________________
૧૨૮
[વિજયપધસૂરિકૃતશ્રી સીમંધર જિનને જન્માદિ કયારે થયા તે જણાવે છે – કુંથુ અરના અંતરે સીમંધર પ્રભુ જનમિયા,
મુનિસુવ્રત નમિ પ્રભુના અંતરે સંયમ લહ્યા ઉદય પ્રભુ પેઢાલ પ્રભુના અંતરે શિવ પામશે,
જિન જીવન જીવી જાણશે તે સ્વપર તારક ઝટ થશે. ૧૬૬ સ્પાર્થ –પ્રશ્ન –શ્રી સીમંધર સ્વામીના જન્માદિક કલ્યાણે કયારે થયા?
ઉત્તર:––ચાલુ વીશીના ૧૭ મા શ્રીકંથુનાથ તીર્થ કર તથા ૧૮ મા શ્રીઅર નાથ તીર્થકર આ બે તીર્થકરોના આંતરામાં શ્રી સીમંધર સ્વામી જમ્યા હતા. તથા ૨૦ મા શ્રી મુનિસુવ્રત સ્વામી અને ૨૧ મા શ્રીનમિનાથ તીર્થકર આ બે તીર્થકરોના આંતરામાં તેમણે ચારિત્ર ગ્રહણ કર્યું. વળી આવતી ચોવીશીમાં થનારા સાતમાં શ્રી ઉદયપ્રભ અને આઠમા શ્રીપેઢાલ નામના તીર્થકર આ બે તીર્થકરના આંતરામાં તેઓ મેલે જશે. (૧૦૮) આ પ્રમાણે ભવ્ય છ શ્રી તીર્થકર દેવના જીવનને જાણીને તેવું પિતાનું જીવન બનાવશે તે પુણ્યશાલી જ પિતાને અને બીજા જીવને તારનારા જલ્દી થશે. ૧૬૬
નિયમાવલી શા માટે જણાવી તેને હેતુ કહે છે – સંક્ષેપ રૂચિ જન ટેંક વચન સાંભળી નિજ પર તણા,
બેધને અનુસાર છેડે હેયને જિમ તે જના; ગ્રાહ્યની કરી સાધના મુકિત લહે તે આશયે,
નિયમાવલી ભાખી વિચારી સાર લઈ આરાધીએ. ૧૬૭
સ્પષ્ટાથે –સંક્ષેપરૂચિ જન એટલે ટુંકાણમાં જાણવાની ઈચ્છાવાળા મનુષ્ય આ નિયમાવલીના આત્મદષ્ટિને અને તત્વદષ્ટિને સતેજ કરનારા અને બેધદાયક વચને સાંભળીને પિતાના તથા જીવાદિ તત્ત્વોના બેધને અનુસાર ત્યાગ કરવા લાયક હિંસાદિ પદાર્થોને ત્યાગ કરશે અને ગ્રહણ કરવા ગ્ય સંયમાદિને ગ્રહણ કરી સાત્વિકી આરાધના કરીને મોક્ષ મેળવે તે આશયથી મેં આ નિયમાવલી કહી છે હે ભવ્ય છો! તે સંબંધી વિચાર કરીને તેમાંથી સાને ગ્રહણ કરીને દશ દષ્ટાંતે દુર્લભ માનવ જીવનને ઉજવલ બનાવજે. ૧૬૭
સંસાર રૂપી થીએટર ઉપર જવરૂપી નટ જુદા જુદા વેષ ભજવે છે – દેખી શકાય ન અંત જેને ઘેર ભવ સાગર વિષે,
રખડ્યા કરે આ જીવ લખ ચોરાશી નિ ગણ વિષે; આ જીવ નટ સંસાર થીએટર વિષે નર આદિના,
વેષ ધારી વિવિધ ચેષ્ટા કરત ચગે કર્મના,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org