________________
( શ્રીવિજયપધસૂરિકૃતધન. પિતાના સ્વરૂપમાં (નિજ ગુણ રમણતામાં) જે રહે, તે આત્મા સ્વસ્થ કહેવાય. તેનું જ સ્વરૂપ, તે સ્વસ્થતા કહેવાય. એટલે અનંત જ્ઞાનાદિ ગુણેની રમણતાથી થતા અલૌકિક સ્થિર નિર્મલ આનંદને અનુભવ કરનારા તે સિદ્ધ ભગવંતે હોય છે. તે શ્રી સિદ્ધ ભગવંતના સુખને કેવલી ભગવંતે સંપૂર્ણ સ્વરૂપે જાણી શકે છે પણ જગતમાં કેઈ પણ જીવને એમના જેવું સુખ દેખાતું જ નથી, તેથી ઉપમા (તેને જે પદાર્થ) ન મળી શકવાથી સિદ્ધ પરમાત્માનું સુખ સંપૂર્ણ સ્વરૂપે કહી શકતા નથી. દુનિયામાં કેટલાએક પદાર્થો એવા પણ હોય છે કે જેઓ સંપૂર્ણ શાશ્વત કે અનંત ભેટવાળા નથી, આવા પદાર્થોના પૂર્ણ સ્વરૂપને જાણનારા મહાપુરૂષે પણ “સાધનાદિની ઓછાશ આદિ નિમિત્તોથી તેમને કહી શકતા નથી તે પછી સિદ્ધિના અનંત સુખે ન કહી શકાય, એમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ હોયજ નહિ. આ હકીકતની સાથે અમુક અંશે મળતું ભિલ્લનું દષ્ટાંત ટુંકામાં આ રીતે જાણવું –
એક જંગલમાં સરલ સ્વભાવી મિલ રહેતે હતા. તેને શહેરમાં રહેનારા મનુષ્યાદિને પરિચય નહેતે તથા શહેર કેવું હોય તેની લગાર પણ માહિતી હતી નહિ. એક દિવસ કઈ રાજા અશ્વક્રીડા કરતાં કરતાં ત્યાં આવી ચઢ. તેને બહુ તરસ લાગી હતી. તેથી તેણે તે જિલ્લાની પાસે પાણી માગ્યું. ભિલ્લે આપેલ પાણી પીને રાજા તેની ઉપર બહુ રાજી રાજી થઈ ગયે. મનમાં ભિલ્લને બહુજ ઉપકાર માનતા તે રાજા ઉપકારને બદલે વાળવા માટે તેને સમજાવીને પિતાની સાથે શહેરમાં લાવ્યા. તેને અપરિચિત (આખી જીંદગીમાં નહિ જેએલી) ફરનીચર, સુંદર છત્રી પલંગ, સુગંધિ પદાર્થો જેમાં ગોઠવેલા છે, તેવા મહેલમાં રાખ્યું. ત્યાં રાજાએ તેને સ્વાદિષ્ટ ભેજનાદિ ખાવા પીવાની ઉત્તમ સામગ્રી, જેવા લાયક ઝવેરાત વગેરે સાધને દ્વારા આનંદમાં રાખ્યું. રાજા તેને કઈ વાર બગીચામાં પિતાની સાથે ફરવા પણ લઈ જતા હતા. રાજા આ રીતે તે ઉપકારી ભિલ્લને સુખશાંતિમાં રાખતા હતા. આ રીતે તે ભિલ્લને કેટલેક કાળ પસાર થઈ ગયે.
એક રાતે તેને પિતાનાં બાળબચ્ચાં, જંગલ, ઝુંપડી વગેરે સાંભરી આવ્યાં (યાદ આવ્યાં) એટલે તે ત્યાંથી એકલે કેઈને કહ્યા વગર નીકળીને પોતાના સ્ત્રી માતા પિતા આદિ સંબંધિએને મળે. ભિલને પાછો આવેલે જે કુટુંબીઓ ઘણા રાજી થયા. કુટુંબીઓએ તેને પૂછયું કે આટલા દિવસ તું ક્યાં ગયે હો ? ત્યારે તેણે કહ્યું કે હું એક મોટા નગરમાં ગયે હતે. તે પછી કુટુંબીઓએ પૂછયું કે તે નગર કેવું હતું? ત્યાં તે શું શું જોયું? તે વખતે જવાબમાં તેણે કહ્યું કે ત્યાં મેં જે જે જોયું અને જે સુખ ભોગવ્યું તેનું તમારી આગળ શી રીતે વર્ણન કરૂં? ત્યાં મેં જે મકાને જેમાં તે મકાને કેવાં હતાં તેની સરખામણી આપણાં ઝુંપડાં આગળ શી રીતે કરી શકાય? ત્યાં મેં જે બાગ બગીચા, રાચરચીલું જોયું તેની સરખામણી કરી શકાય એવું આપણાં આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org