________________
દેશનાચિંતામણિ ]
સ્પષ્ટથી–એકસો અગીયારમા લેકમાં જણાવેલા દેવ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે, તેમાં પણ પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે, પરંતુ તેઉકાય અને વાઉકાયમાં ઉપજતા નથી. કારણ કે આ દેવને મરણ સમય નજીક આવે ત્યારે જેઓને પિતાના રત્નના આભુષણે ઉપર મોહ હોય છે, તે દેવે રત્નાદિક પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. અને જેઓને વાવડીના જળને વિષે મોહ હોય છે, તેઓ અપકાયમાં ઉપજે છે તથા જેઓને કમલ વગેરેની ઉપર મહ હોય છે, તેઓ કમલ વગેરે વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. આ ત્રણેમાં તેઓ બાદર લબ્ધિ પર્યાપ્તા એકેન્દ્રિયપણે ઉપજે છે, કારણ કે દેવ મરીને સૂક્ષ્મ જીવોમાં અને અપર્યાપ્તજીવોમાં ઉપજતા નથી, પરંતુ બાદર છવામાં અને લબ્ધિ પર્યાપ્ત જીવોમાં ઉત્પન્ન થાય છે. આ નિયમ તે સઘળા દેવોને માટે નથી, પરંતુ જે ઉપર જણાવેલ રત્ન વગેરેની ઉપર મમતા રાખે છે, તેમને ઉદ્દેશીને તે નિયમ જાણ. (૫૮) ૧૧૨
કર્મબંધ થવામાં મનની મુખ્યતા દૃષ્ટાન્ત પૂર્વક સમજાવે છે -- કર્મબંધે મેક્ષમાં મન મુખ્ય કારણ જાણીએ,
દૃષ્ટાંત ભરત નરેશ તંદલ મત્સ્ય આદિ વિચારીએ જેહ ચાહે બૂરૂં પરનું તાસ બૂરૂં નિશ્ચયે, પરતણું બૂરું થવામાં નિયમ વિરહ વિચારીએ.
૧૧૩ સ્પષ્ટાથ–પ્રશ્ન–કમને બંધ થવામાં તથા કમને નાશ થવામાં કોની મુખ્યતા છે?
ઉત્તર–કમને બંધ થવામાં અને અઠે કર્મોના નાશથી મોક્ષ થવામાં મન એ જ મુખ્ય કારણ જાણવું. કારણ કે મનના શુભાશુભ પરિણામના ગે કમને બંધ તથા કમથી મેક્ષ થાય છે. માટે જ–“મનઃ એવ મનુષ્યાણાં કારણું બંધક્ષયોઃએમ કહેવાય છે. આ બાબતમાં ભરત ચક્રવર્તીનું તેમજ તંદુલિયા મત્સ્યનું દષ્ટાન્ત જાણવું. તેમાં ભરત ચક્રવતીને આરીસા ભુવનમાં એક આંગળીએથી એક વીંટી પડી જવાથી તે આંગળી શોભતી નથી એ જોઈને અનિત્યતાને વિચાર કરતાં અતિશુદ્ધ ભાવના ભાવતા અરીસા ભુવનમાં જ કેવલજ્ઞાન થયું. આ કેવલજ્ઞાન થવામાં મનના શુભ પરિણામે જ મુખ્ય ભાગ ભજવ્યું છે. તેવી જ રીતે સમુદ્રની અંદર મોટા મગરમચ્છની પાંપણને વિષે તંદુલીયે મત્સ્ય ઉત્પન્ન થાય છે. તે ગર્ભ જ મત્સ્ય તંદલ એટલે ચેખા જેટલા પ્રમાણુવાળા હોય છે, તેથી તે તંદુલીયે મત્સ્ય કહેવાય છે. તે એ વિચાર કરે છે કે “આ માટે મગરમસ્ય ઘણાં માછલાંને જીવતા જવા દે છે તેને સ્થાને હું હેલું તે કેઈને જીવતા જવા દઉં નહિ આવા સંકલેશ પરિણામથી તે મત્સ્ય કઈ પણ જાતની કાયાથી દ્રવ્ય હિંસા કરતું નથી, તે પણ માત્ર હિંસાના પરિણામથી મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. ૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org