________________
દેશના ચિંતામણિ ] નથી. પરંતુ અંતર્મુહૂર્નાદિક પ્રમાણ સ્થિતિવાળા હોવાથી સાંત—–છેડાવાળાં કહ્યા છે. (૯૪) ૧૫૫
ક્ષાયિક સમક્તિ ક્યાં સુધી રહે તે જણાવી કલ્પાતીત દેવે જણાવે છે – યથાખ્યાત તણી પરે ક્ષાયિક જે સમયે લહે,
ત્યારથી કાયમ રહે ને સિદ્ધ ભાવે પણ રહે, રૈવેયકાનુત્તર સુરે મૂલ શરીરથી પર દેહની, રચના કરે ના હેતુ કલ્પાતીત સ્થિતિ છે તેમની.
૧૫૬ પાર્થ –પ્રશ્ન –ક્ષાયિક સમ્યકત્વ ક્યાં સુધી રહે?
ઉત્તરઃ—જ્યારે જીવ મેહનીય કર્મને ક્ષય કરી નિર્મલ ચારિત્ર પ્રાપ્ત કરે છે ત્યારે ક્ષાયિક ભાવનું યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. આ ક્ષાયિક ભાવનું યથાખ્યાત બારમે, તેરમે અને ચૌદમે ગુણઠાણે હોય છે. જેમ તે આવ્યા પછી જતું નથી તેમ ક્ષાયિક સમ્યકત્વ પણ ચેથા અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી સાતમા અપ્રમત્ત ગુણસ્થાનક સુધીના ૪ ગુણસ્થાનકમાં થાય છે અને તે પ્રકટ થયા પછી કદાપિ જતું રહેતું નથી, પરંતુ ક્ષે જાય ત્યાં પણ સાથે રહે છે. આથી જ તેને અનંત કહ્યું છે. મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિ ને ઉપશમ થવાથી ઉદય સર્વથા બંધ થાય ત્યારે પણ યથાખ્યાત ચારિત્ર થાય છે. આ ઉપશમ ભાવનું યથાખ્યાત ચારિત્ર અગિઆરમાં ગુણસ્થાનકે હેય છે, તે તે અંતર્મુહૂર્ત સુધી જ ટકે છે, પછીથી ચાલ્યું જાય છે. (૫)
પ્રશ્ન :–કલ્પાતીત સ્થિતિ કયા દેવેની છે?
ઉત્તર –નવ વેયક દે તથા પાંચ અનુત્તરવાસી દેવેની કપાતીત સ્થિતિ છે. કારણ કે આ દે કલ્પ એટલે તીર્થકર દેના કલ્યાણકાદિ પ્રસંગે આવવું તે સ્વરૂપ અથવા સ્વામી સેવક ભાવરૂપી કલ્પથી રહિત છે. આ દેવે જિનેશ્વરના કલ્યાણકાદિ પ્રસંગે માં આવતા જતા નથી, તેમજ તેઓમાં પરસ્પર સ્વામી સેવક ભાવ નથી તેથી તેઓ અહમિંદ્ર કહેવાય છે. વળી આ દેવે જે મૂલ વૈક્રિય શરીર છે તેથી બીજું જુદું ઉત્તર વૈક્રિય શરીર પણ કરતા નથી, કારણ કે તેઓને તે કરવાનું પ્રજન (ખાસ કારણ) હેતું નથી. (૯૬) ૧૫૬
કયા દેવે ઉત્તર વૈક્રિય શરીરની રચના કરે તે જણાવી સાતે નારકીનું ઉત્કૃષ્ટ આયુષ્ય જણાવે છે – અચુત સુધીના ઈંદ્ર આદિક ભકિત આદિક કારણે,
વિક્રિય રચે ઉત્કૃષ્ટ યોજન લક્ષ સાધિક મનુજને રત્નપ્રભાદિકમાં ક્રમે ઉત્કૃષ્ટ આયુ સાગરે, - એક ત્રણ સગ દસ સત્તર બાવીસ તેત્રીસ મન ધરે,
૧૫૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org