________________
[ વિજયપત્રસૂરિકૃતશરીર બનાવીને તે શરીર સાથે આહારક શરીર કરનાર જિનેશ્વર ભગવાનની ઋદ્ધિ જેવા માટે અથવા સૂક્ષ્મ નિગોદ વગેરે પદાર્થો સંબંધી સૂક્ષ્મ પ્રશ્નો પૂછવા માટે વિચરતા તીર્થકર ભગવાન પાસે જાય છે અને એક અંતર્મુહૂર્તમાં જ તે આહારક શરીર સંહરીને મૂળ ઔદારિક શરીરમાં આવી જાય છે. આ પ્રસંગે યાદ રાખવા જેવી બીના એ છે કેપ્રથમ ઔદારિક શરીર દ્વારા આહારક શરીર નામ કર્મના ઉદયથી આહારક વર્ગણના પુદ્ગલે ગ્રહણ કરીને આહારક શરીર એગ્ય પર્યાપ્તિ કરીને આહારક શરીર બનાવે છે અને તે આહારક શરીર સાથે મૂળ ઔદારિક શરીરમાં રહેલા આત્મપ્રદેશને સળંગ સંબંધ હોય છે એટલે ઔદારિક શરીર તે જે સ્થળે ચૌદ પૂર્વધર હોય ત્યાં રહે છે તેમાં રહેલા આત્મપ્રદેશમાંના અમુક આત્મપ્રદેશે આહારક શરીરમાં પણ હોય છે અને જેમ જેમ તે આહારક શરીર તીર્થકરની પાસે જાય તેમ તેમ બંને શરીર વચ્ચે આત્મપ્રદેશની શ્રેણિ પણ દીર્ઘ દીર્ઘ થતી જાય છે અથવા આ બંને શરીરે વચ્ચે આત્મપ્રદેશે સંબદ્ધ હોય છે એટલે તે બંને શરીરને વિષે એક જ આત્માના પ્રદેશ સાંકળની કડીઓની માફક એકી ભાવે રહેલા છે, એમ સમજવું. ૧૦૧
આદ્ય બે તનુ કાંતિથી તરસ કાંતિ ચઢીયાતી જ છે.
ગણિ શરીરના તેજ આગળ તેજ હીન જણાય છે; આઘ ચગે આ તનુને યોગ્ય પુદ્ગલગણ ગ્રહે;
પૂર્ણ તનુ રચના સુધી તસ મિશ્રણ ટકી રહે.
૧૦૨
સ્પષ્ટાર્થ–પહેલું દારિક શરીર અને બીજું વૈક્રિય શરીર. આ બે શરીર કરતાં આહારક શરીરની કાંતિ (અથવા તેજ) ચઢીયાતી છે એટલે અધિક છે. સામાન્ય રીતે ઔદારિક શરીરની કાંતિ કરતાં વૈક્રિય શરીરની કાંતિ ચઢિયાતી હોય છે અને તેના કરતાં આહારક શરીરની કાંતિ ચઢીયાતી હોય છે. પરંતુ ગણધરના દારિક શરીરના તેજ કરતાં તે આહારકનું તેજ હીન (ઉતરતું) હોય છે. આ ગણધરનું દારિક શરીર પણ કાંતિ (તેજ)ની અપેક્ષાએ તીર્થકરના ઔદારિક શરીર આગળ હીન જણાય છે. આહારક લબ્ધિવાળા ચૌદ પૂવ–આદ્ય વેગે એટલે પહેલા ઔદારિક કાય વેગ વડે આ આહારક શરીર બનાવવાને ગ્ય આહારક વર્ગણના પુદ્ગલે ગ્રહણ કરે છે. ત્યાર પછી આહારક શરીરની પૂર્ણતા થાય ત્યાં સુધી દારિક મિશ્ર યાગ કાયમ રહે છે. કારણ કે આ અહારક શરીર બનાવવાની ક્રિયા દારિક તથા આહારક બનેની (ભેગી) સહાયથી બને છે માટે ત્યાં દારિકમિશ્ર યુગ કહ્યો છે, (અહીંઆ ઔદારિક મિશ્ર યોગ કહ્યો તે સિદ્ધાંતકારના મતની અપેક્ષાએ કહ્યો છે. જ્યારે કર્મગ્રંથના મતે આહારક મિશ્ર વેગ કહ્યો છે.) ૧૦૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org