________________
દેશનાચિંતામણિ ]
૧૨૯ સ્પષ્ટાર્થ –જેમ સમુદ્રને છેડે જોઈ શકાતું નથી તેમ જેને અંત જોઈ શકાતે નથી એવા મહાભયંકર સંસાર સમુદ્રને વિષે આ સંસારી જીવો રાશી લાખ યોનિઓમાં રખડ્યા કરે છે. આ સંસાર એક થીએટરના જેવો છે. જેવી રીતે થીએટર વિષે નટ લેકે જુદા જુદા વેશ લઈને જુદી જુદી ચેષ્ટાઓ કરે છે, તેમ આ સંસાર રૂપી થીએટરને વિષે જીવ કર્મને નચાવ્યા પ્રમાણે મનુષ્ય, તિર્યંચ વગેરેના જુદા જુદા વેષ ધારણ કરે છે અને અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે. ૧૬૮
ચૌદ રાજલેકમાં જીવે સ્પર્શના ન કરી હોય તેવી કોઈ જગ્યા નથી:-- રાખેલ ભાડેjપડીના જેવી પ્રતિનિમાં,
બહુ વાર રહી બહુ કાલ ઈંડી સર્વ કાકાશમાં વિવિધ કાલે વિવિધ કમેં વિવિધ રૂપે સ્પર્શન,
જ્યાં ના કરી ભૂ તેટલી પણ નહિ જ ખાલી ભવિજના! ૧૬૯ સ્પષ્ટાર્થ –જેમ કેઈ માણસે ઝુંપડી ભાડે રાખી હોય તે તેને વહેલી કે મેડી ખાલી કર્યા વિના ચાલતું નથી તેમ ભાડે રાખેલી ઝુંપડીના જેવી દરેક નિ સમજવી. કારણ કે આ સંસારી જીવને પણ તે અમુક નિમાં અમુક વખત રહીને બીજી એનિમાં જવું પડે છે. આ પ્રમાણે જીવ ચૌદ રાજલોકમાં ભમ્યા કરે છે. તેથી કરીને હે ભવ્યજને! ચૌદ રાજલેકમાં એવી કઈ પણ જગ્યા બાકી રહી નથી જ્યાં દરેક જીવે વિવિધ કર્મોના વિશે કરીને, જુદા જુદા કાલે, જુદા જુદા રૂપે સ્પર્શના કરી ન હોય. અનાદિ કાલથી જીવ આ સંસારમાં રખડ્યા કરે છે, તેથી જીવને અનંતા કાલમાં જન્મ મરણાદિ રૂપે ચૌદ રાજલકની સ્પર્શન થાય તેમાં લગાર પણ અનુચિતપણું છે જ નહિ.૧૬૯
ચાર ગતિમાં ભમતા છે અનેક પ્રકારની વેદનાઓ ભોગવે છે તે જણાવે છે – દેવ નર તિર્યંચ નારક ભેદ ચઉ ભવિ જીવના,
સવિ તેહ યોગે કર્મના બહુ અનુભવંતા વેદના; સાત નારક પ્રથમ ત્રણમાં વેદના ઉષ્ણુજ કહી,
શીત છેલ્લી ત્રણ નરકમાં ઉભય ચેથીમાં કહી.
સ્પષ્ટાર્થ –સંસારી જીવોના દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એમ ચાર ભેદો છે. તે દરેક ગતિમાં રખડતા જીવ કર્મના ભેગે કરીને બહુ વેદનાઓ ભેગવે છે. તેમાં પણ નરકગતિની વેદનાઓ ઘણી ભયંકર છે. કુલ સાત નરક છે. તેમાંની પ્રથમની ત્રણ નારકીમાં ઉણ વેદના છે. છેલ્લી ત્રણ નરક એટલે પાંચમી, છી અને સાતમી નારકીમાં શીતવેદના હોય છે અને વચલી એટલે ચેથી નારકીમાં શીત અને ઉષ્ણ એમ બંને પ્રકારની વેદનાઓ હોય છે. ૧૭૦
૧૭૦
૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org