________________
દેશનાચિંતામણિ ] જાણવે. બાંધેલાં કમ ભેગવ્યા વિના છુટકે નથી એવું જ કહેવાય છે તે આ પ્રદેશદયની અપેક્ષાએ જાણવું. એટલે બાંધેલાં કર્મ જે સ્વરૂપે બાંધ્યા તે રૂપે જે ભગવાય તે રસો દય જાણ. અને બાંધેલાં કર્મનાં દલિયાં તે સ્વરૂપે ન ભોગવતાં બીજા સજાતીય કર્મ રૂપે ભગવાય તે પ્રદેશદય જાણ. જેમ શાતા વેદનીયરૂપે બાંધેલાં દલિયાં શાતા વેદ નીય રૂપે ભગવાય તે તેને રદય કહેવાય અને તે શાતા વેદનીયનાં દલિયાં અશાતા વેદનીયના રદયની સાથે અશાતા રૂપે ભગવાય તે શાતા વેદનીયને પ્રદેશદય જાણવો. અહીં બાંધેલા કર્મને રદયથી ભોગવવામાં ભજન જાણવી. એટલે બાંધેલું કર્મ તે રૂપે ભોગવાય, અને ન પણ ભોગવાય. અથવા રોદયની અપેક્ષાએ તે કેમ ભોગવાય ખરું અને ન પણ ભેગવાય, માટે રદયની અપેક્ષાએ કર્મને ભોગવવામાં ભજન જાણવી. વળી તે બાંધેલાં કર્મોના રસ અને સ્થિતિમાં પણ ફેરફાર થઈ જાય છે, તેથી આ પ્રસંગે રસઘાત તથા સ્થિતિઘાતની પણ બીના સમજવી જોઈએ. તે આ પ્રમાણે ૧ રસઘાત –જે શુભાશુભ પરિણામે કરીને કર્મને શુભાશુભ રસ બાંધ્યું હોય તેમાં પરિ ણામની હાનિ વૃદ્ધિથી તે શુભાશુભ રસનું ઘટી જવું તે રસઘાત જાણ. તેવી જ રીતે જે જે કર્મોની જેવી જેવી સ્થિતિએ બાંધી હોય તે સ્થિતિઓને ઘટાડવી. ઓછી કરી નાખવી તે સ્થિતિઘાત જાણવો. કમની સ્થિતિએની હાનિવૃદ્ધિ એટલે ઘટવું અથવા વધવું તે રસાધીન એટલે રસને આધીન છે. માટે તીવ્ર શુભ પરિણામ એટલે સારા અધ્યવસાયના બળથી શુભ કર્મના રસની વૃદ્ધિ થાય છે. ૯૦
મંદ શુભ પરિણતિ બલે તસ હાનિ અશુભ પ્રકૃતિ સે,
વૃદ્ધિ હાનિ અશુભ પરિણતિ વૃદ્ધિ હાનિ ક્રમ વશે; અનુભવાએ ઉગ્ર પુણ્ય ફલ પાપ ફલ પ્રાયે ઇહાં,
શુભ પ્રકૃતિ રસ વૃદ્ધિ આદિક હેતુઓ જાણે તિહાં.
સ્પષ્ટાર્થ-જ્યારે જીવના શુભ અધ્યવસાયે મંદ થતા જાય છે ત્યારે તે શુભ કર્મ પ્રકૃતિએના રસમાં હાનિ થાય છે એટલે શુભ રસબંધ હીન થતું જાય છે. ભાવાર્થ એ છે કે અશુભ પ્રકૃતિના રસબંધમાં વૃદિધ અથવા હાનિ થવામાં અશુભ પરિણામની વૃદ્ધિ અને હાનિ અનુક્રમે કારણ રૂપ જાણવાં. ઘણું કરીને બાંધેલા ઉગ્ર પુણ્ય કર્મોનું ફલ તેમજ બાંધેલા ઉગ્ર પાપ કર્મોનું ફલ આ ભવમાં પણ ભોગવાય છે. એટલે આ ભવમાં કરેલું ઉગ્ર પુણ્ય અથવા ઉગ્ર પાપ આ ભવમાં પ્રાયે ભોગવાય છે. પરંતુ અવશ્ય આ ભવમાં જ ભોગવાય એવો નિયમ નથી. પ્રાયે આ ભવમાં ભોગવવાનું કારણ શુભ પ્રકૃતિએની રસમાં અનંતગુણ રસવૃદ્ધિ આદિ હેતુઓ તેમજ પાપ પ્રકૃતિએના રસમાં પણ અનંતગુણ રસવૃધ્ધિ વગેરે હેતુએ જાણવાં. (૩૭) ૯૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org