________________
[ શ્રીવિજયપધસૂરિકૃત સ્પાઈ–મુનિએ કહ્યું કે “હે મહારાજા ! હું અનાથ છું. મારે કોઈ સ્વામી નથી. મારા પર અનુકંપા કરનારને અભાવ હોવાથી મેં ભરજુવાનીમાં જ વ્રત ગ્રહણ કર્યું છે.” તે સાંભળીને હાસ્ય કરતાં શ્રેણિક રાજાએ કહ્યું કે
वर्णादिनामुना साधो, न युक्ता ते घनाथता । तथापि ते त्वनाथस्य, नूनं नाथो भवाम्यहम् ॥१॥ भोगान् भुंक्ष्व यथास्वरं, साम्राज्यं परिपालय ।
यतः पुनरिदं मर्त्यजन्मातीव हि दुर्लभम् ॥२॥
સ્પષ્ટાર્થ–“હે સાધુ! આ તમારૂં રૂપ વિગેરે જોતાં તમે અનાથ દો એ વાત યુક્ત (સાચી) જણાતી નથી. તે પણ જો તમે અનાથ હે, તે હું તમારે નાથ થવા તૈયાર છું. તમે યથેચ્છ ભોગ ભેગવો, અને મારા સામ્રાજ્યનું પ્રતિપાલન કરો. આ મનુષ્ય જન્મ ફરીને મળ અત્યંત દુર્લભ છે. એટલે આવી યુવાવસ્થા ભેગ ભેગવ્યા. વિના નિષ્ફળ જવા દેવી વ્યાજબી નથી.”
તે સાંભળીને મુનિ બેલ્યા કે “હે રાજા ! તમે પોતે જ અનાથ છે તે મારા નાથ શી રીતે થઈ શકશે?” આ પ્રમાણેનું કોઈ પણ વખત નહીં સાંભળેલું વાક્ય સાંભળીને રાજાએ આશ્ચર્ય પામીને પૂછયું કે “હે મુનિ! તમારે તેમ કહેવું વ્યાજબી નથી. કેમકે હું અનેક હસ્તીઓ, અધો, રથે અને સ્ત્રીઓ વિગેરેનું પાલન કરૂં છું, તેથી હું તેઓને નાથ છું; મને તમે અનાથ કેમ કહે છે?” ત્યારે મુનિ પણ કાંઈક હાસ્ય કરતાં બોલ્યા કે “હે રાજન! તમે અનાથ અને સનાથને મર્મ જાણતા નથી માટે તે વિષે હું તમને મારા પિતાનાજ દષ્ટાંતથી સમજાવું છું તે સાંભળો–
કૌશાંબી નગરીમાં મહીપાલ નામે રાજા મારા પિતા છે, તેને હું પુત્ર છું. મને બાલ્યાવસ્થામાંજ નેત્રની પીડા થઈ અને તેની પીડાથી મારા આખા શરીરમાં દાહવર પેદા થયો. મારી પીડા દૂર કરવા માટે અનેક મંત્રવાદીઓએ નથા વૈદ્યોએ અનેક ઉપાયે કર્યા, પરંતુ તેને મારી પીડા દૂર કરી શક્યા નહીં. મારા પિતાએ મારે માટે પિતાનું સર્વસ્વ આપી દેવાનું કબૂલ કર્યું, પરંતુ મને દુઃખથી મુક્ત કરી શક્યા નહી, માટે હું અનાથ છું. મારા પિતા, માતા, ભ્રાતા, બહેન અને સ્ત્રી વિગેરે સર્વ સ્વજને મારી પાસે બેસીને રુદન કરતા હતા અને ભજનને પણ ત્યાગ કરીને મારી પાસે જ નિરંતર બેસી રહેતા હતા. પરંતુ તેઓ મારા દુઃખને નાશ કરી શક્યા નહી. તેજ મારી અનાથતા છે. ત્યાર પછી મેં એ વિચાર કર્યો કે “આ અનાદિ સંસારમાં મેં આ કરતાં પણ અધિક વેદનાઓ અનેક વખત સહન કરી હશે, પણ આજે આટલી વેદના પણ હું સહન કરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org