________________
ર
( શ્રીવિજયપધસૂરિકૃતકકડા કરી નાંખ્યા. તે વખતે તે સર્ષ વિચારવા લાગ્યું કે, “હે ચેતન ! આ દેહના કકડા થવાને મીષે તારા દુષ્કર્મના જ કકડા થાય છે, માટે હે જીવ! પરિણામે હિતકારક એવી આ વ્યથાને તું સમતાપૂર્વક સહન કર.” એમ શુભ ધ્યાન ધ્યાતાં તે સર્પ મરણ પામીને તેજ કુંભરાજાની રાણીની કુક્ષિમાં અવતર્યો.
નાગદેવતાએ રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું કે “હવેથી તું સપને વાત કરીશ નહી, તને પુત્ર થશે.” ત્યાર પછી રાજાએ સર્ષની હિંસાને ત્યાગ કર્યો. અનુક્રમે સમય પૂર્ણ થતાં રાણીએ પુત્ર પ્રસ. રાજાએ સ્વપ્નને અનુસારે તેનું નાગદત્ત એવું નામ પાડ્યું. તે કુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યું. ત્યારે એક વખત તે મહેલની બારીમાં ઉભે હતું, તે વખતે ત્યાંથી એક મુનિને જતા જોઈને તેને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. તેથી વૈરાગ્ય પામીને તે કુમારે મહા પ્રયત્નથી માતા પિતાની આજ્ઞા લઈ સુગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી.
તે સાધુ તિર્યંચ નિમાંથી આવેલા હતા તેથી તેમજ સુધાવેદનીયને ઉદય થવાથી પિરિસીનું પણ પ્રત્યાખ્યાન કરી શક્તા નહી. તેથી તેને ગુરુએ કહ્યું કે “હે વત્સ! તું માત્ર એક ક્ષમાનું જ પરિપૂર્ણપણે પાલન કર, તેમ કરવાથી તું સર્વ તપનું ફળ પામીશ.” તે સાંભળીને તે ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવા લાગ્યા. તે સાધુ હમેશાં પ્રાતઃકાળ થતાંજ એક ગડુક પ્રમાણુ ક્રૂર (ખા) લાવીને વાપરતા હતા. ત્યારે જ તેમને કાંઈક શાંતિ થતી હતી; તેથી લેકમાં તેમનું પૂરગડુક એવું નામ પડયું.
તે ગચ્છમાં ચાર તપસ્વી સાધુઓ હતા. તેમાં પહેલા સાધુ માપવાસી હતા, બીજા બે માસના ઉપવાસી હતા, બીજા ત્રણ માસના ઉપવાસી હતા, અને ચોથા ચાર માસના ઉપવાસી હતા. તે ચારે તપસ્વીઓ પૂરગડુ મુનિને નિત્યજી કહીને તેની નિંદા કરતા હતા. એકદા શાસનદેવીએ ત્યાં આવી કુરગડુ મુનિને વંદના કરી તથા અનેક પ્રકારે તેની પ્રશંસા કરી. પછી સર્વ સાધુ સમક્ષ કહ્યું કે “આ ગચ્છમાં આજથી સાતમે દિવસે પ્રથમ એક મુનિને કેવલજ્ઞાન થશે.” તે સાંભળી પેલા ચારે તપસ્વીઓ બેલ્યા કે “હે દેવી! અમારો અનાદર કરીને તે આ કૂરગડુક સાધુને કેમ વંદના કરી !” ત્યારે દેવી બોલી કે “હું ભાવતપસ્વીને વાંદું છું.” એમ કહીને તે દેવી પિતાને સ્થાને ગઈ.
સાતમે દિવસે કુરગડુ મુનિએ શુદ્ધ આહાર લાવીને ગુરુને તથા પેલા તપસ્વીઓને દેખાયો. તે વખતે પેલા તપસ્વીઓના મુખમાં કાલથી લેગ્સ (બડી આવ્યા. તે તેમણે તે આહારમાં નાંખ્યો. તે જોઈ કુરગડુએ વિચાર કર્યો કે
धिङ् मां प्रमादिनं स्वल्पतपःकर्मोज्झितं च सदा ।
वैयावृत्यमपि ह्येषां, मया कत्तुं न शक्यते ॥१॥
મને પ્રમાદીને ધિક્કાર છે. હું નિરંતર જરા પણ તપસ્યાથી રહિત છું, તેમજ આ તપસ્વીઓની વૈયાવચ્ચ પણ હું કરી શકતું નથી. ” ઈત્યાદિ આત્મનિદા કરતાં અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org