________________
( શ્રીવિજયપરિકૃતસ્પષ્ટાર્થ –પ્રશ્ન:–દેવેના ચાર ભેદમાં પરમાધામી દેવે કયા પ્રકારના ભેદમાં ગણાય છે?
ઉત્તર –દેવના ભુવનપતિ, વ્યંતર, જોતિષી અને વૈમાનિક એમ મુખ્ય ચાર પ્રકારે કહેલા છે. તેમાંના ભુવનપતિ દેના દશ પ્રકાર છે. તેમાં અસુરકુમાર નિકાય નામે પહેલે ભેદ છે. આ અસુરકુમાર નિકાયના પરમાધામી દે કહેલા છે. આ પરમાધામીના ૧૫ ભેદ છે. પરમાધામી દેવાને એક કૃષ્ણલેશ્યા હોય છે. કારણ કે તેઓ ઘણું સંકલેશ પરિણામવાળા હોય છે. અને તેથી તેઓ નારકીના જીને દુઃખ આપવામાં અને તેમને દુખથી રીબાતા જોવામાં ઘણે આનંદ માને છે. તેઓ નારકીઓને અનેક પ્રકારની ઘર વેદના ઉપજાવે છે. (૮૭)
પ્રશ્ર –-કયા દેવલોકમાં સંખ્યાતા છવો ઉપજે છે અને આવે છે?
ઉત્તર–આનત નામના નવમા દેવલોકથી માંડીને ઉપરના સર્વ પ્રકારના દેવલોક એટલે આનત દેવક, પ્રાણુત દેવક, આરણ દેવક તથા અશ્રુત દેવક, તેમજ નવ રૈવેયક અને પાંચ અનુત્તર દેવક. આ બધા દેવલેકમાં દેવેની સંખ્યા અસંખ્યાતી છે, પરંતુ તેમાંથી સંખ્યાતા છ જ ઉત્પન્ન થાય છે. આનું કારણ એ છે કે આનતાદિ દેવલોકમાં ઉપજનારા જીવ પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય જ હોય છે અને ગર્ભજ મનુષ્યની સંખ્યા સંખ્યાતી જ છે. તેથી આ દેવલોકમાં સંખ્યાતા જ ઉપજે છે, વળી આ દેવકના દેવો મરીને પર્યાપ્તા ગર્ભ જ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. (૮૮) ૧૪૬
કામગોને ત્યાગ કરવાનું જણાવીને વક્તાને શું લાભ થાય તે જણાવે છે – કામેન્દ્રિયો બે કાન નેત્રો શેષ ત્રણ ભેગેન્દ્રિય,
કામ ભેગ ત્યાગ કરવા કરણ સંયમ ભાખિયા; વકતા અનુગ્રહ ભાવથી ઉપદેશ ઘે શ્રોતા સુણે,
શ્રોતા ન પામે બેધ કદિ બહુ લાભ પણ વદનારને. १४७ સ્પષ્ટાર્થ–પ્રશ્ન-ઇંદ્રિયોને સંયમ શા માટે કરવો જોઈએ?
ઉત્તર--કામોને ત્યાગ કરવા માટે ઇન્દ્રિયોને સંયમ રાખવાનું એટલે ઇદ્રિને વશ રાખવાનું કહેવું છે શ્રોત્રેન્દ્રિય તથા ચક્ષુ ઈદ્રિય એ બે ઈદ્રિને કામેન્દ્રિય કહેલી છે અને બાકીની ત્રણ એટલે સ્પર્શેન્દ્રિય રસેન્દ્રિય તથા ધ્રાણેન્દ્રિય એ ત્રણને ભેગેન્દ્રિ કહેલી છે. આ પાંચે ઈદ્ધિને વશ રાખવાથી કામોને ત્યાગ થઈ શકે છે. જેઓ કામલેગેને ત્યાગ કરે તે જ આત્માએ સંયમ ધર્મની સાત્ત્વિકી આરાધના કરી શકે છે. (૮૯).
પ્રશ્ન--સાંભળનાર જીવોને ઉપદેશની અસર ન થાય તે ઉપદેશ આપનારને શે ફાયદો થાય ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org