________________
=
=
=
=
=
१७८
દેશનાચિંતામણિ ]
૧૩૩ શરૂઆતમાં પૃથ્વીકાય જીવોને કેવાં કેવાં દુઃખ પડે છે તે જણાવે છે--આ પૃથ્વી રૂપી માટીના જીવો હલ વડે ફડાય છે. એટલે ખેતી કરવા માટે જમીનને ખેડે છે તે વખતે આ પૃથ્વીકાય જીવ હલ વડે ફડાય છે. વળી તે પૃથ્વી ઉપર ઘેડા, બળદ વગેરે ફેરવવા. માં આવે છે ત્યારે તે જીવો તેમના વડે ચળાય છે. ખેતરમાં પાણી પીવરાવાય તેમજ વરસાદનું પાણી તેના ઉપર પડે ત્યારે તે પૃથ્વીકાયના જીવો ભીંજાય છે. વળી જ્યારે દાવાનળ લાગે છે ત્યારે તે પૃથ્વીકાય જીવો બળાય છે. પૃથ્વી ઉપર મૂત્રાદિ કરવામાં આવે ત્યારે તેને પીડા થાય છે. વળી ક્ષારાદિ એટલે ખારી માટી વગેરેને ઉના પાણીમાં ઉકાળવામાં આવે છે. ૧૭૭ કુંભાર ઘટઆદિ બનાવી પકવતા ભટ્રી વિષે,
પુટપાક દઈ પકવી શરાણે કોઈ જન ઘસતા દીસે; છેદાય કદિ તે ટાંકણે સરિતા જલેજ ફડાય છે,
પૃથ્વી તણા દુઃખો કહી અપ્લાયના કહેવાય છે.
સ્પષ્ટાર્થ –કુંભાર લેક માટીના વાસણે ઘડા નળીયાં ઈ વગેરે બનાવે છે ત્યારે તે માટીને ભઠ્ઠીની અંદર પકાવે છે. ભઠ્ઠીમાં પકવ્યા પછી કુભાર તેમને શરાણું (ચાક). ઉપર ચઢાવીને ઘસે છે. ટાંકણ વડે કયારેક તેને છેદવામાં આવે છે એટલે પથ્થર વગેરે પણ એક જાતના પૃથ્વીકાય છે તેને ટાંકણ વડે છેદવામાં આવે છે. વળી પૃથ્વી ઉપર નદીનું પાણી વહેતું હોય છે તેનાથી તે પૃથ્વીકાય ફડાય છે. પૃથ્વીકાય જીવો અનેક પ્રકારનાં દુઃખ પામે છે. હવે પ્રભુદેવ આગળના લેકમાં અપકાય જીવોનાં દુઃખનું સ્વરૂપ જણાવે છે. ૧૭૮
અપૂકાય જેનાં દુઃખ જણાવે છે જલજીવ હવે ઉષ્ણ કિરણે સૂર્યના હિમરૂપ બને,
શોષાય રજથી ક્ષાર આદિક વેગથી લહે મૃત્યુને, શીત ઉષ્ણ કરાય ને પીવાય તરસ્યા જીવથી, અપકાયના દુઃખ ઘણું ઈમ જાણુંએ જિનવચનથી.
૧૭૯ સ્પષ્ટાર્થ—અકાય એટલે જે જીવેનું પાણી રૂપે શરીર છે તે અષ્કાયના જીવે સૂર્યના કિરણેથી તાપને પામે છે. (તપી જાય છે) અને અતિ ઠંડીને લીધે તે જો બરફ રૂપે બની જાય છે. કહેવાને ભાવાર્થ એ છે કે પાણીના જીને તાપ અને ટાઢની પીડા સહન કરવી પડે છે. ધૂળ વગેરેથી તે શેકાઈ જાય છે. તથા તે અષ્કાયના જીવે ક્ષાર વગેરે પ્રતિકૂલ પદાર્થને યોગ (સ્પર્શ, સંબંધ) થવાથી મરણને પામે છે. ગરમ પાણું ટાઢું કરાય છે. ટાઢું પાણી ઉકાળાય છે. તરસ્યા છે તે પાણીને પી જાય તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org