________________
૧૨૧
દેશનાચિંતામણિ ] આયુષ્યની ઉત્કૃષ્ટ અબાધા જાણવી. અપવર્તનીય આયુષ્યવાળા જેમાં ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વ ક્રિોડ વર્ષની સામાન્ય મનુષ્ય અને સામાન્ય તિર્યંચની હોય છે તેથી તેઓની ઉત્કૃષ્ટ અબાધા પૂર્વ કોડ વર્ષને ત્રીજો ભાગ એટલે એક તૃતીયાંશ પૂર્વ ક્રિોડ વર્ષની હોય છે. જે આ જીવો ત્રીજા ભાગે આયુષ્ય ન બાંધે તે નવમા ભાગે આયુષ્ય બાંધે છે, ત્યારે તેમને નવમા ભાગ જેટલી અબાધા હોય. નવમા ભાગે ન બધે તે સત્તાવીસમા ભાગે, તે વખતે ન બાંધે તે એકયાસીમા ભાગે એમ ત્રીજા ત્રીજા ભાગે ગણતાં છેવટે આયુષ્યના છેલ્લા અંતમુહૂર્તમાં પણ આયુષ્ય બાંધે છે, માટે જે જીવ જેટલામે ભાગે આયુષ્ય બાંધે તેમને બાકી રહેલો તેટલે ભાગ નવા બાંધેલા આયુષ્યની અપેક્ષાએ અબાધાકાલ જાણ. જેઓ છેલ્લા અંતમુહૂર્ત આયુષ્ય બાંધે તેમની અપેક્ષાએ જઘન્ય અબાધાકાલ અંતર્મુહૂર્ત પ્રમાણુ જાણ.
આ અપવર્તનીય આયુષ્ય સોપક્રમી આયુષ્ય અને નિરૂપક્રમી આયુષ્ય એમ બે પ્રકારનું છે. મરણ વખતે બાહ્ય શઆદિક કારણે જેમાં હેતુ રૂપ હય તે સેપકમી જાણવું અને તેવા બાહ્ય કારણે જેમાં ન હોય તે નિરૂપકમી આયુષ્ય જાણવું
અહીં વિશેષમાં સમજવાનું કે સાત કર્મોમાં જે ઉત્કૃષ્ટી સ્થિતિમાં ઉત્કૃષ્ટી અબાધા કહી છે તે ઉત્કૃષ્ટી સ્થિતિમાં અંતર્ગત જાણવી. ઉત્કૃષ્ટ સ્થિતિથી જુદી ઉત્કૃષ્ટ અબાધા નથી, પરંતુ આયુષ્ય કર્મની અબાધા આયુષ્યની સ્થિતિ ઉપરાંત (વધુ સ્થિતિરૂપ) જાણવી. આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે આવી આયુષ્યની સ્થિતિ બાંધ નાર મનુષ્ય ઉત્કૃષ્ટથી પૂર્વ ક્રિોડ વર્ષના આયુષ્યવાળો હોવાથી ત્યાં ઉત્કૃષ્ટ અબાધા પૂર્વક્રોડ વર્ષની હોય છે. આ અબાધા કાલ ૩૩ સાગરેપમ ઉપરાંત જાણ તેને સમાવેશ ૩૩ સાગરોપમમાં થતું નથી. (૨) ૧૫૨-૧૫૩
મોક્ષ પ્રાપ્તિનું અનંતર કારણ ક્ષાયિક સમકિત છે તે જણાવે કે – જે હોય લાપશમિક તે ક્ષાયિક સમ્યકત્વી બની,
ક્ષપકશ્રેણી આદરે તિણ પ્રાપ્તિમાં શિવશર્મની, ક્ષાયિક અનન્તર હેતુ બીજા પર પર હેત કહ્યા, ભાવદર્શન આપશમિક ક્ષાયિક દર્શન ભણ્યા.
૧૫૪ સ્પષ્ટાથ–પ્રશ્ન–મક્ષના સુખ મેળવવામાં અનંતર કારણ (અસાધારણ ખાસ જરૂરી કારણ) કયું સમ્યકત્વ છે?
ઉત્તર--ઔપશમિક, ક્ષાશમિક અને ક્ષાયિક એ ત્રણ પ્રકારનાં સમ્યકત્વ છે. તેમાંથી ઔપણમિક સમ્યકત્વવાળા જ ઉપશ્રમશ્રેણિ માંડી શકે, પરંતુ તે શ્રેણિવાળા જીવો ૧૧ મા ગુણસ્થાનકથી આગળ જઈ શકતા નથી, તેથી ઔપથમિક સમ્યકત્વવાળા છ મેક્ષમાં જઈ શકતા નથી. ક્ષે પશમ સમ્યકત્વવાળા જીવો તે શ્રેણિજ માડી શકતા નથી એટલે તે સમકિતવાળા પણ મોક્ષે જઈ શકતા નથી. પરંતુ ક્ષપશમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org