________________
૫૮
[વિજ્યપદ્યસૂરિકૃતએમ ચાર હેતુઓ જાણવા. જ્યાં સુધી આ ચાર હેતુમાંને કઈ પણ હેતુ હોય છે ત્યાં સુધી કર્મ બંધ પણ થાય છે. અગી કેવલી ગુણસ્થાનક સિવાય તેર ગુણઠાણાં સુધી
ગ હોય છે માટે ત્યાં સુધી કર્મબંધ થાય છે. ચૌદમાં ગુણઠાણે આ ચારમાંને કઈ હેતુ હેત નથી, તેથી ત્યાં કર્મબંધ થતું નથી. જેનામાં આ હેતુઓ રહેલા છે તે કમને બંધ કરનાર છવ બંધક જાણે. આ કર્મબંધના ચાર પ્રકાર જાણવા, તે આ પ્રમાણે –૧ પ્રકૃતિ બંધ, ૨ સ્થિતિ બંધ, ૩ રસ બંધ અને ૪ પ્રદેશ બંધ. આ ચાર બંધને સમજવા માટે મોદકનું દષ્ટાંત ટુંકાણમાં આ પ્રમાણે જાણવું-જેમ સુંઠ વગેરે દ્રવ્ય નાખીને બનાવેલે મોદક વાયુ વગેરેને નાશ કરે છે તે તેની પ્રકૃતિ અથવા સ્વભાવ જાણ. તેવી રીતે કર્મને વિષે પણ કેઈ કર્મને જ્ઞાનને ઢાંકવાને સ્વભાવ હોય છે, કેઈ કર્મને દર્શનને ઢાંકવાને સ્વભાવ હોય છે એમ કર્મોને વિષે પણ અનેક પ્રકારના સ્વભાવ જાણવા. ૧ જેમ તે માદક કે એક દિવસ, કેઈ બે દિવસ એમ વધતાં વધતાં કોઈક મોદક એક માસ જેટલી સ્થિતિ સુધી રહીને પછી બગડી જાય છે. તેમ તે બાંધેલું કર્મ પણ કઈક સીત્તેર કેડાછેડી સાગરોપમ સુધી, કેઈ ત્રીસ કેડાછેડી સાગરોપમ સુધી, કેઈ વીસ કડાકડી સાગરોપમ જેટલા કાલ સુધી જીવ સાથે રહીને નાશ પામે તે સ્થિતિબંધ. ૨ જેમ મોદક ઘી, ગોળ, ખાંડ વગેરેની અપેક્ષાએ ઓછાવત્તા રસવાળ હોય છે તેમ કમ સ્કંધને વિષે પણ કેઈને એક સ્થાનીયે, (ઠાણી) કેઈને બે સ્થાનીયે, ત્રણ સ્થાનીયે ચાર સ્થાનીયે એમ અનેક પ્રકારના રસ હોય છે. તે રસબંધ જાણો. ૩. મોદકમાં જેમ પાશેર, અચ્છેર વગેરે પ્રમાણમાં પ્રદેશે (લેટ, કણિયા) હોય છે તથા જેમ લેટ વિના મોદક બને નહિ તેમ જે કર્મવર્ગણાઓ જીવ બંધ સમયે ગ્રહણ કરી આત્મ સંબંધ કરે છે તે પ્રદેશ બંધ જાણ. ૪. આ ચારે પ્રકારના બંધ એક સાથે જ થાય છે. આ બાંધેલા કર્મને અનુભવ રસથી અને પ્રદેશથી એમ બે પ્રકારે થાય છે. પરંતુ સર્વ કર્મના પ્રદેશે અવશ્ય ભોગવવાં જ પડે છે. ૮૯
બાંધેલાં કર્મ અવશ્ય જોગવવા પડે છે તે કઈ અપેક્ષાએ તે જણાવી તીવ્ર મંદ રસબંધનું સ્વરૂપ જણાવે છે – કર્મરસના અનુભવે ભજના વિચાર ન ભૂલીએ,
રસધાત ને સ્થિતિઘાતના ભાવે ઈહાંજ ઘટાવીએ; રસાધીન કર્મસ્થિતિની હાનિ વૃદ્ધિ રસબલે,
શુભ કર્મરસની વૃદ્ધિ હવે તીવ્ર શુભ પરિણતિ બલે. ૯૦
સ્પષ્ટાર્થ –નેવ્યાશીમા લેકમાં કહ્યું કે કર્મનો અનુભવ બે પ્રકારે થાય છે તેમાં પ્રદેશથી જે કર્મ ભેગવાય તે પ્રદેશદય અને રસ સાથે ભગવાય તે રદય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org