________________
દેશનાચિંતામણિ ] સત્તા કહેવાય છે એટલે કર્મબંધ વખતે જ કર્મની સત્તા સમજવી. કર્મબંધ પહેલાં નહિ. નવાં કર્મ પુદ્ગલેનું જે ગ્રહણ કરવું તે બંધ તત્વ જાણવું. એટલે મિથ્યાત્વ અવિરતિ વગેરે હેતુઓ વડે કર્મ વગણના પુદ્ગલનું ગ્રહણ થઈ આત્મપ્રદેશે સાથે એકમેક થઈ જવું તે કર્મબંધ જાણ (૩૯)
પ્ર–અવ્યવહાર રાશિ કેને કહેવાય?
ઉત્તર–જિનેશ્વર ભગવંતેએ જીના બે પ્રકારો કહેલા છે. ૧ અવ્યવહાર રાશિના જીવે, ૨ વ્યવહાર રાશિના છે. જે સૂક્ષમ નિગોદમાંથી નીકળ્યા નથી અને નીકળશે પણ નહિ તે અવ્યવહાર રાશિના છ જાણવા. અનંતા વનસ્પતિકાય છેનું જે એક શરીર તે નિગોદના સૂક્ષમ અને બાદર એવા બે ભેદે છે. તેમાં સૂક્ષ્મ નિમેદના અથવા સૂમ સાધારણ વનસ્પતિકાયના જી ચૌદ રાજકમાં ભરેલા છે. તે અવ્યવહાર રાશિ કહેવાય છે. આ અવ્યવહાર રાશિમાં અનંતાનંત જીવે છે. આ જીનાં શરીર કઈ રીતે જીવન વ્યવહારમાં એટલે ઉપયોગમાં આવ્યા નથી માટે અવ્યવહાર રાશિના જ કહેવાય છે. (૪૦) ૯૩
વ્યવહાર રાશિ જીનું સ્વરૂપ બે લેકમાં સમજાવે છે – તેહ સ્થળથી નીકળી વ્યવહાર રાશિમાં જતા,
જે તે વ્યવહાર રાશી જીવ ઇમ પ્રભુ ભાષતા; એકેન્દ્રિયાદિકમાં જવું વ્યવહાર તેજ જનાર ત્યાં.
જીવ વ્યવહારી અવ્યવહારી ઈતરને ભાખિયા, સ્પષ્ટાર્થ–પ્રશ્ન–વ્યવહાર રાશિ કેને કહેવાય?
ઉત્તર–અવ્યવહાર રાશિમાંથી એટલે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયમાંથી નીકળીને બાદર વનસ્પતિકાય એકેન્દ્રિયાદિમાં જે જીવે ઉત્પન્ન થાય છે તેઓ વ્યવહાર રાશિના જ કહેવાય છે. એકેન્દ્રિયાદિક એટલે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીમાં જે જીવે ઉત્પન્ન થાય તે વ્યવહાર કહેવાય છે. એટલે આ જીવે પરસ્પર વ્યવહારમાં આવી શકે છે. સૂક્ષ્મપણુમાં હોય છે ત્યારે કઈ પણ પ્રકારના વ્યવહારમાં આવતા નથી. માટે જેઓ બાદર એકેન્દ્રિય વગેરેમાં આવવા રૂપ વ્યવહારમાં આવ્યા તે વ્યવહાર રાશિના જ કહેવાય છે. આ વ્યવહાર રાશિમાં જેટલા જીવે છે તેમાં વધઘટ થતી નથી. કારણ કે વ્યવહાર રાશિમાંથી જેટલા છ મેક્ષે જાય છે તેટલા જ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે, માટે આ વ્યવહાર રાશિના જીવોની સંખ્યામાં વધઘટ થતી નથી. પરંતુ અવ્યવહાર રાશિની સંખ્યામાં ઘટાડો થાય છે, તે પણ આ જીવોની સંખ્યા બહુ જ મોટી છે કે તે સંખ્યા કદાપિ ખૂટતી નથી. (૪૧) ૯૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org