________________
૧૧૪
( વિજ્યપઘરિકૃતજિનકલ્પી કદિ મુનિ સાત એક ઉપાશ્રયે ભેગા મળે,
આલાપ સંલાપાદિ ન કરે મૌન નિજ ગુણ રતિ ધરે, જિનકલ્પી મુનિ ચાલ્યા જતાં વ્યાધ્રાદિ સામે આવતા,
નિર્ભય બની સીધા જતા જિનકલ્પ વિધિને પાલતા. ૧૪૨ સ્પષ્ટાર્થ –પ્રશ્ન –વધારેમાં વધારે કેટલા જિનકલ્પીઓ ભેગા થાય?
ઉત્તરઃ- જિનકલ્પી મુનિવરે એકલ વિહારી હોય છે. પરંતુ તેઓ કેઈ કાળે એકઠા થઈ જાય તે એક સાથે વધારેમાં વધારે સાત જિનકલ્પીઓ એક ઉપાશ્રયમાં ભેગા થાય, તે પણ એક બીજા સાથે વાતચીત કરતા નથી, પરંતુ મૌનને ધારણ કરે છે અને પિતાના જ્ઞાનાદિ ગુણેમાં રમણતા કરે છે.
જિનકલ્પી મુનિઓ જે દિશામાં ચાલ્યા જતા હોય તે દિશામાં સામેથી વાઘ સિંહ વગેરે ગમે તેવા ભયંકર પ્રાણીઓ સામે આવતા હોય તે પણ તેઓ નિડરપણે સીધા ઈસમિતિ સાચવતા ચાલ્યા જાય છે. તેઓ તેમનાથી ભય પામીને બીજી દિશા તરફ વળતા નથી. પરંતુ તેઓ પોતાના જિનકલ્પના આચારનું પાલન કરવા પૂર્વક નિર્ભયપણે તેજ દિશા તરફ ચાલ્યા જાય છે. આ બીના અહીં પહેલાં બહુ જ સંક્ષેપ કહી હતી. તે અહીં વિસ્તારથી સમજાવી છે. (૮૩) ૧૪૨
ચારિત્રની વિરાધના કરનારા છ દેવલેકમાં કયાં સુધી ઉપજે તે જણાવે છે – ચારિત્રના વિરાધકો કદિ દેવપણું પામે તાદા,
જાત્કૃષ્ટ ભુવનપતિ પ્રથમ સ્વર્ગે સંપદા; પામે ક્રમે મૂલગુણ વિરાધક તેહ છે જાણવા,
મહુવાર સંચમના વિરાધક જીવ અથવા જાણવા. ક ૧૪૩ સ્પષ્ટાર્થ–પ્રશ્ન–દેવગતિની અપેક્ષાએ ચારિત્રની વિરાધના કરનારા જીવો કયાં સુધી જઈ શકે ?
ઉત્તર–ચારિત્રની વિરાધના કરનારા જીવો કદાચ દેવપણું પામે તે જઘન્યથી ભુવનપતિ દેવપણે ઉપજે છે અને ઉત્કૃષ્ટથી પ્રથમ દેવલેક એટલે સૌધર્મ દેવકમાં ઉત્પન્ન થાય છે. આ વચન મૂલ ગુણની વિરાધના કરનારા જીવોની અપેક્ષાએ જાણવું. અથવા જેઓએ ઘણીવાર સંયમની વિરાધના કરી હોય તેમની અપેક્ષાએ જાણવું. ૧૪૩ - દેવમાં દ્રવ્ય પૂજા ક્યાં સુધી હોય તે જણાવી દેવામાં ઈન્દ્રાદિક વ્યવસ્થા કયાં સુધી હેય તે બે ગાથામાં જણાવે છે – સુકમાલિકા વિરાધતી ઉત્તર ગુણેને તેહથી,
આલોચનાદિક વિણ ગઈ ઇશાન સ્વર્ગે તેથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org