________________
દેશનાચિંતામણિj.
આહારક શરીર ક્યાં સુધી રહે તે તથા તેનું પ્રમાણ વગેરે જણાવે છે – પ્રયજનની પૂર્તિ હેય ન જ્યાં સુધી તે પૂર્વિને,
ત્યાં સુધી તે ચાલુ રાખે તૃતીય તનુના યોગને; હાય મુંડા કર પ્રમાણે કાર્ય જ્યારે થઇ રહે, ઔદારિકે આત્મ પ્રદેશે સંહરી મૂલ રૂ૫ રહે.
૧૦૩ સ્પષ્ટાર્થ–આ આહારક શરીરની ક્રિયા જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી આહારક યુગ જાણવે. એટલે ચૌદ પૂર્વધરે આ આહારક શરીર બનાવ્યું તે પ્રજન જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી આ આહારક શરીરને યોગ ચાલુ રહે છે અને તે આહારક કાયવેગ વધારેમાં વધારે પણ અંતમુહૂર્ત સુધી જ ચાલુ રહે છે. તેમજ આ આહા. રક શરીરનું પ્રમાણ મુંડા કર (મુઠી વાળેલા હાથ) પ્રમાણ એટલે એક હાથમાં કાંઈક ઓછું હોય છે. જ્યારે આહારક શરીરનું કાર્ય પૂરું થાય છે ત્યારે દારિક કાયોગના બલથી તે આહારક શરીરમાંથી તે પૂર્વધરને જીવ પોતાના આત્મ પ્રદેશને પિતાના
દારિક શરીરમાં સંહરી લે છે અને તે વખતે તે (ચૌદ પૂર્વી) પિતાના મૂલ શરીરમાં આવી જાય છે. ૧૦૩
ચોદ પૂર્વધારે મૂકી દીધેલા તે આહારક શરીરનું સ્વરૂપ જણાવી પ્રમાદથી ચેતીને ચાલવાનું સમજાવે છે -- તે પુદગલે વિખરાઈને પર વર્ગણા રૂપે બને,
કાર્યકાલ પ્રમાદ પણ અપ્રમાદ ભાવ નિલીન બને; ભલભલાને ભવવને ભટકાવનાર પ્રમાદ આ,
ઈમ વિચારી પૂર્વધર પણ પલપલે ચેતી રહ્યા. ૧૦૪
સ્પષ્ટાચૌદ પૂર્વધરે જે આહારક શરીર બનાવ્યું તે શરીર પૂર્વધરે છેડી દીધા પછી તે શરીરના પગલે વિખરાઈ જાય છે અને તે અન્ય વર્ગણાઓ રૂપે બને છે. તથા જ્યારે ચોદ પૂર્વધર આ આહારક શરીર બનાવવાને આહારક લબ્ધિ ફેરવે છે ત્યારે તે પૂર્વધર પહેલાં અપ્રમત્ત સંયત સાતમા ગુણઠાણે હોય તે પણ પ્રમત્ત સંયત નામના છÉ ગુણસ્થાનકમાં આવે છે, કારણ કે કઈ પણ જાતનું નવું કાર્ય કરવાનું હોય ત્યારે તે કાર્ય કરનારમાં ઉત્સુકતા હોય છે અને ઉત્સુક્તા માણસને પ્રમાદી બનાવે છે, આ રીતે કઈ પણ જાતની લબ્ધિ કરતાં અપ્રમત્ત દશામાંથી પ્રમત્ત દશામાં આવે છે. પરંતુ આહારક શરીર કરીને પાછા અપ્રમત્ત ભાવમાં આવે છે. આ પ્રમાદ ભલભલા એટલે પૂર્વધર જેવાઓને પણ સંસાર રૂપી સમુદ્રમાં રખડાવે છે. આવું વિચારીને તે પૂર્વધરે પણ ક્ષણે ક્ષણે સાવધાન રહે છે અને પ્રમાદમાં ફસાતા નથી. ૧૦૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org