________________
૧૪૪
દેશનાચિંતામણિ ] બે વચન એમ ઘટાવવા અચુત સુધીજ જલાશ્રયે,
દ્રવ્ય પૂજન લાભ ગ્રંયકાદિ સુરને ના કહ્યો. દ્રવ્યપૂજા સ્નાનથી પણ સ્નાન હોય જલાશ્રયે,
વ્યવસ્થા ઇંદ્રાદિની અય્યત સુધી જ વિચારીએ રૈવેયકાનુત્તર વિમાને સર્વ અહમિન્દ્રામરા, અનુત્તર વિમાને દેવ હવે શુદ્ધ સંયમિ મુનિવરો.
૧૪૫ સ્પષ્ટાથે –સુકુમાલિકા સાધ્વીએ ચારિત્રની વિરાધના કરી હતી તે છતાં તે ઈશાન દેવલેકમાં ઉત્પન્ન થઈ છે એમ કહ્યું છે. આ પ્રમાણે આ બે વચનમાં વિરોધ જણાય છે તેનું સમાધાન આ પ્રમાણે જાણવું –સુકુમાલિકા સાધ્વીએ મૂલગુણની વિરાધના કરી નહોતી પણ ઉત્તરગુણની જ વિરાધના કરી હતી તેથી તે ઈશાન દેવલેકમાં ઉત્પન્ન થઈ છે. મૂલગુણની વિરાધના કરનાર જીવો તે સૌધર્મ દેવલેક સુધી જ ઉત્પન્ન થાય છે. (જઈ શકે છે.) (૮૪)
પ્રા–દેવકમાં દેવાદિને દ્રવ્યપૂજા કયાં સુધી હોય છે?
ઉત્તર–અશ્રુત નામના બારમા દેવલેક સુધી જ દ્રવ્યપૂજા હોય છે એટલે અચુત દેવલેક સુધીના દેવતા દ્રવ્યપૂજા કરે છે પરંતુ તેથી ઉપરના નવ રૈવેયક તથા પાંચ અનુત્તરવાસી દેવો દ્રવ્યપૂજા કરતા નથી. કારણ કે અમ્રુત દેવલેક સુધી જલાશ–વાવ વગેરે કહેલા છે, સ્નાન કર્યા સિવાય દ્રવ્યપૂજા થઈ શકતી નથી, અને જ્યાં જલાશય હોય ત્યાં જ સ્નાન થઈ શકે છે. (૮૫)
પ્રશ્ન-ઈન્દ્રાદિકની વ્યવસ્થા કયાં સુધી હોય છે?
ઉત્તર–બારમા અચુત નામના દેવલેક સુધી ઈન્દ્રાદિકની વ્યવસ્થા છે. અથવા સ્વામી સેવક ભાવ બારમા દેવલેક સુધી છે ત્યાંથી આગળના એટલે નવ રૈવેયકના દેવો તથા પાંચ અનુત્તરવાસી દેવો અહમિન્દ્ર કહેલા છે. કારણ કે ત્યાં સ્વામી સેવક ભાવ નથી. તેમજ ત્યાં કેઈ ઈન્દ્ર નથી. જે મુનિરાજે અપમત્ત ભાવે શુદ્ધ સંયમની આરાધના કરે છે તેઓ અનુત્તરવાસી દેવ થાય છે. (૮૬) ૧૪૪–૧૪૫
પરમાધામી કયા પ્રકારના દેવે છે તે જણાવીને કયા દેવલોકમાં સંખ્યાતા છે ઉપજે અને મારે તે જણાવે છે – દેવ પરમાધામી સર્વે ભુવનપતિ અસુરે કહ્યા,
કૃષ્ણ લેશ્યાવંત તેઓ કિલષ્ટ પરિણામી કહ્યા; આનતાદિક દેવ સંખ્યાતા ઓ ને ઉપજતા, ત્યાં મનુષ્યો એક સમયે જે સંખ્યાતા થતા.
૧૪૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org