બાલ્યાવસ્થાદિના દુઃખનું વર્ણન બીજી રીતે વર્ણવતાં કહે છે કે આ જીવની બાલ્યાવસ્થામાં વિઝામાં આનંદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org