________________
દેશનાચિંતામણિ ] પાક્ષિક જાણવા. તેમાં પણ જેઓ એક વાર સમકિતને પામ્યા છે તેવા શુકલ પાક્ષિક અને વધારેમાં વધારે પણ અર્ધ પુદ્ગલ પરાવર્તમાં કાંઈક ઓછો સંસાર બાકી હોય છે. સમકિત પામીને કદાચ મિથ્યાત્વી થાય અને ઘણું ભ કરવા પડે તે પણ એ કહેલા કાલ પછી અવશ્ય જાય છે. તેમજ શુકલપાક્ષિક છે જઘન્યથી અન્તર્મુહૂત કાલમાં પણ મેક્ષે જાય છે. (૪૪) ૯૬ હાલ મિથ્યાદષ્ટિ હવે તેય સમ્યકત્વી બની,
ગ્ય સમયે શુકલપાક્ષિક સાધના શિવમાર્ગની; આદરી સિદ્ધિ લહે ગુણસ્થાન શ્રેણિના ક્રમે,
કૃષ્ણપાક્ષિક હેય મિથ્યાદષ્ટિ બહુ ભવમાં ભમે.
પબ્દાર્થ –આ શુકલપાક્ષિક જીવ હાલમાં જે કે મિથ્યાષ્ટિ હોય એટલે સમકિત પામ્યા પછી કદાચ અશુભ કર્મના ઉદયથી મિથ્યાત્વી બને, તે પણ તે ફરીથી અવશ્ય સમકિત પામે છે. અને શિવમાર્ગની એટલે મોક્ષમાર્ગની સાધના શરૂ કરે છે. અને તે માર્ગની આરાધના કરતાં કરતાં “ગુણસ્થાનક શ્રેણિના ક્રમથી” એટલે ચેથા ગુણસ્થાનકથી પાંચમ, છઠ્ઠ તથા સાતમાં ગુણસ્થાનમાં આવી તે ચાર ગુણસ્થાનકમાં વર્તતે ક્ષાયિક સમતિ પામે છે. ત્યાર પછી ચારિત્ર મહનીય કર્મને અપાવવા માટે ક્ષપકશ્રેણિ શરૂ કરે છે, અને આઠમ, નવમા, દશમા તથા બારમા ગુણસ્થાનકે ચઢીને અન્તર્મુહૂર્ત કાલમાં ઘાતી કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન અને કેવલદર્શન પામે છે એટલે સગી કેવલી નામના તેરમે ગુણસ્થાનકે આવે છે. આ જીવ એટલે ક્ષપકશ્રેણિ કરનારો જીવ દશમા ગુણસ્થાનકથી અગિયારમા ગુણસ્થાનકમાં જ નથી. ઉપશ્રમશ્રેણિ કરનારો જીવ દશમા ગુણ સ્થાનકથી અગિયારમા ગુણસ્થાનકે જાય છે કારણ કે તે તે ત્યાંથી અવશ્ય પડે છે. પરંતુ ક્ષપક શ્રેણિવાળ દશમા સૂક્ષમ સંપરાય ગુણસ્થાનકથી બારમા ક્ષીણ કષાય વીતરાગ છઘસ્થ ગુણસ્થાનકે જાય છે અને ત્યાંથી પડતું નથી. તેમે આવે તે જીવ અંત સમયે છેલ્લા અન્તર્મુહૂર્તે અગી ગુણસ્થાનક પામીને બાકી રહેલાં ચાર અઘાતી કર્મોને ખપાવીને મેક્ષે જાય છે. પરંતુ જે કૃષ્ણપાક્ષિક જીવે છે જે કઈ વાર સમકિત પામ્યા નથી તેવા મિથ્યાદષ્ટિ છે સંસારમાં ઘણા કાળ સુધી રખડે છે. (૪૫) ૯૭
એક પુદ્ગલ પરાવર્તાધિક ભવી તે જાણિયે,
તેહથી જે હીનભવી તે શકલ પાક્ષિક માનીએ; પરલોકમાં પણ ભદ્ર સાધન જિન વચનને જે સુણે,
શુકલ પાક્ષિક શ્રાવકો તે સત્ય સુખ શિવસુખ ગણે.
૯૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org