________________
૧ર૭.
દેશનાચિંતામણિ ] તીર્થપતિ વીરસેન તિમ મહાભદ્ર દેવયશા અને,
અજિતવીર્ય જિનેશ નમીએ હાથ જોડી વીશને; કાય સેનાના સમી ધન પાંચસે ઉંચાઈ એ,
પૂર્વ લખ ચોરાશી આયુ વીસ લખ કુંવરપણે. ૧૬૪ સ્પષ્ટાર્થ –પ્રશ્ન –પુષ્કરાઈ દ્વીપમાં વિચરતા આઠ તીર્થકર ક્યા નામે છે?
ઉત્તરઃ-ત્રીજા પુષ્કરવર નામના દ્વીપના અર્ધ ભાગમાંથી પૂર્વ દિશામાં આવેલ મહાવિદેહ ક્ષેત્રમાં ૮ મી વિજયમાં ૧૩ મા તીર્થંકર શ્રીચંદ્રબાહુ સ્વામી વિચરે છે. ૯ મી વિજયમાં ૧૪ મા શ્રીભુજંગસ્વામી તીર્થકર વિચરે છે. ૨૪ મી વિજયમાં ૧૫ મા શ્રી ઇશ્વર નામના તીર્થકર વિચરે છે તથા ૨૫ મી વિજયમાં શ્રી નેમિપ્રભ ૧૬ તીર્થકર વિચરે છે એજ પ્રમાણે પશ્ચિમ પુષ્કરાર્ધ મહાવિદેહ ક્ષેત્રમાં બાકીના ચાર તીર્થકર આ પ્રમાણે વિચરે છે – આઠમી વિજયમાં શ્રી વીરસેન તીર્થકર ૧૭, નવમી વિજયમાં શ્રીમહાભદ્ર તીર્થકર ૧૮, ચોવીસમી વિજયમાં શ્રીદેવયશા તીર્થકર ૧૯ અને પચીસમી વિજયમાં શ્રી અજિતવીર્ય તીર્થકર ૨૦ વિચરે છે. એ પ્રમાણે ૨૦ જિનને સદા નમીએ. (૧૦)
પ્રશ્ન –આ ૨૦ વિચરતા તીર્થકરોમાં સરખાપણું કઈ કઈ બાબતમાં હોય છે?
ઉત્તર :–આ દરેક તીર્થંકરની કાયા સુવર્ણ સરખા વર્ણની હોય છે. ૧ તેમની ઉંચાઈ ૫૦૦ ધનુષ્ય પ્રમાણ હોય છે. ર તે દરેકનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વ વર્ષ જેટલું હોય છે. ૩ તેઓ ૨૦ લાખ પૂર્વ સુધી કુંવરપણામાં રહે છે. ૪ (૧૦૫) ૧૬૩-૧૬૪
વીસ વિહરમાન જિનેમાં આઠ વસ્તુનું સરખાપણું જણાવી કઈ કઈ બાબતમાં જુદાપણું છે તે જણાવે છે – રાજ્ય તેસઠ લાખ પૂર્વ એક લખ ચારિત્રને,
પર્યાય મુનિ સે કોડ દશ લખ સમૂહ કેવલિમુનિ તણો એ આઠ સરખા વીશમાં પણ જનક જનની નારના, નામ લંછન હાય જુદા વિહરમાણ જિનેશન.
૧૬૫ સ્પાર્થ –આ વીશ તીર્થ કરે તેસઠ લાખ પૂર્વ વર્ષ સુધી રાજ્ય કરે છે. ૫ તેમને ચારિત્ર પર્યાય એક લાખ પૂર્વ વર્ષને હેય છે. ૬ તેમને સો કોડ મુનિવરોને પરિવાર હેય છે. ૭ અને તેમના પરિવારમાં દશ લાખ કેવલજ્ઞાની મુનિઓ હોય છે. ૮ એ પ્રમાણે આ રસાઠ વાનાં તે વીસે વિહરમાન તીર્થકરોનાં સરખાં જાણવા. (૧૬)
પ્રશ્ન-૨૦ વિહરમાન જિનમાં કઈ કઈ બાબતમાં તફાવત હોય છે?
ઉત્તર –વિહરમાન તીર્થંકરના માતા પિતા તથા પત્ની, આ ત્રણેનાં નામ તથા તેમનાં લંછન જુદા જુદા હોય છે. (૧૦૭) ૧૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org