________________
* ઉન્ડ
દેશના ચિંતામણિ ] ૪ સ્પર્શના–સિધના જીવની સ્પર્શના કેટલી છે? આ પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે
તેમની સ્પર્શના અવગાહના કરતાં અધિક છે. સિદ્ધ પરમાત્મા જેટલા આકાશ ક્ષેત્રમાં રહેલા છે તેનાથી તેઓની સ્પર્શના અધિક છે, કારણ કે તેમની જેટલી અવગાહના છે તેની ચારે દિશાઓ તથા ઉપર નીચે તેમની સ્પર્શના હોવાથી સ્પર્શના અધિક કહેલી છે.
૫ કાલ–અહીં કાલ કહેવાથી તે સિધ્ધ પરમાત્માની મેક્ષમાં સ્થિતિ કયાં સુધી છે?
એવા પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે કોઈ પણ એક સિધ્ધ પરમાત્માની અપે ક્ષાએ તેમની સાદિ અનંત સ્થિતિ જાણવી. જે વખતે સંસારી જીવ સર્વ કર્મોથી છૂટીને મેક્ષે જાય તે વખતે તેમની મેક્ષમાં શરૂઆત થઈ ત્યાં ગયા પછી તેઓ ફરીથી સંસારમાં આવવાના નથી માટે અનંત કાળ કહ્યો. ભાવાર્થ એ છે કે એક સિધ્ધની અપેક્ષાએ શરૂઆત છે પણ છેડો નથી માટે સાદિ અનંત અને સર્વ સિધ્ધની અપેક્ષાએ અનાદિ અનંત કાલ જાણ. કારણ કે સૌથી પહેલા કેણ મોક્ષે ગયું તેવી શરૂઆત નથી માટે અનાદિ અને સૌથી છેલ્લે કોણ મેક્ષે જશે તે અંત નહિ હોવાથી અનંત કાલ જાણ.
૬ અંતર–સિધ્ધના જીવેને આંતરૂં છે કે નહિ? એવા પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે
સિધ્ધના જીવનમાં આંતરૂં નથી. અહીં અંતર બે રીતે સમજવું. એક સિધ્ધથી બીજા સિધ્ધમાં તફાવત છે કે નહિ? તે બાબતમાં જાણવું કે તમામ સિધ્ધ સરખી અવસ્થાવાળા છે, કારણ કે આ દરેક સિધ્ધ સરખા ગુણવાળા છે. સિધ્ધ ભગવાનને કેઈ પણ ગુણ બીજા સિધ્ધ ભગવાનના કરતાં એ છો કે વધતો નથી. એ પ્રમાણે આંતરાને પ્રથમ અર્થ જાણે. બીજો અર્થ આ પ્રમાણે –જે કઈ પદવી પ્રાપ્ત થઈ તે જતી રહે ને ફરીથી પ્રાપ્ત થાય તે વચ્ચેને કાલ તે આંતરૂં જાણવું. આવું આંતરૂં સિધ્ધ પરમાત્મામાં નથી, કારણ કે જે મેક્ષરૂપી પદવી તેઓએ મેળવી છે તે કદાપિ જતી રહેવાની નથી માટે આ બીજા પ્રકારનું આંતરૂં પણ તેએામાં નથી.
૭ ભાગ–સિદ્ધના જી વધારે છે કે સંસારી જીવો ? આ પ્રશ્નના જવાબમાં કહે છે
કે સિધ્ધના છ સંસારી જીના અનંતમા ભાગ જેટલા છે. સંસારી જીવેનું અનંતુ એટલું મોટું છે કે ગમે તેટલા જ મોક્ષે જાય તે પણ સંસારી જીના અનંતમા ભાગ જેટલા જ સિધ્ધના જ હોય છે. સિધ્ધમાં અનંતા જીવે છે તે કેટલા છે તે જણાવવાને કહ્યું છે કે એક નિગદના અનંતમા ભાગ જેટલા છ મેક્ષમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org