________________
દેશનાચિંતામણિ ]
સ્પષ્ટાર્થ “જે કદાચ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે અને કદાચ ચંદ્ર અંગારાને વરસાદ કરે તે પણ તે સતી સ્ત્રી પ્રાણુને નાશ થાય તે પણ પિતાનું શીલ મૂકે તેમ નથી.”
તે પણ હે સચિવ! તારે સ્વામી કદાહ મૂકતે ન હોય તે હું તેને લાવી આપું છું, પણ ફરીથી આ કાર્ય માટે તારે મારું સ્મરણ કરવું નહીં.” એમ કહીને તરતજ તે સ્ત્રી પાસે જઈ તેનું હરણ કરી રાજા પાસે મૂકીને તે અદૃશ્ય થઈ ગઈ. રાજાએ તે અનંગલેખાનું સ્વરૂપ જોઈ મોહ પામી તેણીની અનેક પ્રકારે પ્રાર્થના કરી. ત્યારે તે બેલી કે “હે રાજા! હું પ્રાણને નાશ થશે તે પણ શીલનું ખંડન કરીશ નહી.” તે સાંભળી રાજાએ વિચાર કર્યો કે “સ્ત્રીઓ સ્વભાવથી જ મુખવડે ના ના કહે છે, પરંતુ આ મારે આધીન છે તેથી ધીરે ધીરે તેણીના દઢ ચિત્તને પણ હું પ્રસન્ન કરીશ. સહસા કઈ પણ કાર્ય કરવું નહિ એમ વિચારી તેને એકાંત સ્થળે રાખી રાજા પિતાને સ્થાને ગયે. અનંગલેખા હૃદયમાં પિતાના ભર્તારનું સ્મરણ કરતી ત્યાં રહી.
અહીં અરણ્યમાં હાથીથી ત્રાસ પામીને નાસી ગયેલા પેલા બે મિત્રો જે રાજકુમારથી જુદા પડી ગયા હતા તેઓએ ફરતાં ફરતાં વનમાં વંશની જાળમાં બેસીને મંત્ર સાધન કરતા એક સાધકને જે. સાધકે પણ બને સાહસિક પુરૂષને જોઈ કહ્યું કે
હે કુમારે! તમે જે મારા ઉત્તરસાધક થાઓ તે મારું કાર્ય સિદ્ધ થાય.” તે સાંભળીને તે બન્નેએ હા કહી, એટલે તે સાધકે પિતાની વિદ્યા તેમની સહાયથી સિદ્ધ કરી. વિદ્યા સિદ્ધ થવાથી સંતુષ્ટ થયેલા તે સાધકે તે બન્નેને અદશ્યઅંજની, શત્રુસન્યહિની અને વિમાનકારિણી બે ત્રણ વિદ્યા આપી. ત્યાંથી ફરતાં ફરતાં તે બંને બેનાત આવ્યા. ત્યાં લોકેના મુખથી પોતાના મિત્ર હરિવહનની પ્રિયાને ત્યાંના રાજાએ હરણ કરાવી હરિવહનને શેકાતુર કરી મૂકે છે.” ઈત્યાદિ વાત સાંભળીને મિત્રને વિરહ દૂર કરવા માટે તે બંને મિત્રો અંજનના પ્રયોગથી અદશ્ય થઈ અનંગલેખાની પાસે ગયા. અનંગલેખા તે વખતે પટમાં ચિત્રેલા પિતાના પતિ હરિવાહનના ચિત્ર પર દૃષ્ટિ રાખીને બેઠી હતી. તે જોઈને તે બન્નેએ તે ચિત્રપટ અદશ્યપણેજ લઈ લીધું. તે આશ્ચર્ય જોઈ અનંગલેખાના નેત્રોમાં અશ્રુ ભરાઈ ગયાં અને બોલી કે
अपराद्धं मया किं ते, यचित्रितमपि प्रियम् ।
जहार मम हत्याया, अपि त्वं न बिभेषि किम् ॥१॥ .
સ્પષ્ટાઈન્હે વિધાતા! મેં તારે શે અપરાધ કર્યો છે કે જેથી ચિત્રેલા પતિને પણ તે હરણ કર્યો? આથી મારા આત્માની હત્યા થશે તેને પણ તેને કાંઈ રૂર લાગતું નથી?”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org