________________
૪
[શ્રીવિજયપધસૂરિકૃતસ્પષ્ટાર્થ અનંત ઉત્સર્પિણ તથા અવસર્પિણી જાય ત્યારે એક પુદ્ગલ પરાવત થાય છે. જે જીને એક પુદ્ગલ પરાવર્તથી અધિક સંસાર બાકી હોય તે કૃષ્ણપાક્ષિક જીવ જાણવા. અને જે જીવેને એક પુદ્ગલ પરાવર્તથી ઓછે સંસાર બાકી હોય તે શુકલ પાક્ષિક જાણવા. પરકને વિષે ભદ્ર સાધન એટલે મુક્તિના સાધન એવા જિન વચનને જેઓ સાંભળે છે તે શુકલપાક્ષિક શ્રાવકે તે મેક્ષના સુખને જ સાચું સુખ માને છે. ૯૮
એક જીવ આખા ભવચક્રમાં કેટલી વાર ઉપશમણિ કરે તથા આહારક શરીર કરે તે કહે છે – સંપૂર્ણ ભવચકે કરે ચઉવાર ઉપશમ શ્રેણિને,
ચઉ વાર આહારક કરે તે લબ્ધિશાલી કારણે વાર ચોથી જે ભવે તે બેઉમાંથી ઈગ કરે,
તેજ ભવમાં નિશ્ચયે તે મુક્તિના સુખને વરે. સ્પષ્ટાર્થ –પ્રશ્ન એક જીવ કેટલી વાર ઉપશ્રમ શ્રેણિ કરે?
ઉત્તર–એક જીવ ભવચક્રને વિષે એટલે આ સંસારને વિષે વધારેમાં વધારે ચાર વાર ઉપશ્રમ શ્રેણિ કરે છે. જ્યારે વિશુદ્ધ પરિણામમાં વધતે વધતે જીવ દર્શન મેહનીય કર્મની સાત પ્રકૃતિએ (ચાર અનંતાનુબંધી, સમકિત મેહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વ મેહનીય) સંપૂર્ણ રીતે ઉપશમાવે એટલે રસદય અને પ્રદેશદય બંને પ્રકારના ઉદય બંધ થઈ જાય ત્યારે ઉપશમ સમકિત પામે છે. આ ઉપશમ સમકિતની પ્રાપ્તિ ચોથા ગુણસ્થાનકથી માંડીને સાતમા ગુણસ્થાનક સુધીના ચાર ગુણસ્થાનકોમાં થાય છે. ત્યાર પછી ચારિત્ર મેહનીયને ઉપશમાવવા માટે ઉપશમશ્રેણિ માડે છે. આ ચારિત્ર મહનયને ઉપશમાવવા માટે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એટલે આઠમે અને નવમે ગુણસ્થાનકે જઈને ચારિત્ર મેહનીયની વીસ પ્રકૃતિ ઉપશમાવતાં દશમે સૂકમ સં૫રાય ગુણસ્થાનકે બાકી રહેલા સૂમ લોભને ઉપશમાવી અગિયારમે ઉપશાંત મોહ ગુણસ્થાને નકે જાય છે. એ પ્રમાણે ઉપશમ શ્રેણિ કરીને અગિઆરમે ગુણસ્થાનકે આવેલ જીવ કષાદયથી અવશ્ય પડે છે. આવી ઉપશમ શ્રેણિ એક જીવ આખા ભવચકમાં વધારેમાં વધારે ચાર વાર કરે છે. પરંતુ એક ભવમાં કઈ જીવ વધારેમાં વધારે બે વાર ઉપશમ શ્રેણિ કરી શકે છે. (૪૬)
પ્રશ્ન–એક જીવ ભવચકને વિષે આહારક શરીર કેટલી વાર કરે?
ઉત્તર–ઉપશમશ્રેણિની પેઠે એક જીવ આખા સંસાર ચક્રમાં આહારક શરીર પણ વધારેમાં વધારે ચાર વાર કરે છે. અને તે આહારક લબ્ધિવાળા ચોદ પૂર્વધર તીર્થકરની ઋદ્ધિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org