________________
૧૨૪
[ શ્રીવિજ્યપદ્ધસૂરિકૃતસ્પષ્ટાર્થ –પ્રશ્ન –ક્યા દેવે ઉત્તર વૈક્રિય શરીર કરે?
ઉત્તર --અશ્રુત નામના બારમા દેવલેક સુધીના દેવ એટલે ભુવનપતિ દે, વ્યંતર દેવે, વાણવ્યંતર દેવો, તિષિ દેવો તથા ૧૨ દેવલેક સુધીના દેવો જિનેશ્વરની ભક્તિ વગેરે કારણોમાંના કોઈ પણ કારણથી પિતાના મૂળ ક્રિયથી જુદા વૈક્રિય શરીરની રચના કરે છે. આ શરીર રચનાને ઉત્તર વૈકિય શરીર કહેવાય છે. આ દેવો ઉત્તર ક્રિય શરીર બનાવીને જિનેશ્વરના કલ્યાણકાદિ પ્રસંગમાં જાય છે, પરંતુ પિતાના મૂળ શરીરે જતા નથી. દેવોનું મોટામાં મોટું ઉત્તર વૈક્રિય એક લાખ જન પ્રમાણ હોય છે. મનુષ્યનું ઉત્તર ક્રિય એક લાખ યોજનથી ચાર આંગળ અધિક હોય છે. દેવોનું ઉત્તર વૈક્રિય જમીનથી ચાર આંગળ અદ્ધર હોય છે, ત્યારે મનુષ્યનું ઉત્તર વક્રિય જમીનને અડે છે, તેથી મનુષ્યનું ઉત્તર વૈક્રિય નીચેના ભાગમાં ચાર આંગળ અધિક હોય છે. ઉપરના ભાગ (મસ્તકના ભાગની સપાટી)ની ઉંચાઈમાં બંને ઉત્તર વૈક્રિયે સરખા હોય છે. (૭)
પ્રશ્ન : -રત્નપ્રભાદિ નારકીમાં ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું હોય?
ઉત્તરઃ–પહેલી રત્નપ્રભા નામની નરકભૂમિમાં નારકીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરેપમનું, બીજી શર્કરપ્રભાના નારક જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ સાગરોપમ, ત્રીજી નરકના નારકીઓનું ૭ સાગરોપમ, ચેથી નરકના નારકીઓનું ૧૦ સાગરોપમ, પાંચમી નરકના નારકીઓનું ૧૭ સાગરોપમ, છઠ્ઠી નરકના નારકી જીવોનું ૨૨ સાગરેપમ અને સાતમી નરકન નારકી જીવોનું ૩૩ સાગરેપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. (૯૮) ૧૫૭
સાતે નારકીઓનું જઘન્ય આયુષ્ય જણાવે છે – પ્રથમ નરકેસ્કૃષ્ટ આયુ તેજ લધુ બીજી વિષે,
બીજીનું ઉત્કૃષ્ટ આયુ તેજ લધુ ત્રીજી વિષે; આ ક્રમે છટ્રી નરકનું આયુ ઉત્કૃષ્ટજ બને, સાતમી નરકે જઘન્યજ અતર તેત્રીશ ગુરૂ અને.
૧૫૮ સ્પષ્ટાર્થ–પ્રશ્ના-નારકીઓનું જઘન્ય આયુષ્ય કેટલું હોય?
ઉત્તરઃ–પહેલી રત્નપ્રભાના નારકીઓનું જઘન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષનું હોય છે. ત્યાર પછી શર્કરા પ્રભાદિ નરક સ્થાનમાં જઘન્ય આયુષ્ય.. સમજવાની યુકિત આ પ્રમાણે જાણવીઃ–પહેલી નારકીનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય તે બીજી નારકીનું જઘન્ય આયુષ્ય જાણવું એટલે બીજી નારકીનું જઘન્ય આયુષ્ય એક સાગરોપમનું જાણવું. બીજી નારકીનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમનું કહ્યું તે ત્રીજી નરકભૂમિના નારકીનું જઘન્ય આયુષ્ય જાણવું. આ રીતે અનુક્રમે સાતે નારકીમાં સમજવું. જેથી નરકના નારકીનું જઘન્ય આયુષ્ય ૭ સાગરોપમ, પાંચમી નરકભૂમિના નારકીનું જઘન્ય આયુષ્ય ૧૦ સાગરોપમ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org