________________
00
[:શ્રીવિજપાસુકિતસમ્યકત્વના લક્ષણે જણાવી ગૃહસ્થ લિંગમાં કયા જ્ઞાન ઉપજે અને ક્યા ન ઉપજે તે જણાવે છે – ઉપશમાદિક પાંચ લક્ષણ જાણિયે સમ્યકત્વના,
લક્ષ્ય સાધન નાણું ત્રીજું તેમ મન પર્યવ જના; મતિ શ્રત જ્ઞાની જ પામે ભાવ સંયમિ ગૃહિપણે, કઈ કેવલને લહે પણ ન મણપજજવ નાણને.
૧૦૯ સ્પષ્ટા –પ્રશ્ન –સમ્યકત્વને ઓળખવાના સાધને ક્યા કયા?
ઉત્તર –(૧) ઉપશમ. (૨) સંવેગ. (૩) નિર્વેદ (૪) અનુકંપા (૫) આસ્તિકય આ પાંચ લક્ષણોમાંના કેઈપણ લક્ષણથી આપણે પરજીવને સમ્યગ્દષ્ટિ તરીકે માની શકીએ. ઉપશમાદિ તે પાંચે સાધનથી સમ્યગ્દષ્ટિ રૂપ લક્ષ્યને ઓળખી શકાય છે, તેથી પાંચે લક્ષણે લક્ષ્યના સાધન કહેવાય છે. (૫૧)
પ્રશ્ન –એકલું અવધિજ્ઞાન કે મન:પર્યવ જ્ઞાન હોય કે નહિ?
ઉત્તર–ત્રીજું અવધિજ્ઞાન તેમજ ચોથું મન:પર્યવ જ્ઞાન આ બે જ્ઞાન મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની જ પામે છે, એટલે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન જેને હોય તેને જ અવધિજ્ઞાન અથવા મન:પર્યવ જ્ઞાન થાય છે, પરંતુ પ્રથમના બે જ્ઞાન વિનાનું અવધિ કે મનપર્યવ જ્ઞાન હોતું નથી. એટલે કોઈ જીવને મતિ શ્રુત અને અવધિ એમ ત્રણ જ્ઞાન હેય છે, અને કેઈક જીવને મતિ શ્રુત અને મન પર્યવ એમ ત્રણ જ્ઞાન હોય છે, અને કોઈકને મતિ, કૃત, અવધિ અને મનઃ પર્યવ એમ ચાર જ્ઞાન એક સાથે હોય છે. ગૃહ
સ્થપણુમાં સમકિતી જીવને મતિ જ્ઞાન અને શ્રુતજ્ઞાન એમ બે જ્ઞાન હોય છે અને કઈ કને અવધિજ્ઞાન પણ હોય છે. (૫૨)
પ્રશ્ન-ગૃહસ્થ વેશમાં મન:પર્યવ જ્ઞાન ઉપજે કે નહિ?
ઉત્તર-ભાવ સંયમમાં વર્તતાં કેઈક ગૃહસ્થને કેવલજ્ઞાન થાય છે, પરંતુ ગૃહસ્થના વેશમાં કદાપિ મન:પર્યવ જ્ઞાન થતું નથી. કારણ કે મન:પર્યવ જ્ઞાન થવામાં ભાવ સંયમ સાથે સાધુ વેશ પણ હોય, તેજ મન:પર્યવ જ્ઞાન થાય છે અને તેથીજ કઈ પણ તીર્થકરને જન્મકાલથી મતિ, કૃત અને અવધિજ્ઞાન હેય છે તેમને ચારિત્ર લીધા સિવાય કદાપિ મન:પર્યવ જ્ઞાન ઉપજતું નથી, પરંતુ જ્યારે શ્રીતીર્થંકર પ્રભુ દીક્ષા લઈને સાધુ વેશ ધારણ કરે છે, ત્યારે તેમને તે જ વખતે મનઃપર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય છે (૫૩) અહિં પચાસમાં પ્રશ્નોત્તરમાં જણાવેલા સમ્યકત્વના ઉપશમ વગેરે લક્ષણની બીના દષ્ટાંતાદિ સાથે સંક્ષેપમાં આ પ્રમાણે જાણવી. સમકિતનાં પાંચ લક્ષણમાંના પહેલા શમ ગુણની ટૂંક બીના–
शमः शाम्यति क्रोधादीनपकारे महत्यपि । लक्ष्यते तेन सम्यक्त्वं, तदाद्यं लक्षणं भवेत् ॥१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org