________________
( શ્રીવિજ્યપધસૂરિકૃત૨ અપ્રથમસમયસિધ–વિવક્ષિત સમયની પૂર્વે જેઓ સિદ્ધ થયા હોય તે બધા.
તેમાં જે આત્માને સિધ્ધ થયાને બે સમય થયા હોય તે બસમયસિદ્ધ ત્રણ સમય થયા હોય તે ત્રણસમયસિધ, એ પ્રમાણે અનુક્રમે લેતા સંખ્યાતા સમય સુધીના સંખ્યાતસમયસિધ, અસંખ્યાત સમય થયા તે અસંખ્યાત સમયસિધ, અને અનંત સમય થયા હોય તે અનંતસમયસિદધ જાણવા. આ પ્રમાણે સમયના ભેદે કરી સિધ્ધના અનેક
ભેદ જાણવા. આ સિધ્ધ પરમાત્માનું સ્વરૂપ નવ અનુયોગ દ્વારા પણ આ પ્રમાણે જણાવેલું છે૧ સત્પદ પ્રરૂપણું–મોક્ષ છે એમ સાબીત કરવું તે. મોક્ષસ્થાન છે અને ત્યાં સિદ્ધ
પરમાત્મા રહે છે એની સાબીતી શી છે? તેના જવાબરૂપે આ પ્રરૂપણા કરેલી છે. જે શુદ્ધ પદ હેય અથવા એક પદ હેય તે દ્વારા જણાવેલી બાબત અવશ્ય હોય છે. અને બે પદવાળી બાબત હોય અથવા ન પણ હેય. જેમકે-માણસ–ગાય-દેવ–નારક-પુષ્પ, વૃક્ષ વગેરે એક પદવાળી વસ્તુ એ હેવાથી અવશ્ય વિદ્યમાન છે. તેમ મોક્ષ પણ એક પદ વાચી લેવાથી શુદ્ધ પદ હોવાથી અવશ્ય વિદ્યમાન છે. બે પદવાળી રાજપુત્ર, શંગ વગેરે વસ્તુઓ વિદ્યમાન છે તેમ વધ્યાપુત્ર અશ્વશંગ વગેરે બે પદવાળી વસ્તુ વિદ્યમાન નથી. એટલે એક પદવાળી વસ્તુ હોયજ અને બે પદવાળી હોય અથવા ન પણ હોય. આ નિયમને અનુસાર મેક્ષ એક પદ હોવાથી અવશ્ય
વિદ્યમાન સાબીત થાય છે. ૨ દ્રવ્યપ્રમાણુ–મોક્ષમાં આત્માઓની સંખ્યા કેટલી હોય? આ પ્રશ્નના જવાબમાં
કહ્યું છે કે મેક્ષમાં અનંતા આત્માઓ છે, કારણ કે અનાદિ કાળથી આ
સ્થાનમાં છ આવતા હોવાથી અનંતા આત્માઓ મોક્ષસુખ અનુભવી રહ્યા છે. ૩ ક્ષેત્ર–આ સિધ્ધના જીવ કેટલા ક્ષેત્રમાં રહેલા છે? આ પ્રશ્નના જવાબમાં જણાવે છે
કે આ સિદ્ધિ પરમાત્માએ ચૌદ રાજ લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલા છે. તેઓનું ક્ષેત્ર અઢી દ્વીપ પ્રમાણ અથવા ૪૫ લાખ જન પ્રમાણ જે મનુષ્ય ક્ષેત્ર છે તેના બરોબર અને તેને સમાંતરે (સરખે અંતરે) ઊંચે આવેલ સિધ્ધશિલા ઉપર ચિાદ રાજકના અંત ભાગમાં આવેલું છે. આ ૪૫ લાખ જન ચૌદ રાજલકને અસંખ્યાત ભાગ છે માટે અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવું. વળી પ્રથમ આગળ એક સિધ્ધની જઘન્ય તથા ઉત્કૃષ્ટ અવગાહના કહેલી છે તે પણ ચૌદ રાજલકના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હેવાથી એક સિદ્ધનું તેમજ સર્વ સિધ્ધનું ક્ષેત્ર ચૌદ રાજલકના અસંખ્યાતમા ભાગ જેટલું જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org