________________
દેશનચિંતામણિ ]
અતીર્થસિદ્ધ (૨)-ચતુર્વિધ સંઘની સ્થાપના થયા પહેલાં જેઓ મેક્ષે જાય તે મરૂદેવા માતા વગેરે અતીર્થસિદ્ધ જાણવા. વળી જે આત્મા તીર્થંકર દવેના આંતરામાં– તીર્થને વિચ્છેદ થયે તેવા આંતરામાં જાતિસ્મરણાદિ પામીને મોક્ષે ગયા તેઓ પણ અતીર્થસિદ્ધ જાણવા.
આ બે ભેદમાં પણ બધા સિદ્ધોને સમાવેશ થઈ જાય છે.
અહીં ક્યા ભગવાનના આંતરામાં તીર્થને વિચ્છેદ થયે અને તે કેટલે કાલ રહ્યો તે આ પ્રમાણે –નવમા શ્રી સુવિધિનાથ ભગવાનના નિર્વાણથી માંડીને સોળમા શ્રી શાંતિનાથ ભગવાનના તીર્થની સ્થાપના સુધીના સાત આંતરમાં જ તીર્થને વિચ્છેદ થયેલું છે. બીજા જિનેના આંતરામાં વિચ્છેદ થયે નથી. નવમા અને દશમા તીર્થંકરના આંતરાને જે કાલ કહ્યો છે તેમાં છેલ્લા પાપમમાં તીર્થને વિચ્છેદ હતે. (૧) દશમા અને અગિઆરમા ભગવાનના આંતરને છેલ્લે વા પલ્યોપમ (૨) અગિયારમા અને બારમા જિનના આંતરાને છેલ્લે પપમ (૩) બારમા અને તેરમા ભગવાનના આંતરીને છેલ્લે છે પલ્યોપમ (૪) તેરમા અને ચૌદમા જિનના આંતરાને છેલ્લે બા પલ્યોપમ (૫) ચૌદમા અને પંદરમા જિનના આંતરીને છેલ્લે કા પલ્યોપમ (૬) પંદરમા અને સોળમા જિનના આંતરામાં છેલ્લે પાપમ. (૭) આટલો કાલ તીર્થ વિચ્છેદને કહ્યો છે. તે વિચ્છેદ કાલમાં જે મોક્ષે ગયા તે પણ અતીર્થસિદ્ધ જાણવા.
૫ ગ્રહસ્થલિંગસિદ્ધ–(૩) જેઓ કેવલજ્ઞાન પામ્યા ત્યારે અથવા મોક્ષે જતી વખતે ગૃહસ્થના વેષમાં રહેલા હતા તેવા ભરત ચક્રવર્તી વગેરે.
૬ અન્યલિંગસિદ્ધ–(૩) જેઓ કેવલજ્ઞાન પામ્યા ત્યારે સાધુના વેશમાં નહોતા તેમ શ્રાવકના વેશમાં પણ નહતા, પરંતુ તે બંનેથી ભિન્ન તાપસાદિના વેશમાં હતા. તેઓ વલ્કલચીરી તાપસાદિકની જેમ અન્યલિંગસિદ્ધ જાણવા.
૭ સ્વલિંગસિદ્ધ–(૩) જેઓ સાધુના વેશમાં હતા અને કેવલજ્ઞાન પામી મેક્ષે ગયા તેવા ગણધરાદિ સ્વલિંગસિધ્ધ જાણવા.
૮ સ્ત્રીલિંગસિદ્ધ (૪) જેઓ મનુષ્યગતિમાં સ્ત્રીરૂપે ઉત્પન્ન થયેલ છે, તેઓ રત્ન. ત્રયીની આરાધના કરી ક્ષપકશ્રેણિ માંડીને મોક્ષે જાય તે સ્ત્રીલિંગસિદ્ધ કહેવાય છે. પ્રત્યેકબુદ્ધ સિદ્ધ તથા જિનસિદ્ધ આ બે અવસ્થા સ્ત્રીલિંગવાળાને હેતી નથી. જો કે મલ્લીનાથ સ્ત્રીલિંગમાં તીર્થકર થયા છે, પરંતુ તે અચ્છેરા (આશ્ચર્યો) માં ગણાય છે. માટે સ્ત્રીલિંગે તીર્થકર હોતા નથી. સ્ત્રીલિંગસિદ્ધમાં ચંદનબાળા આદિ જાણવાં.
પુરૂષલિંગસિદ્ધ–(૪) જેઓ મનુષ્યગતિમાં પુરૂષરૂપે ઉત્પન્ન થયા અને જેઓ પુરૂષપણામાં કેવલજ્ઞાન પામી ક્ષે ગયા તે ગૌતમસ્વામી આદિ પુરૂષલિંગ સિદ્ધ જાણવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org