________________
( શ્રીવિજયપદ્યસૂરિકૃતકેઈ વ્યવહારી બનીને પણ અવ્યવહારી બને, *
તેય તે વ્યવહાર રાશિના જ જાણે તેમને નિમિત્તવાસી આતમા જેવા નિમિત્તોને લહે, તેહને અનુસાર તે જીવ તે સ્વરૂપે પણ રહે.
૯૫ સ્પષ્ટાર્થ –પ્રશ્ન-જીવ વ્યવહાર રાશિમાંથી નીકળીને અવ્યવહાર રાશિમાં જાય કે નહિ?
ઉત્તર–આ વ્યવહાર રાશિમાં આવેલા જીવે પાછા આવ્યવહાર રાશિમાં જાય તે પણ તેઓ વ્યવહાર રાશિના છ ગણાય છે. કારણ કે અવ્યવહાર રાશિમાંથી એક વાર નીકળીને એટલે સૂક્ષ્મપણને ત્યાગ કરીને જેઓ બાદરપણામાં ઉત્પન્ન થયા તેઓ કદાચ તીવ્ર અશુભ કર્મને ઉદય વગેરે કારણેમાંના કેઈ પણ કારણથી ફરી સૂક્ષ્મપણમાં એટલે અવ્યવહાર રાશિમાં ઉત્પન્ન થાય તે પણ તેઓ વ્યવહાર રાશિના જ ગણાય છે. કારણ કે આત્માને નિમિત્તવાસી કહે છે એટલે જેવા જેવા નિમિત્તો મળે છે તે નિમિત્તોના અનુસારે છે પણ તે તે સ્વરૂપને પામે છે. જેના ઉપર નિમિત્તોની ઘણું અસર પડે છે, માટે જ છેને સારાં નિમિત્તમાં રહેવાનું હિતકારી કહ્યું છે. જેમકે કેઈ જીવ સજજન પુરૂષની સોબત રૂપ નિમિત્ત પામે છે તેથી તે સજજન જેવું બને છે, અને તે જ જીવ દુષ્ટ પુરૂષની સબતરૂપ નિમિત્ત પામે છે તેથી તે દુર્જન બને છે.(૪૨)લ્પ
શુકલ પાક્ષિક જીવોનું સ્વરૂપ તેમજ કૃષ્ણ પાક્ષિક જીવોનું સ્વરૂપ ત્રણ લેકમાં જણાવે છે – મહાદિ કેરી મંદતાથી કઈ વ્યવહારી બને,
મહાદિના ઉદયે અવ્યવહારી ફરી પણ તે બને; અર્ધ પુદગલ પરાવર્ત શુકલ પાક્ષિક રૂચિધરા,
પામે જ મુક્તિ જન્યથી અંતમુહૂર્તે પણ નરા. ૯૬ સ્પષ્ટાર્થ –પ્રશ્ન–જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં કયારે આવે ?
ઉત્તર–મહાદિ એટલે રાગ દ્વેષ વગેરેના પરિણામેની મંદતા થવાથી કેટલાક અવ્યવહાર રાશિમાંથી વ્યવહારી (વ્યવહાર રાશિના જી ) બને છે. તેવી જ રીતે તે વ્યવહાર રાશિના તીવ્ર હાદિકના ઉદયથી ફરીથી અવ્યવહારી બને છે અથવા બાદરપણુમાંથી સૂક્ષ્મપણામાં જાય છે. તે છતાં તેઓ વ્યવહાર રાશિના જ ગણાય છે. (૪૩)
પ્રશ્ન–શુકલપાક્ષિક અને કૃષ્ણપાક્ષિક કોને કહેવાય? - ઉત્તર–વ્યવહાર રાશિના જીડેમાં પણ બે ભેદે છે- કૃષ્ણ પાક્ષિક અને ૨ શુકલપાક્ષિક. તેમાં જે જીવેને એક પુદ્ગલ પરાવર્તથી એ સંસાર બાકી છે તેઓ શુકલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org